Trending News
સ્થાનિક સમાચાર

ભુજ તાલુકા પંચાયતમાં એસીબીની રેડ, લાંચ લેતા વ્યક્તિને ઝડપી લેવાયો 

31 July



ભુજ : શહેરમાં કોલેજ રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરીમાં આજે ગુરુવારે બપોરે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ લખાય છે ત્યારે જ ટ્રેપ થઈ હોવાથી કોને ઝડપવામાં આવ્યો છે તે જાણી શકાયો નથી. જવાબદાર અધિકારીઓને પુછતા હાલ કાર્યવાહી ચાલુ હોવાથી વિગતો આપવાનું ટાળ્યું હતું. સ્થાનીકેથી મળતી માહિતી મુજબ ગ્રામ સેવકને એસીબીએ સકંંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં લાંચ લેતા વ્યક્તિને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હોવાનું બિન સતાવાર જાણવા મળ્યું છે. આ બાબતે સ્થળ પરથી જાણવા મળેલી વિગતો મુજબ લાંચ લેતા વ્યક્તિને રંગે હાથ દબોચી રૂમમાં લઈ જઈ પુછપરછ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપને પગલે ભ્રષ્ટ તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ લખાય છે ત્યારે દોઢ વાગ્યાના અરસામાં કાર્યવાહી ચાલુમાં હોવાથી વધુ વિગતો મળી શકી નથી. આ ઘટનાએ પંચાયતી આલમમાં ચકચાર જગાવી હતી.

Comments

COMMENT / REPLY FROM