મનપ્રિતએ ફરી પોત પ્રકાશ્યું : - તો કમ્બોડીયાથી મુંદરા-કાસેઝ દાણચોરીયુકત સિગારેટકાંડમાં કઈક કડાકા-ભડાકા થયા હો’ત
કસ્ટમના કયા પૂર્વ અધિકારી મેથ્યુના જોરે મનપ્રિત કુદાકુદે છે..! : સિગારેટ પલટી થાય તે પહેલા જ કારસો અટકયો કે શું?
પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપેલ ૪૬ લાખની સિગારેટ કાંડમાં નવા ચોંકાવનાર ગર્ભિત ઈશારાઓ : પોલીસે પકડેલ સિગારેટનો જથ્થો શું ખરેખર અમદાવાદથી લવાયો હતો? અમદાવાદથી લવાયેલો આ જથ્થો વેરહાઉસમાં કેટલા સમયથી પડયો હતો? કેવા ઈરાદે પડયો હતો? અમદાવાદમાં જે જથ્થો અલગ અલગ બ્રાન્ડનો પહાંચ્યો તે કેવી રીતે અને કયાથી પહોચ્યો હતો? કેમ આ બધા જ પ્રકારના સવાલોના મુળીયા ન ઉલેચાયા? એલસીબીએ કેમ માત્ર અલગ અલગ બ્રાન્ડ શબ્દનો સત્તાવાર યાદીમાં ઉપયોગ કયો છે, બ્રાન્ડ કઈ કઈ છે, કેવી બનાવટની છે તેનો કેમ ઉલ્લેખ ન કરાયો? જાણકારોમાથી ઉઠતા અનેક સવાલો
પૂર્વ્ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર આ સીગારેટ પ્રકરણની કેમ ન કરે જાત ફેરતપાસ : વિદેશી સિગારેટ હોય તો કસ્ટમ-ડીઆરઆઈ જેવી એજન્સીઓને પત્ર લખી તપાસમાં જોતરાવવા પોલીસે કરવુ જોઈએ આહવાન
ગાંધીધામ : પૂર્વ્ કચ્છ એલસીબીની ટીમ દ્વારા ગત રોજ અંજારના એક વેરહાઉસમાથી ૪૬ લાખની રકમની સિગારેટનો તગડો જથ્થો અને તેની સાથે મનપ્રિત સૈની નામના શખ્સને પણ દબોચી લીધો છે. પૂર્વ્ કચ્છ એસપી સાગર બાગમાર અને તેમની ટીમ એલસીબીને આ માટે અભિનંદન આપવા જ જોઈએ. સિગારેટ જેવી વસ્તુઓ નશાનો માધ્યમ બની યુવાનોને બરબાદ કરે તે પહેલા જ પોલીસે પકડી લીધો છે પરંતુ સીગારેટના પકડાયેલા જથ્થાને લઈને જાણકાર વર્ગ તથા ગાંધીધામ સંકુલના સબધિત વિભાગના ટ્રેડના જાણકારો અનેકવીધ સવાલો પણ ઉઠાવી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, સિગારેટના જથ્થા સાથે જે શખ્સ પકડાયો છે તે મનપ્રિત સૈની છે અને તેનો મદદગાર અરમાન શેખ હોવાનુ પણ પોલીસ યાદીમાં સામે આવવા પામ્યુ છે. પોલીસે દર્શાવ્યુ છે કે અમદાવાદથી અરમાને આ જથ્થો ગાંધીધામ મોકલ્યો હતો અને મનપ્રીતે તેને વેરહાઉસમાં સંગ્રહ કરીને રાખ્યો હતો. હકીકતમાં જો આ કેસમાં ઉંડી તપાસ કરાય, મનપ્રીતના થર્ડ ડીગ્રી રીમાન્ડ લેવાય તો ઘણા બધા નવા ખુલાસા થઈ શકે તેમ છે. કરોડોનો ડયુટીચોરોનો ખેલ ખુલી શકે તે સાથે જ અન્ય કઈક મોટા ગજાના અધિકારીઓ, કસ્ટમ મુંદરા સહિતનાઓનાપગ તળે પણ રેલો લંબાઈ શકે તેમ મનાય છે. આ પ્રકરણમાં હકીકતમાં એલસીબીએ અમદાવાદથી અરમાન શેખે માલ મોકલ્યાનુ જણાવાયુ છે તે પહેલા બોક્ષ ખોલી અને તે બોક્ષમાં કઈ કઈ અલગ અલગ બ્રાન્ડ છે, ભારતીય બનાવટની સિગારેટ છે કે ફોરેન મેડ? તેની ચકાસણીઓ કરવી જોઈતી હતી? અને જો એ કરાયેલી હોય તો ફોરેન મેડ અથવા તો ઈમ્પોર્ટેડ સિગારેટ ૪૬ લાખની છે તેવુ જાહેર કરવુ જોઈતુ હતુ? ખેર હવે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ખુદ આ પ્રકરણની ફેર તપાસ તેમના પાસે લે, આ પ્રકરણની ગંભીરતા સમજે , અને ઉંડાણથી છાનબીન હાથધરાવે, જરૂર જણાય તો કસ્ટમ અને ડીઆરઆઈને પણ પત્ર લખી તેમની પણ મદદ આ કેસમાં લેવી જોઈએ અથવા તો આ કેસની સોપણી તેમને કરી દેવી જોઈએ. તો દેશનીતિજોરીને કરોડોનું નુકસાન કરવા સહિત મનપ્રીત આણી મોટી ટોકળીનો પણ ચહેરો ચોકકસથી બેનકામ થવા પામી શકે તેમ છે. એટલુ માત્ર જ નહી પરંતુ ફરીથી આ બાબતે દાણચોરી કરતા પહેલા પણ મનપ્રીત જેવા તત્વો ૧૦૦ વખત વિચાર પણ કરતા
થાય.
....................
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચી૨ણ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાણમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મનપ્રિતસિંગ સૈની રહે. બાગેશ્રી પામ,ગળપાદર તા.ગાંધીધામ વાળાના કબ્જા ભોગવટાનું ગોડાઉન માલારા મહાદેવ મંદિર તરફ જતા પ્લોટ નં. ૮ બરકત કેન એન્ડ લોજીસ્ટીક વાળુ આવેલ છે. જે ગોડાઉનમાં સીગારેટનો જથ્થો રાખેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઇ તપાસ કરી હાજર મળી આવેલ ઇસમને આ સીગારેટનાં જથ્થાબાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા નહિ હોવાનુ જણાવતા બી.એન.એન.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઈસમને બી.એન.એન.એસ. કલમ ૩૫(૧),ઈ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ
ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
.................
દાણચોરીયુકત સિગારેટ કાસેઝના કયા ગંગા(યુનિટ)-જળથી પવિત્ર થવાની હતી?
કાસેઝ પ્રશાસન આવા યુનિટસની સામે કેમ લાયસન્સ(એલઓએ) રદ કરવાની ધાક બેસાડતી કાર્યવાહી નથી કરતુ?
ગાંધીધામ : મનપ્રિત દ્વારા પ્રતિબંધીત વિદેશી સિગારેટનો મોટો જથ્થો મંગાવાયો હતો. મુંદરાથી તેને કાસેઝમાં રીએકસપોર્ટ કરવાના નામે લવાયો હતો. આ તો એ પહેલા જ પૂર્વ કચ્છ એલસીબીએ તેને પકડી પાડયો છે. પરંતુ જાણકારો અહી સવાલ કરી રહ્યા છે કે, મનપ્રિત કાસેઝના કયા ગંગા(યુનિટ)ના જળથી આ પ્રતિબંધિત સિગારેટને પવિત્ર કરવા લઈ જતો હતો? આ યુનિટ અગાઉ પણ ભારે ચકચારમાં રહી જવા પામ્યુ છે. કાસેઝના જવાબદારોએ પણ તપાસ કરવી જોઈએ કે, આ જથ્થો અહી લાવવામાં કોની કોની સંડોવણીઓની સિન્ડીકેટ બનાવાઈ હતી? કયા કયા ભ્રષ્ટ તત્વો તેમાં ભળેલા હતા?
...................
ગાંધીધામ સમીપે ખાનગી CSF માં પણ ૧
કન્ટેઈનર કંડલા SIIB અટકાવ્યુુ?
નિકાસ કરવા પાત્ર સિગારેટમાં ડયુટીચોરીની આશંકાના પગલે
એકાદ માસથી કન્ટેઈનરને થંભજાવનો અપાયો છે આદેશ
ગાંધીધામ : એકતરફ પોલીસે મનપ્રિતની સિગારેટને દબોચી લીધી છે ત્યારે બીજીતરફ જાણકારો દ્વારા એમ પણ કહેવાય છે કે, એકાદ માસ પહેલા ગાંધીધામ સમીપે આવુ જ એક સિગારેટનું કન્ટેઈનર ખાનગી સીએફએસમાં કંડલાકસ્ટમ એસઆઈઆઈબી દ્વારા પકડી અને બાજુ પર મુકાયું છે. આ જથ્થો પણ સિગારેટમાં પલટી કરી અને ડયુટી ચોરીના કારસ્તાન વાળુ જ હોવાનુ મનાય છે. આ પ્રકારની માહીતીમુંબઈ ડીઆરઆઈ પાસે પહોચી હતીઅને તેઓએ કંડલા એસઆઈઆઈબીને સુચના આપી તેને બાજુ પર કરાયુ હતુ. આ કન્ટેઈનરમાં પ્રથમ તબક્કે તપાસનીશ ટુકડીને ડયુટી ફેર વાળી સિગારેટ હોવાનુ સામે આવ્યુ હતુ. જો કે, હવે આ કન્સાઈનમેન્ટને કલીનચીટ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર તપાસવાની જરૂર છે કે, આ સિગારેટવાળા કન્સાઈનમેન્ટમાં સીએચએ કોણ હતુ? તેનો ઈતિહાસ ભુતકાળ કેવો છે? શું અગાઉ કોઈ કેસ-કબાલામાં તે આવી ગયા છે ખરા?
...........
ડીઆરઆઈ સહિતની એજન્સીઓ કેમ ન ત્રાટકે?
શું કાસેઝના લાસ્પીરીટ વાળા જ કારસાથી
સિગારેટ દાણચોરીને આપવાનો હતો અંજામ?
ગાંધીધામ : શું કાસેઝમાં લા સ્પીરીટ સિગારેટ દાણચોરીકાડ સર્જાયો હતો તેવો જ તો મનપ્રિતે પણ કીમીયો ન હોતો અજમાવ્યો ને? આવુ એટલા માટે કહેવાય છે કે, હકીકતમાં મનપ્રિતે કમ્બોડીયાથી આ સિગારેટનો જથ્થો મંગાવ્યો હતો જે પ્રતિબંધિત છે. આ જથ્થો તેણે મુંદરામાં મંગાવાયો હતો જે પાછલા એકાદ માસથી ત્યાં અટકી જવા પામ્યો હતો. મનપ્રિત દ્વારા સિગારેટના એક બોક્ષ દીઠ રપ હજારની તોડ કરી અને યેન કેન પ્રકારે આ જથ્થો ગત સપ્તાહે વેરહાઉસીંગ કરાવ્યો હોવાનુ ચર્ચાય છે. અને જે રીતે થોડા સમય પહેલા કાસેઝમાં લા સ્પીરીટ યુનિટમાં સિગારેટ દાણચોરીનો કીમીયો સત્તાવાર રીતે ઝડપાયો હતો તે જ એમઓ આ કેસમાં પણ હોવાનુ ચર્ચાય છે. મુંદરાથી રીએકસપોર્ટ કરવાના નામે પ્રતિબંધિત ફોરેન બ્રાન્ડ સિગારેટ કંડલા સુધી લાવી તેને બહાર જયા ડમ્પ કરવાની હોય તે કરી અને પછી રદી સિગારેટ કે જેની ડયુટી ના બરાબર જ હોય તેને ભરી દઈ અને રીએકસપોર્ટ દેખાડી દેવામાં આવે તેમ ગોઠવણી કરી હોવાનુ ચર્ચાય છે.

Comments