જૈન મહાજન હંમેશા માનવસેવા અને જીવદયામાં અગ્રેસર રહ્યો છે : વિનોદભાઈ ચાવડા
કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત કચ્છના સમસ્ત જૈન સમાજના પ્રતિભાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
ભુજ : ભારતીય જૈન સંગઠન કચ્છ દ્વારા પ્રતિભા સ્પોટ લાઈટ - ૨૦૨૫ ના કાર્યક્રમનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું અને જેમાં સમગ્ર કચ્છ ના ખૂણે ખૂણે થી જૈન સમાજ ના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રતિભા સ્પોટ લાઈટ - ૨૦૨૫ માં ધોરણ ૧૦ થી ઉપરના ૭૦% ટકા થી વધુ માર્ક મેળવેલ ડિગ્રી સુધીના યુવાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ૪૪૦ પ્રતિભાઓને સન્માનવા માં આવ્યા હતા જેમાં ૧૨૦ પ્રતિભાઓ એ ૨૦૨૫ માં ડીગ્રી મેળવેલ નુ સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પ્રસંગે બીએપીએસ મંદિરના પૂજ્ય સંત આત્મતૃપ્ત સ્વામી, પૂજ્ય સરલ મુની સ્વામી તથા ભુજ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક મંગલ સ્વામી સમારોહ અધ્યક્ષ મનીષભાઈ મોરબીયા ઉદઘાટા રમેશભાઈ જેઠાલાલ મોરબીયા મુખ્ય મહેમાન કરછ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા કરછ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમી ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણીયા કચ્છ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર શ્રી મોહનભાઈ પટેલ યસ બેન્કના પૂર્વ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ ભેદા ભુજ સાત સંઘના પ્રમુખ શ્રી સ્મીતભાઈ ઝવેરી શ્રી કમલેશભાઈ સંઘવી આરાધના ભવનના અધ્યક્ષ શ્રી કમલભાઈ મહેતા કવિઓ મહાજન ભુજ ના અધ્યક્ષ શ્રી જીગરભાઈ છેડા વીબીસી સમાજના પૂર્વ પ્રમુખ ભોગીલાલ મહેતા મુખ્ય દાતા પરિવારના ધન લક્ષ્મીબેન યક્ષ મંદિરના ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ ગમારા કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી તાપસ શાહ, શહેરના મહામંત્રી શ્રી જીગરભાઈ શાહ, ગાંધીધામના પૂર્વ નગરપતિ તેજસ શેઠ, ભુજના કાઉન્શીલર શ્રી ધીરેનભાઈ લાલન, માકપટ સમાજના પ્રમુખ કેતનભાઇ શાહ મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભુપેન્દ્રભાઈ મહેતા ભુજ માકપટ સમાજના પ્રમુખ જયેન્દ્રભાઈ શાહ વીબીસી મોટા સમાજના ઉપ-પ્રમુખ મહેશભાઈ મહેતા આઠકોટી મોટી પક્ષના પ્રમુખ વિનોદભાઈ મહેતા તપગરછ સંઘ પ્રમુખ કિર્તીભાઈ શાહ આઠકોટી નાની પક્ષ ના પ્રમુખ નીતીન મહેતા કચ્છ દશા શ્રી માળી સમાજના પ્રમુખ નિલેશ મહેતા કટારીયા તીર્થના મંત્રી રાજેશ કુબડીયા ભુજ યુવા ગ્રુપ પ્રમુખ અમિત શાહ માકપટ યુવા ગ્રુપ પ્રમુખ કેયુર શાહ છ કોટી જૈન સંઘ ભુજના મંત્રી ભદ્રેશ ભાઈ દોશી મુન્દ્રા પાંજરાપોળ ના પ્રમુખ નવીનભાઈ મહેતા સેવનતીભાઈ દોશી વર્ધમાન નગર એસોસિયનના પ્રમુખ રાહુલ મહેતા જૈન સમાજના આગેવાન ધર્મેન્દ્રભાઈ કચ્છી મંત્રી રચનાબેન શાહ તેરાપંથ સંઘના પ્રમુખ વાડીલાલ મહેતા વગેરે કચ્છ ભરના જૈન સમાજના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યદાતા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા પરિવાર હસ્તે રમેશભાઈ મોરબીયા ( જે જે સી સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ), અનશન વ્રત ધારી જૈન સમાજ રત્ન શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડા ( હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા ) અને ખંડોર હિંમતલાલ માવજીભાઈ પરિવાર માધાપર રહ્યા હતા. જેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
કરછ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતું કે જૈન મહાજન હંમેશા માનવસેવા અને જીવદયામાં અગ્રેસર રહ્યો છે આજે પણ કોઈ એક નાનકડા ગામમાં જો કોઈ એક જૈન પરિવાર હોય તો આખા ગામ માટે આશાનું કિરણ હોય છે તેમણે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવેલ તેમજ આ ભગીરથ આયોજન માટે હિતેશભાઈ ખંડોર અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ. કરછ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ એ જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓને જીવદયા અને માનવસેવા ના સંસ્કારો સાથે સતત પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવેલ બીજાનું ભલું કરશો તો આપણું ભલું થશે એ સિદ્ધાંતની વાત કરેલ તેમજ દરેક યુવાઓ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત થવા કહેલ . હાર્દિકભાઈ મામણીયા એ જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા તેમજ સારું અને વધુ સારું એ બે માંથી વધુ સારું થાય તે માટે મહેનત કરવા પ્રેરણા આપેલ હતી તથા યુવાનોને રોજગાર બિઝનેસમાં મદદરૂપ થવા ખાતરી આપેલ હતી.
અધ્યક્ષ મનીષભાઈ મોરબીયા એ જણાવ્યુ હતું કે જૈન સમાજ નો આ ઐતિહાસિક કાર્યક્રમ આવતા દિવસોમાં સમાજ માટે ખૂબજ પ્રેરણાદાયક બની રહેશે તેમજ આવતા વર્ષ માટે રૂપિયા ૨.૫૧ લાખ અનુદાનની જાહેરાત કરી હતી. કવિઓ મહાજન ભુજ ના અધ્યક્ષ શ્રી જીગરભાઈ છેડા એ જણાવ્યુ હતું કે જૈન સમાજના વિવિધ ગચ્છ અને વિવિધ સંપ્રદાયને એક મંચ પર લાવીને સમગ્ર જૈન સમાજની એકતા માટે હિતેશભાઈ ખંડોર મ્ત્નજી માધ્યમથી જે પ્રયત્નો કરી રહ્યા છે તે માટે અભિનંદન પાઠવેલ હતા તેમ જ જરૂર પડે ત્યારે સહકારની ખાતરી આપેલ હતી આવતા વર્ષે માટે ભોજન ના દાતા તરીકે સહયોગની જાહેરાત કરેલ હતી. યસ બેન્કના પૂર્વ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ ભેદા એ જણાવ્યુ કે વિદ્યાર્થીઓને તલસ્પર્શી માર્ગદર્શન આપેલ હતું તેમણે ખાસ હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવા પર ભાર મુકેલ હતો સ્લાઈડ શોના માધ્યમથી વિવિધ ઉદાહરણો દ્વારા સતત પોઝિટિવ થીંકીંગ રાખવા માટે તેમજ કોઈપણ કાર્ય મારાથી થઈ જ જશે તેવું વિચારવા પર ભાર મુકેલ હતો.
બીજેએસ અધ્યક્ષ હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે કચ્છના સમસ્ત જૈન સમાજના યુવાઓ આવતા દિવસોમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન આપે આ કાર્યક્રમ થી સમસ્ત કચ્છ જૈન સમાજને એક મંચ કરી સમગ્ર કચ્છના વિકાસ અને સેવા કાર્યમાં હંમેશા કચ્છ જૈન સમાજે મહાજન તરીકેની ભૂમિકા ભજવી છે તે વધુ વેગવાન બનાવવામાં આવશે. બકરી ઈદના દિવસ કરુણા દિન તરીકે મનાવવામાં આવશે જેમાં દરેક સમાજને જોડવામાં આવશે આવતા વર્ષે સમસ્ત જૈન સમાજનો ૫૦૦૦ લોકોનું સંમેલન, પ્રતિભા સન્માન, વ્યક્તિ વિશેષ સન્માન એમ અપગ્રેડ કરી કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી તેમજ જૈન સમાજના દરેક યુવા યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી નિધીબેન કુબડીયાએ જૈન સમાજના યુવાયુવતીઓને ક્લાસ ૧,૨,૩ કોમ્પિટિટિવ એક્ઝામ માટે માર્ગદર્શન આપ્યું હતું સહકારી ક્ષેત્રે આ એક્ઝામ આપવા જૈન સમાજના યુવાનોને અપીલ કરી હતી. મુન્દ્રા સમસ્ત જૈન સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ મહેતા એ ૧ લાખ રૂપિયા ની દાન ની જાહેરાત કરેલ.
સંસ્થાના મંત્રી રાજન મહેતાએ કચ્છના નવ શહેર અને તાલુકા ની ટીમો ની જાહેરાત કરી હતી ભુજ શહેર વુમનવીંગ, ભુજ તાલુકા, માધાપર, વર્ધમાન નગર, માંડવી, માંડવી વુમનવીંગ, અંજાર, નખત્રાણા, મુન્દ્રા મધ્યે બીજેએસના પદાધિકારી અને કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. બીજેએસના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિના નામ માંડવી મહિલાવિંગ દિપાલીબેન સંઘવી, નખત્રાણા તાલુકા ચેપ્ટર જીત ડી શાહ, વર્ધમાન નગર ચેપ્ટર હસમુખ એન વોરા, ભુજ મહિલાવિંગ ગીતાબેન મુકેશભાઈ પારેખ માંડવી ચેપ્ટર જુગલભાઈ સંઘવી, અંજાર ચેપ્ટર દર્શનભાઈ બી શાહ, મુન્દ્રા ચેપ્ટર હિરેનભાઈ સાવલા, ભુજ તાલુકા ચેપ્ટર કેતનભાઈ જે શાહ, માધાપર ચેપ્ટર પ્રકાશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિભા સ્પોટ લાઈટ ૨૦૨૫ ની સમિતિ કેતન શાહ, વિનેશ શાહ, હિરેન પાસડ , સુમિત કુબડીયા, કલ્પેશ મહેતા, ઉદય સંઘવી, મહેશશાહ નીરવ મહેતા, રોહિત મહેતા, રાજન મહેતા, કૈલાશ મોતા એ જહેમત ઉઠાવી હતી. શિક્ષણ સન્માનનું સંચાલન વિનેશશાહ, અને હિરેસ્ન પાસડે કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત નવકાર મહામંત્ર થી ચેતનાબેન નરેન્દ્રભાઈ શાહ એ કરેલ હતી સ્વાગત ગીત લતાબેન કાંતિલાલ વોરા એ રજુ કરી સ્વાગત કર્યું હતું સંસ્થાના મહામંત્રી કૌશલભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું કાર્યક્રમ નું સંચાલન કેતનભાઈ શાહે કર્યું હતું
કાર્યક્રમ ને સફળ બનાવવા બીજેએસ જિલ્લા મહામંત્રી નીરવભાઈ શાહ, નિતિનભાઈ મહેતા, દીપેશભાઇ મહેતા, રાહુલભાઈ મહેતા, હસમુખ મહેતા, જતિનભાઈ દોશી, હર્ષ શાહ, મુકેશ શાહ, મુકેશ સંઘવી એ જહેમત ઉઠાવી હતી.
-------------------------

Comments