શાબાશ છે કચ્છ કલેકટર આનંદ પટેલને..! : ગુજરાત સરકાર દ્વારા અબડાસા-લખપતમાં શ્રેષ્ઠ દેખાવ બદલ ગોલ્ડ મેડલ એનાયત
રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈચૌધરી, એમ કે દાસ સહિતનાઓની ઉપસ્થીતીમાં શ્રી પટેલને એસ્પીરેશનલ કેટેગરીમાં એનાયત કરાયો એવોર્ડ : રાજયકક્ષાના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારંભ યોજાયો : : ડો. આનંદ પટેલની ટીમ છમાથી પાંચ ઈન્ડીકેટર્સમાં શ્રેષ્ઠ દેખાવ કરતા કરાયું બહુમાન
કચ્છના પૂર્વ કલેકટર અમિત અરોરાની સિદ્ધીઓ પણ બિરદાવાઈ
ગાંધીધામ : આજ રોજ ગાંધીનગર મહાત્મા મંદીર મધ્યે રાજયના સીએમની ઉપસ્થિતીમાં સંપૂર્ણતા સહાયતા અભિયાનનું આયોજન કરવામા આવ્યુ છે. ગાંધીનગર ખાતે આજે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી એસ્પીરેશનલ કેટેગરીમાં કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાના ગોલ્ડ મેડલ મળતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ
પટેલને ગોલ્ડ મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. એસ્પિરેશનલ જિલ્લામાં યોજનામાં વિવિધ યોજનાના છ ઇંડિકેટર્સમાં થી કચ્છ જિલ્લાના પાંચ ઇન્ડિકેટર શ્રેષ્ઠ દેખાવ કરતા અબડાસા અને લખપત તાલુકાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. કચ્છ જિલ્લાના અબડાસા લખપત તાલુકાએ પાંચ ઈન્ડિકેટર માં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તો વળી કચ્છમાં ફરજ બજાવી ગયેલા અમિત અરોરાને પણ પ્રસસ્તિપત્રઅને એવોર્ડ એનાયત થવા
પામ્ય છે.

Comments