Trending News
સ્થાનિક સમાચાર

ATS  કરે છાનબીન : શું આતંકી સમા પરવીનના કચ્છમાં તો તાર નથી જોડાયેલા ને?

30 July



અગાઉ ઝડપાયેલા ચાર આતંકીઓ જેના ઈશારે કામ કરતા હતા તે બેંગ્લુરૂની સમા પરવીન નામની મહીલા આતંકવાદી ઝડપાયા બાદ સુચક લાલબત્તી


અગાઉ કચ્છમાં આતંકી કડીઓ અલગ અલગ રીતે ખુલતી જ રહી છે : સોશ્યલ મીડીયામાં પણ અગાઉ આઈએસઆઈએસ-બેંગ્લુરના કટ્ટરવાદી શખ્સોની ચેટ-સોશ્યલ મીડીયા એકાઉન્ટની કડીઓ-લાઈકસ કચ્છમાંથી ઝડપાવવા પામતી જ રહી છે..! : સામેપાર હનીટ્રેપનો ભોગ બનેલા દેશના ગદ્વારોની તો એટીએસ કચ્છમાથી ધરપકડ કરતી જ રહી છે, ત્યારે હવે આ સમા પરવીનના કટ્ટર વિચારોને અનુસરનારા તેના સાગરીતો સરહદી જિલ્લામાં તો નથી પડયાપાથર્યાને? જાણકારોની લાલબત્તી



ગાંધીધામ : ભારતની સાથે સીધા યુદ્ધમાં તો કયાંય ફાવી શકે તેમ ન હોવાથી સતત પ્રોક્ષી યુદ્ધ છેડી રહેલ નાપાક મુલકના આતંકી અળવતીરા ભારતમાં ખુલતા જ રહેતા હેાય છે. દરમ્યાન જ ગત સપ્તાહે આતંકવાદી વિરોધી દળ દ્વારા ચાર કટ્ટરવાદી માનસીકતા ધરાવતા આતંકવાદીઓને પકડી પાડયા હતા અને તેમની પુછતાછમાં વધુ ખુલાસા થતા તેઓ જેના ઈશારે કામ કરી રહ્યા હતા તેવી બેંગ્લુરૂની સમા પરવીન નામની મહીલા આતંકવાદી અને મુખ્ય સુત્રધારને પણ દબોચી લીધી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ મહીલાની ધરપકડની સાથે જ મોટા ખુલાસા થવા પામી રહ્યા છે ત્યારે સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, સોશ્યલ મીડીયામાં કટ્ટરવાદી વિચારધારા ફેલાવવા સહીતના મામલે સમા પરવીન અને તેની ટોળકી સક્રીય બનેલી હોવાનુ સામે આવ્યુ છે ત્યારે સીમાવર્તી કચ્છમાં પણ આ સમાપરીવનના તાર કયાંક ને કયાંક સીધા કે પરોક્ષ રીતે જોડાયેલા નથી ને? તેની પણ એટીએસ દ્વારા છાનબીન કરવી જોઈએ. કચ્છ પાકીસ્તાનની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. આ જિલ્લામાં પાકીસ્તાન તરફથી છેડાતા આતંકી કૃત્યોના ભારતવ્યાપી તાર કયાંક ને કયાંક જોડતા હોવાની વિગતો સામે આવતી જ રહેતી હોય છે. આ પહેલા આઈએસઆઈએસના આતંકી તત્વોએ બેંગ્લુરૂમાં સોશ્યલ મીડીયા એકાઉન્ટ બનાવ્યુ હતુ અને તે વખતે પણ તે શખ્સને અનુસરનારાઓના કે તેની પોસ્ટ લાઈક કરનારાઓના કચ્છના તાર આતંરીક રીતે તપાસના રડારમાં આવી ગયા હતા. તો આ વખતે પણ સમા પરવીનની સાથે છેવાડાના સરહદી એવા કચ્છમાં પણ સમા પરવીનની સાથે જોડાઈ અને કોઈ કટ્ટરવાદી વિચારધારાને જાણતા અજાણતા સોશ્યલ મીડીયાના માધ્યમથી વેગ ન હોતુ આપી રહ્યુ ને? એટીએસ ઉપરાંત કચ્છમાં ધામા નાખી બેઠેલી દેશભરની અલગ અલગ એજન્સીઓએ પણ આ બાબતે ગંભીરતાથી વિના વિલંબે વિચારવુ જોઈએ.

 

Comments

COMMENT / REPLY FROM