કચ્છમાં સાજણ આહીર જેવા ખાખીના ભ્રષ્ટ વહીંવટદારો કેટલા? અનિલ પંડયા-પવનસિંહનો દારૂ પણ કચ્છમાં ઠલવાય જ તો છે.!
ઉચ્ચ અધિકારીઓ આદરે છાનબીન.!
ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોની મદદગારી કે છત્રછાયા વિના પુનો-અનોપ-નવઘણ જેવા બુટલેગરો ફાટીને ફુલેકે જઈ જ ન શકે? જિલ્લામાં વિક્રમજનક દારૂના કટીંગ વખતે એસએમસી દરોડો પાડ, કચ્છની સૌથી મોટી હાઈપ્રોફાઈલ જુગાર કલબ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડે, તો સ્થાનિક ખાખીધારીઓ તો સાજણ આહીર જેવી જ ભ્રષ્ટ ભુમીકામાં હોય તેમ માનવાને કોઈ શંકા નથી, હાલમાં પણ એસએમસસીએ પાડેલા દરોડા, કે પછી અપહરણકાંડમાં ઝડપાયેલ કીરીટસિંહ જવા ગુનેગારો કરોડોના દારૂના કટીંગ હોય કે દાણોચોરીયુકત સોપારી હોય, કોના ઈશારે કરતા હતા તોડ? હપ્તા કોના નામે ઉઘરાવતા હતા? તે ચહેરાઓ પણ થવા જોઈએ બેનકાબ : જાણકારોનો ઈશારો
ગાંધીધામઃ વડોદરાના કરજણમાં ન્ઝ્રમ્ પોલીસે પકડેલા ૧.૭૩ કરોડ રૂપિયાના દારૂના કેસમાં સ્ટેટ સર્વેલન્સ સેલના એક પોલીસ અધિકારીએ ૧૫ લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું બહાર આવ્યું છે. ન્ઝ્રમ્ પોલીસે પકડેલા દારૂના કેસમાં તપાસમાં જીસ્ઝ્ર પોલીસ અધિકારી સાજન આહિર અને દારૂના તસ્કર અનિલ ઉર્ફે પંડિયા વચ્ચે સાઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે. દારૂના તસ્કર અનિલ અને સાજન આહિરની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. તેથી, તપાસ બાદ પોલીસે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સાજન આહિરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.ગુજસીટોકના ગુનામાં ફરાર રાજસ્થાનના ગેંગસ્ટર અનિલ પંડીયાને ૧પ લાખ લઈને મદદ કરવાના સાજણ આહીરવાળા મામલાની ઈન્કવાયરીની તપાસ એસએમસીને સોપવામા આવી છે. જેમાં હે.કો. સાજણે લાખો રૂપિયાનો વહીવટ કોના ઈશારે કર્યો તે સવાલનો જવાબ શોધવા અધિકારીઓ મુખ્યત્વે મથી રહ્યા છે. આ તબક્કે તપાસનીશો શોધી રહ્યા છે કે, હે.કો. સાજણ આહીર પાછળ અન્ય અધિકારીઓની સંડોવણી કેટલી રહેલી છે? દરમ્યાન જ બીજીતરફ છેવાડાના પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ બોર્ડર રેન્જ સરહદી વિસ્તાર છે. અહી કચ્છ પશ્ચીમ-પૂૃવ અને પાટણ તથા બનાસકાંઠા એમ ચાર જિલ્લાઓની સરહદ લાગુ પડી રહી છે. તાજેતરમા જ વિક્રમજનક દારૂનો જથ્થો રાજસ્થાનથી જ બનાસકાંઠા થઈ અને કચ્છ સુધી ઠલવાતો હોવાની ઘટનાઓ પણ સમયાતરે સામે આવતી જ રહેતી હોય છે. હાલમાં જ કચ્છના કેરા પટ્ટામાં અનોપ-પુનાનો દારૂનો તગડો જથ્થો તથા માંડવીના ત્રગડી પાસે તથા કોડાય પોલીસ સ્ટેશનની હદમાં પણ એકાદ કરોડની આસપાસનો યુવરાજનો મસમોટો દારૂનો જથ્થો પકડાયો હતો. જેમાં પ્રથમ દરોડો તો એસએમસી દ્વારા જ પાડવામા આવ્યા હતા જે બાદ સ્થાનિકે આળખ ખંખેરાઈ હોય તેમ કાર્યવાહી થવા પામી હતી. કચ્છમાં પણ આટઆટલો દારૂનો જથ્થો જયારે ઠલવાઈ જ રહ્યો છે અને તે દારૂનો જથ્થો પણ સાજણ આહીર જે ગુજરાતના મોટા બુટલેગરની સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાનુ ખુલ્યુ છે તે અનિલ પંડયાની લાઈનનો જ હોવાનુ ચર્ચાયુ છે. આવામાં જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે સાજણ આહીરની તપાસ શરૂ થવા પામી રહી છે કે, તેણે લાખોની તોડની રકમ કોના ઈશારે લીધી છે તેમ કચ્છમાં પણ તપાસ થવાની તાતી જરૂરીયાત રહેલી છે. કે બુટલેગરો-જુગાર કલબ સંચાલકો, બાયોડીઝલના ચોરો, તેલચોરી કરનારાઓ-કોલસાની ગેરકાયદેસર હેરફેર કરનારાઓ, પોર્ટ પર આવતી વસ્તુઓની લુંટ-ફાંટ કરનારા, ખનીજ-માટી-રેતીચોરી કરનારા તત્વો સાજણ આહીર જેવા કયા ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમનજરથી આવા બેનામી ધંધાઓ સેકસનથી કચ્છમાં ચલાવી રહ્યા છે અને એથીય વિશેષ એ તપાસ થવી જોઈએ કે કચ્છમાં પણ સાજણ આહીર જેવા ખાખીના ભ્રષ્ટ વહીવટદારો કેટલા? અને આવા વહીવટદારો લાખોના ઉઘરાણા કરે છે કોના ઈશારે? કરોડોના દારૂ ઠલવાતા હોય, કચ્છની મોટામાં મોટી હાઈપ્રોફાઈલ જુગાર કલબ ધમધમતી એસએમસી પકડી જાય, તો સ્થાનિકે તેના પેટે તો તગડા જ હપ્તાની વસુલાત થતી હોય તેમાં તો કોઈ શંકાને સ્થાન નથી? આ ઉઘરાણાઓ કોણે કર્યા, કેટલાના કર્યા એ તો તપાસ કચ્છમાં પણ થવી જ જોઈએ પરંતુ કોના ઈશારે કર્યા? તે પણ અહી ઉચ્ચ અધિકારીઓએ તપાસવાની વિશેષ જરૂરીયાત રહેલી છે. હાલમાં ગાંધીધામના વેપારીના અપહરણકાંડમાં ઝડપાયેલા સસ્પેન્ડેડ એએસઆઈ કિરિટે સ્મગલીંગ યુકત સોપારીમા પોણા ચાર કરોડના તોડને અંજામ આપ્ય જ હતો ને? શું કોઈ એએસઆઈ આર રીતે એકલો આટલી હિમત કરી જાય ખરો? પરંતુ આ પોણા ચાર કરોડની તોડમાં કોની કોની, કયા કયા અધિકારીની કીરીટસિહ સાથે ભાગબટાઈ હતી? કીરીટ કોના ઈશારે આટલી મોટી હિમંત કરી ગયો? તે પણ તપાસ થવી જ જોઈએ.ગુજરાતમાં બમણાથી વધુ ભાવે વેચાતી વ્હિસ્કી, બિયરને ખરીદવાથી માંડી વેચાણ સુધીનું બૂટલેગરોનું નેટવર્ક ગુજરાત સરકાર કરતાં પણ વધુ મજબૂત છે. ગાંધીનું ગુજરાત ધીમે ધીમે ઝૂમ બરાબર ઝૂમ એટલે કે દારૂ અને ડ્રગ્સની નશાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે. દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાં કે વેચનારાં પૈસા ફેંકી તમાશા કરી રહ્યાં હોય તેવી સ્થિતિ વચ્ચે સરકાર અને સરકારી તંત્ર કામગીરી કરતાં હોવાના દેખાડા કરી રહ્યાં છે. અહી યાદ અપાવી શકાય કે, સાજણ આહીર જે મોટો બુટલેગર અનિલ પંડયાના વિવાદમાં ઝપ્ટે ચડી ગયો છે તે જ અનિલ પંડયા અને પવનસિંહ કચ્છમાં પુના-અનોપ-અનવઘણ જેવા બુટલેગરોને દારૂ સપ્લાયર કરનાર હોવાનુ કહેવાય છે. એટલે તપાસ થવી જોઈએ કે, કચ્છના ખાખી બેડામાં ડબલ ગેમ રમનારા સાજણ આહીર જેવા કેટલા અને તે બધાયની સાફસુફી કયારે? તે સવાલ ઉઠવો સમયનો તકાજો જ કહી શકાય તેમ છે.

Comments