Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર કેમીકલ હોનારતની આશંકા : તંત્ર કુંભકર્ણિ નિદ્રામાં : ફરી કન્ટેનર પલટયું : કલાકો સુધી ટ્રાફિકજામ

28 July

આજે વહેલી સવારની ઘટના : જાગો નહી તો મોટી દુર્ઘટના સર્જાશે



ખાટલે મોટી ખોટ : આરતી ઈન્ડસ્ટ્રીઝ નજીક પરોઢે કેમીકલ ભરેલ ટેન્કર પલટયુ, પાછલા ટુંકા ગાળામાં આ માર્ગ પર ટેન્કર પલટયા, કેમીકલ રોડ પર ઢોળાયાની પુનરાવર્તિત રીતે બની રહી છે ઘટના, વાહનો સ્લીપ થવા, એક સાથે વધુ વાહનોના મોટા અકસ્માતો થવાની તંત્રને ઈંતેજારી છે કે કેમ? હેઝાર્ડીયસ કેમીકલ ભરેલા ટેન્કરોની અહીથી થાય છે હેરફેર, કયારેક તે ટેન્કરો પલટયા અને આગ લાગી કે ધડાકા થયા, આગળ પાછળના પેસેન્જર વાહનોને ઝપટમાં લઈ લીધા તો હોનારતની સ્થિતીનો ચિત્તાર જ કંપાવી જાય તેમ છે, શું તંત્રને આવી કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ આવા ઘટનાક્રમોને રોકવા અથવા તો નિષ્કાળજી તથા આવગડતવિનાના ડ્રાયવરો પાસેથી આવા સંચાલકો અટકાવાવની છે ઈતેજારી..!


પરોઢે સર્જાઈ ઘટના,  ચાલકને તાબડતોડ હોસ્પિટલ લઈ જવાયો : મુસાફરો અને સ્થાનિકો ભારે હાલાકીનો બન્યા ભોગ : હાઈવે સલામતી સામે ફરી વધુ એક વખત સર્જાયા મોટો સવાલે



ગાંધીધામ : કચ્છના ભચાઉ -ગાંધીધામ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભચાઉ નજીક આવેલી આરતી ઈન્ડસ્ટ્રીઝ પાસે એક કન્ટેનર અચાનક પલટી જતાં હાઈવે પર લગભગ ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનરના ચાલકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આજે સવારે ભચાઉ-ગાંધીધામ હાઈવેના આરતી ઈન્ડસ્ટ્રીઝ નજીકના વિસ્તારમાં બની. કન્ટેનર, જે ભારે માલસામાન લઈને જઈ રહ્યું હતું, તે અજાણ્યા કારણોસર નિયંત્રણ ગુમાવીને રસ્તા પર પલટી ગયું. આ ઘટનાને પગલે હાઈવેના બંને માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ, જેના કારણે મુસાફરો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી અને ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો શરૂ કર્યા. કન્ટેનરને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી, અને થોડા કલાકોની જહેમત બાદ હાઈવે પર ટ્રાફિક ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો.અકસ્માતમાં કન્ટેનરના ચાલકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસ અને રાહત ટીમે ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ચાલકની ઓળખ અને તેની હાલત વિશે હજુ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ પોલીસે જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે.આ અકસ્માતને કારણે ભચાઉ-ગાંધીધામ હાઈવે પર લગભગ ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ માર્ગ કચ્છના મુખ્ય વ્યાપારિક અને ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે, જેના કારણે અહીં વાહનોની અવરજવર હંમેશા વ્યસ્ત રહે છે. અકસ્માતને કારણે ઘણા વાહનચાલકો અને મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી. હાઈવે પેટ્રોલિંગ ટીમની ઝડપી કામગીરીને કારણે ટ્રાફિક ફરીથી શરૂ થઈ શક્યો, 
પરંતુ આ ઘટનાએ હાઈવેની સલામતી અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM