Trending News
સ્થાનિક સમાચાર

ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાંત ડોકટર દ્વારા વક્તવ્ય યોજાયો 

28 July


ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા લોહીના કેન્સર અને લોહીના રોગ જેવી બીમારી માટેનો સમાજમાં જાગૃતિ લાવવા અંગે નો વક્તવ્ય


ભુજ : ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા ડો. આકાંક્ષા ગર્ગ કે જે હિમેટોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડોક્ટરનું વક્તવ્ય રાખેલ હતું. ઝાયડસ હોસ્પિટલના કેન્સર વિભાગના મેનેજર સાગર મોદી આવેલ હતા અને કચ્છ રીજનલ મેનેજર મનમીતભાઈ જાનીનું સહકાર મળેલ હતું. ઇન્નરવ્હીલ ભુજ ફ્લેમિંગો અને રોટરી ફ્લેમિંગોનો મુખ્ય હેતુ કેન્સર અંગેની સમાજ માં જાગૃતિ લાવવા માટેનો હતો. દીપ પ્રાગટ્ય ઇન્નરવ્હીલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહ, પ્રમુખ વિશ્વા ધલ, આઈ પી પી નેહા પૂજારા, રોટરી ફ્લેમિંગો પ્રમુખ ધવલભાઈ પાઠક, મંત્રી દિનેશભાઈ રામાનુજ, હેમલતાબેન ગોર, ડો આકાંક્ષા ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. લોહીના કેન્સર તેમજ લોહીથી થતા રોગો અંગેની માહિતી ડોક્ટર આકાંક્ષાબેન ગર્ગ દ્વારા આપવામાં આવી વક્તવ્યનો લાભ ૧૨૫ જેટલાએ લીધો હતો. ઇન્નરવ્હીલના સભ્યો આઈએસઓ શાંતુ મહેશ્વરી, વાઈસ પ્રેસિડન્ટ શારદા ઠક્કર, સીસી વર્ષા ઠક્કર, પૂર્વ પ્રમુખ દીપા શાહ, કૃપા જોશી, પ્રીતિ શેઠ અને કલબના સભ્યો ભૈરવી સચદે, મનોરમાના દાવડા, પંક્તિ મહેતા, સોનુ કોઠારી, પ્રિયા સોની, કૃપાલી સોની, નયનાબેન ઝાલા વગેરે હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સમગ્ર સંચાલન અફસીન મેમણ એ કરેલ હતું. રોટરી ફ્લેમિંગોના ઘણા સભ્યો હાજર રહેલ હતા. તંત્રી વર્ષા ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
-----------

Comments

COMMENT / REPLY FROM