Trending News
સ્થાનિક સમાચાર

ઠગાઈના ઈરાદે સોનાના નકલી બિસ્કિટ રાખી ફરતા યુવકને ઝડપી લેવાયો 

29 July



નળ સર્કલ પાસે ગઈકાલે રાત્રે જિલ્લા ટ્રાફિક શાખાની વાહન ચેકિંગ કામગીરી દરમિયાન કાર્યવાહી : ૩ લાખની ગાડી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો 

ભુજ : શહેરમાં નળ સર્કલ પાસે પોલીસે ગાડી અટકાવી ઠગાઈના ઈરાદે સોનાના નકલી બિસ્કિટ રાખી ફરતા યુવકને ઝડપી લીધો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે નળવાળા સર્કલ પાસે એક સ્વિફટ ગાડીમાં નંબર પ્લેટ લાગેલ ન હોવાથી હાથથી રોકાવી ગાડી તપાસતા તેમાં પીળા કલરના ધાતુના ચોરસ સોનાના બિસ્કિટ જેવા લાગતા બિસ્કિટ મળી આવ્યા હતા. કુલ ચાર બિસ્કિટ મળી આવ્યા હતા. જેની પર ૧૦૦ ગ્રામ ગોલ્ડ ૯૯૯ લખેલું હતું. ચાલક ભીડ ગેટ બહાર દાદુપીર રોડ પર હેતા અબ્બાસ જુસબ મોખા પાસે આધાર-પુરાવા માંગતા મળી આવ્યા હતા. તેણે આ સોનાના નકલી બિસ્કિટ હોવાનું જણાવી ઠગાઈ કરવા માટે આ બિસ્કિટ રાખ્યા હોવાની કેફીયત આપી હતી. પોલીસે ૩ લાખની ગાડી, પ૦ હજારનો મોબાઈલ અને સોનાના નકલી બિસ્કિટ કબજે કરી બી-ડિવિઝન પોલીસમાં સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે મહત્ત્વનું છે કે, જિલ્લામાં સસ્તા સોના અને એક લાખના બે લાખ કરવાના નામે અવાર-નવાર ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે લોક જાગૃતિ આવે તે જરૂરી બની રહે છે. 

 

Comments

COMMENT / REPLY FROM