મહિલાઓની પ્રતિભાને પ્લેટફોર્મ પૂરું પાડવા ભુજમાં યોજાયો એક્ઝિબિશન
ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફલેમિંગો દ્વારા કરાયું આયોજન
ભુજ : ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા કલાકૃતિ રાખી મેલા એક્ઝિબિશનનું લાયન્સ હોલ ખાતે આયોજન કરાયું હતું. મહિલાઓને, ધનવંતરી સ્કૂલ અને કેસીઆરસીના સ્પેશિયલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓને પ્લેટફોર્મ મળી રહે એવા આશયથી આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. એક્ઝિબિશન ધન્વંતરી સ્કૂલનાં વિદ્યાર્થી, કેસીઆરસીના વિદ્યાર્થી, ઇન્નરવ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહ અને કચ્છ ભાજપ મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર દ્વારા ખુલ્લુ મુકાયું હતું. રોટરી કલબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ ધવલભાઈ પાઠકે હાજરી આપી હતી. પ્રમુખ વિશ્વા ધલે મહેમાનોને આવકાર્યા હતા. મંત્રી ફાલ્ગુની પારેખ દ્વારા આવેલ મહેમાનને તુલસીના કુંડા સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ એક્ઝિબિશનના પ્રોજેક્ટ ચેરમેન પંક્તિ મહેતા અને પ્રીતિ શેઠ હતા. એક્ઝિબિશન દરમિયાન જરૂરિયાતમંદ પરિવારને પ્રમુખ વિશ્વા ધલ તરફથી રાશનની કીટ આપવામાં આવી હતી. સંચાલન પંક્તિ મહેતાએ કર્યું હતું. આભારવિધિ શારદા ઠક્કરે કરી હતી. ક્લબના સભ્ય આઈપીપી નેહા પુજારા, કૃપા જોશી, દિપા શાહ, રીટાલી ગણાત્રા, શાંતુ મહેશ્વરી, આરતી શાહ, મનોરમા દાવડા, ભૈરવી સચદે, હેતલ બારોટ, સોનુ કોઠારી, કૃપાલી સોની, મનીષા મોરબીયા, નયના ઝાલા, મનીષા સોલંકી, અફસીન મેમણ, નિર્મલા હાથી, વૈશાલી શાહ હાજર રહ્યા હતા.
----

Comments