Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા કસ્ટમ કમિશ્નર નિતીન શૈનીની ધાક બેસાડતી લાલઆંખ : ગાંધીધામના કુખ્યાત સીએચએ સહીતના પરવાનાઓ કર્યા રદૃ

31 July

કમિશ્નર શૈનીએ ત્રિનેત્ર ખોલ્યું : મુંદરામાં હવે મિસડીકલેરેશન નહી ચાલે : કડક સંદેશ



એમએચઓના નામે પ્યોર ડિઝલ દાણચોરી કરાવી અને કઈકના જહાજ ડુબાડનાર ’સારથી’ કોણ?


કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં કેમ મુંદરા જેવા કડક પગલા નથી લેવાતા? લાયસન્સ કેમ નથી થતા રદ?


મુંદરા કસ્ટમ કમિશ્નર પદે શ્રી ઈન્જીનીયરે જ કરેલી કડક અને તટસ્થ કામગીરીનો સિલસિલો નવા આવેલા કમિશ્નરશ્રીએ પણ જાળવ્યો : કસ્ટમના જેડીસી-એડીશ્નલ કમિ. કક્ષાના અધિકારીથી માડી અને એકઝામિનેશન કરનાર અપ્રેઈઝર કક્ષાના અધિકારીઓને  પણ કમિશ્નરશ્રીએ આપી હતી ચોખ્ખી સુચના, એમએચઓ, ફેબ્રીક, કેમીકલ, નવા-જુના ટાયરોના કૌભાંડો, ડીઝલમાં ૧૯-ર૦ પણ થયું તો હવે હું નહી ચલાવી લઉ, અમુક સીએચએને પણ રૂબરૂમાં બોલાવી, જુની ફાઈલો પેનલ્ટી ભરી કલીયર કરાવી અને બધુ જ બંધ કરી દેવાની આપી હતી સુચના


૭ પેઢી-સીએચએ ચડી મુંદરા કમિશ્નરની ઝપ્ટે : બે મહાકાય પેઢીઓને રખાઈ છે સ્ટેન્ડ બાય, પાંચના પરવાના કરી દેવાયા છે રદ : કઈકમાં મચી ગઈ દોડધામ 



ગાંધીધામ : મુંદરા કસ્ટમ કમિશ્નર પદે શ્રી ઈન્જીનીયર સેવારત હતા ત્યારે તેઓએ દેશની એક મોટી દાણચોરી ગેગની સામે ઝુંબેશ જ છેડી હોય તેમ તેમના બેનામી ધંધાઓના શ્વાસ રુંધાવી નાખ્યા હતા. આ ટોળકી રઘવાઈ બની અને શ્રી ઈન્જીયનરની બદલીમા મોટી ભુમીકા ભજવી હોવાની ચર્ચાઓ તેજ બનવા પામી ગઈ હતી. તે બાદ શ્રી ઈન્જીનીયરની જગ્યાએ નીતીન શૈનીને મુકવામા આવ્યા હતા. નીતીન શૈનીને મુંદરા બંદર પર ચાલતા વિવિધ બેનામી ધંધાઓને સમજવામાં ઘણી વાર લાગી જશે તેવુ અનુમાન કરવામાં આવતુ હતુ પરંતુ શ્રી સૈનીએ ટુકાં  જ ગાળામાં મુંદરામાં વકરી ગયેલા દાણચોરીના નેટવર્કને ડામવાની દીશામાં ધાક બેસાડતી લાલઆંખ કરી દીધી હોવાની વાત સામે આવી રહી છે. 
આ બાબતે આંતરીક વર્તુળોમાથી સામે આવતી વિગતો અનુસાર મુંદરામાં ખાસ કરીને માઈક્રો હાઈડ્રો કાર્બનના નામે પ્યોર ડીજલની દાણચોરી કરતી એક મોટી ગંગ કાર્યરત બનેલી હતી અને તેમાં ગાંધીધામના એક કુખ્યાત સીએચએનું નામ ફરી ફરીને ચર્ચામાં આવતુ રહેતુ હતુ. કયારેક મુંદરામાં તો કયારેક કંડલામાં આ સીએચએ ટોળકી દ્વારા એમએચઓની આડમાં ડીજલની દાણચોરી વેશલ્સ રૂપે અથવા તો કન્સાઈનમેન્ટ રૂપે કયારેક દિલ્હી ડીઆરઆઈ તો કયારેક અન્ય કોઈ એજન્સી અટકાવી જતી હતી. જેના લીધે મુંદરા કમિશ્નરેટને પણ છાંટા ઉડવા પામી રહ્યાની સ્થિતી સર્જાતી હતી. ન માત્ર એમએચઓ બલ્કે અન્ય અમુક કેમીકલ, ફેબ્રીક, ટેક્ષટાઈલ(જેમા ડયુટી ડ્રોબેકનું કૌભાંડ આચરાઈ જતુ હોય છે)પ્લાસ્ટીકના દાણાની આડમાં સોપારી સ્મગલીંગ, સિહતના મોટા મોટા વકરી ગયેલા ધંધાઓને ડામવાની દીશામાં કસ્ટમના નવનિયુકિત કમિશ્નરશ્રી નીતીન શૈનીએ ધાક બેસાડતી લાલઆંખ કરી દીધી હોવાનુ સામે આવી રહ્યું છે. તેઓએ સાત જેટલા સીએચએના લાયસન્સ પરવાનાઓ રદ કરી દીધા હોવાની વાત સામે આવી રહી છે. સત્તાવાર રીતે હજુ સુધી આ માહીતી મુંદરા કસ્ટમની વેબસાઈટ પર કે ઓર્ડર સ્વરૂપે વછુટવા નથી પામી, પરંતુ ટ્રેડમાથી સામે આવતી વિગતો અનુસાર સાતમાથી બેના પરવાના અદ્વરતાલ હોલ્ડ પર રાખેલા છે જયારે પાંચના તો રદ જ કરી દીધા છે જેમાંથી ચાર ગાંધીધામ સ્થિતી હોવાનુ મનાય છે અને એકાદ બે તો કુખ્યાત હોવાનુ જ ચર્ચાઈ રહ્યું છે. એમએચઓમાં ડીઝલ દાણચોરીમાં ખુબજ ચર્ચામા આવી ગયેલ હોવાનુ મનાઈ રહ્યું છે. કસ્ટમના કમિશ્નરશ્રીએ દસથી બાર દીવસ પહેલા જ અધિકારી, આવા અમુક સીએચએને બોલાવી અને ચોખખી સુચના આપી દીધી હતી કે 
મુંદરામાં હવે મિસડીકલેરેશન નહી ચાલે. જે કંઈ પણ જુની ફાઈલો હોય તે પેનલ્ટી ભરીને કલીયર કરાવી લ્યો, હું ધોરણસરની કાર્યવાહી કરીશ બાદમાં મારી પાસે આવતા નહી. અને હવે જાણે કે શ્રી શૈનીએ આ બાબતે ત્રિનેત્ર ખોલ્યુ હોય તેવી રીતે સાગમટા સાત જેટલાઓના પરવાનાઓ રદ કરી દેતા દોડધામ મચી જવા પામી ગઈ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM