કાસેઝમાંથી ચાઈનીઝ રમકડાની દાણચોરીનો પર્દાફાશ ૬ કરોડનોમુદામાલ ઝપ્ત : દાણચોર ટોળકીમાં ફ..ફડાટ.!
મુંબઈ ડીઆરઆઈની ટીમનો મોટો સપાટોૃ
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન ઉપરાંત મુંદરા-હઝીરા-ફરીયાબા-પટીયાણા-હરીયાણા સહિતમાંથી ઝડપાયા પ્રતિબંધીત ચાઈનિજ રમકડા, અનબ્રાન્ડેડ શુજ અને કોસ્ટમેટીકસનો જથ્થો
થોડા સમય પહેલા જ કાસેઝના યુનિટમાં પ્રતીબંધિત ફટાકડાની આયાતમાં મુંબઈ ડીઆરઆઈ ત્રાટકી હતી અને કન્ટેઈનરની છાનબીન બાદ સબંધિત યુનિટના એક શખ્સની ધરપકડ કરી હતી, શું આ કેસ પણ સબંધિત પ્રતિબંધિત ફટાકડા પ્રકરણથી જ જોડાયેલો છે?
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના કંડલા અને મુંદરા જેવા મોટા બંદરો કચ્છમાં કાર્યરત છે. આ બંદરો પાછલા અમુક સમયથી અહી મંગાવાવમાં આવતી ચીજવસ્તુઓ અને તેમાં થઈ રહેલા મિસડીકલેરેશનને લઈને પણ ભારે ચર્ચામાં આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન સહિત દેશના અલગ અલગ રાજયોમાંથી પ્રતિબંધિત ચાઈનિજ ટોયઝ-રમકડાનો મોટો જથ્થો મુંબઈડીઆરઆઈ દ્વારા જડપી લેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે જાહેર કરવામ આવેલી માહીતી અનુસાર મુંબઇના રેવેન્યૂ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ વિભાગે અલગ-અલગ પોર્ટ પરથી કુલ રૂ. ૬.૫ કરોડથી વધુના કુલ ૧૬૦ મેટ્રિક ટન જેટલા ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બ્રાન્ડ વિહોણા જૂતાનું જપ્તી કરવામાં આવી છે. ખાસ ગુપ્ત માહિતીના આધારે,DRI ના અધિકારીઓએ ૧૦ કન્ટેનરોની ઓળખ કરી હતી, જે મુન્દ્રા પોર્ટ, હઝીરા પોર્ટ, કંડલા SEZ (ગુજરાત) અને ફરીદાબાદ (હરિયાણા) ખાતે આવેલ ICD પિયાલા ખાતે ઉપલબ્ધ હતા.આ કન્ટેનરોની તપાસ દરમ્યાન તેમાં મોટા પ્રમાણમાં રમકડાં છુપાવેલ હતાં, તેમજ કેટલીક કોસ્મેટિક વસ્તુઓ અને ફૂટવેર પણ મળી આવ્યા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
...............
વિદેશ વેપાર નીતીનું કાસેઝમાં કોણે કર્યુ ઉલ્લંઘન?
આયાતકારના ખર્ચે જ આ મુદામાલનો નાશ કરવો જોઈએ
ગાધીધામ : ચાઈનિજ રમકડા મંગાવવા પર પ્રતિબંધ છે. આ ચાઈનીઝ રમકડાં BIS પ્રમાણપત્ર વિના આયાત કરાયા હતા, જે વિદેશી વેપાર નીતિ અને ટોઈઝ (ક્વોલિટી કન્ટ્રોલ) ઓર્ડર, ૨૦૨૦ના ઉલ્લંઘન તરીકે ગણાય છે. ત્યારે કાસેઝમાં કયા યુનિટધારકે આ રીતે વિદેશનીતીનું ખુલ્લેઆમ ઉલ્લઘંન કર્યુ છે. BIS ના નિયમો સાથે અનુકૂળ ન હોય તેવા માલોને ભારતમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને એમર્ઁંઇ્ીનિા ખર્ચે નષ્ટ કરવામાં આવે છે અથવા માલ પાછો મોકલવો પડે છે.
....................
આ એમઓથી રમકડા ઘુસાડાયા!
ગાંધીધામ : ચાઈનિઝ પ્રતિબંધિત રમકડાઓ ઘુસાડવા માટે આ એમઓનો ઉપયોગ કરાયો છે. આ માલોને નાની ડેકોરેટિવ પ્લાંટ્સ, કીચેન, બાળ પેન્સિલ બોક્સ અને શોપીસ જેવી ઓછી ડયુટીવાળી વસ્તુ તરીકે ખોટી રીતે ઘોષિત કરવામાં આવ્યા હતા, જેથી તપાસથી બચી શકાય.
..............
કોસ્મેટીકસની આયાતમાં IMR નીતીનો થયો છડેચોક ભંગ
ગાંધીધામ : નકલી કોસ્મેટિક્સ પણ ૨૦૦૭ના ઈન્ટેલેક્ચ્યુઅલ
પ્રોપર્ટી રાઇટ્સ (આયાત કરેલ માલ) અમલ નિયમોનું અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનની જરૂરી લાઇસન્સ વિના આયાત કરેલા હોવાનું જણાયું છે. તદુપરાંત, BIS પ્રમાણપત્ર વિના આયાત કરેલા જૂતાં, ફૂટવેર મેડ ફ્રોમ લેધર એન્ડ અધર મટિરિયલ્સ (ક્વોલિટી કન્ટ્રોલ) ઓર્ડર, ૨૦૨૪ના ઉલ્લંઘન હેઠળ આવે છે.

Comments