Trending News
સ્થાનિક સમાચાર

આંગડીયા સંચાલક અપહરણકાંડના આરોપીઓને ગાંધીધામ જેલમાં તો ન જ રખાય : પૂર્વ કચ્છ પોલીસતંત્ર ધ્યાને લે....!

28 July

નવી મુસીબતો ઉભી થતી અટકાવી હોય તો 




બંદુકના નાળકે ભરચક વિસ્તારમાથી ભરબપોરે વેપારીનું અપહરણ ખંડણી માટે કરનારા ખંડણીખોર તત્વોએ આખાય આયોજનબદ્ધ ષડયંત્રને જેલમાં જ સ્વરૂપે આપ્યુ હોય, પૂર્વ નિયોજીત કાવતરૂ ઘડયુ હોવાની ગંધ પ્રાથમિક તપાસમાં સામે આવતી વેળાએ સુચક લાલબત્તી


ગાંધીધામને બીજું ગોંડલ બનાવવા માંગે છે અ માફીયાઓ : 
કંડલા ઝોનમાં પણ કરી રહ્યા છે પગપેશારો, પરંતુ આ લફંગા-આવારા તત્વોને ખબર નથી કે, આ ધરતી પર હજુ સુધી કોઈ ડોન બની શકયુ નથી અને બનવાનું પણ નથી


હિતુભા, કીરીટ, મયુર સહિતનાઓ અલગ અલગ ગુનામાં ગાંધીધામ જેલ ખાતે જ ભેગા થઈ અને આખાય અપહરણકાંડને અંજામ આપી દીધો હોવાની ચર્ચા છે, હવે જો ફરીથી તેમને આ જ જેલમાં રાખવામાં આવશે તો પુનઃ કાયદાને પડકાર ફેકતા આથીય મોટા કોઈ ગુનાના ષડયંત્રનો પ્લાન નહી ઘડી લે તેની શું ખાતરી? ૪ કરોડના તોડકાંડનો સસ્પેન્ડેડ એએસઆઈ, લાખોના સોયા-ચોખા ચોરીનો ગુનેગાર અને મર્ડરના કેસનો શખ્સો ખંડણીનું પ્લાન જો જેલમાથી બનાવી લેતા હોય તો બીજો એથીય ગંભીર ગુનો રચતા કયાં અટકવાના હતા જ ? : પૂર્વ કચ્છ પોલીસ નામદાર અદાલતમાં જયારે વાત રજુ કરે તો આ વિષયો પર ખાસ ભાર આપે


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં થોડા સમય પહેલા જ ભરબપોરે ભરચક વિસ્તારમાથી આંગડીયા પેઢીના સંચાલકનું બંદુકના નાળચે અપહરણ કરી જવામા આવ્યુ હતુ. આ ઘટનાથી ગાંધીધામથી લઈ અને ઠેર ઠેર ખળભળાટી જ મચી જવા પામી હતી. જો કે, પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર કેસમાં સુચારૂ રીતે સંકલન સાંધી અને ગણતરીના સમયમાં જ વેપારીને તો અપહરણકારોની ચુંગાલમાથી છોડાવી લેવામા આવ્યો હતો અને આ કેસમાં ત્રણ જેટલા શખ્સોની ધરપકડ પણ કરી લેવામા આવી છે. જેની ધરપકડ કરાઈ છે તે શખ્સો અગાઉ બહુચર્ચિતપ્રકરણોમાં સંડોવણી ધરાવી જ રહ્યા હોવાનુ પણ ખુલી રહ્યું છેે. પોણા ચાર કરોડની સોપારી તોડકાંડમા સસ્પેન્ડેડ એએસઆઈ કીરીટસિંહ છે, બીજો મયુર કે જે લાખોના ચોરાઉ મુદામાલના વાડાઓમાં અગાઉ ચકચારી રહી ચુકયો છે તો ત્રીજો હીતુભા જે હજુય ફરાર છે તે પણ ગંભીર ગુનામાં મોરબીમાં અને તે બાદ ગાંધીધામ જેલમાં સજા ભોગવી ચૂકયો છે.
 આ ત્રણેની ધરપકડની સાથોસાથ જ સમગ્ર અપહરણ કાંડની ઘટનાને લઈને વિવિધ ચર્ચાઓએ પણ વેગ પકડયું છે. જેમાં કહેવાઈ રહ્યુ છે કે, કેતન કાકરેંચાનું અપહરણ કરાયુ તેનો આખોય પ્લાન જેલમાં જ ઘડવામાં આવ્યો હતો. આ વાત સાચી છે કે નહી તેની તથ્યાતાઓ તપાસના અંતે કદાચ બહાર આવશે પરંતુ ખરેખર જો આવા ગંભીર ગુનેગારો જેલમાં બેઠા બેઠા પણ અપહરણ અને ખંડણી જેવી ગંભીર ઘટનાઓ-ગુનાઓને અંજામ આપવાનો કારસો ઘડી શકતા હોય તો હવે તો તેમને ગાંધીધામની જેલમા ન ધકેલવા જોઈએ.હવે જો ફરીથી તેમને આ જ જેલમાં રાખવામાં આવશે તો પુનઃ કાયદાને પડકાર ફેકતા આથીય મોટા કોઈ ગુનાના ષડયંત્રનો પ્લાન નહી ઘડી લે તેની શું ખાતરી? ૪ કરોડના તોડકાંડનો સસ્પેન્ડેડ એએસઆઈ, લાખોના સોયા-ચોખા ચોરીનો ગુનેગાર અને મર્ડરના કેસનો શખ્સો ખંડણીનું પ્લાન જો જેલમાથી બનાવી લેતા હોય તો બીજો એથીય ગંભીર ગુનો રચતા કયાં અટકવાના હતા. પૂર્વ કચ્છ પોલીસતંત્ર જયારે અપહરણ-ખંડણીકેસની તપાલ ચલાવી જ રહી છે ત્યારે આ બાબતોની ખાસ ધયાન રાખે તે જરૂરી છે. તજજ્ઞો કહી રહયા છે કે, તપાસનીશ જયારે નામદાર અદાલતમાં જાય ત્યારે અપહરણકેસનાઆરોપીઓને ગાંધીધામની કોર્ટમાં ન રાખવાનાકારણોની રજુઆત અભ્યાસપૂૃવક કરે તે ખુબજ અનિવાર્ય છે. જો સંકુલમાં ફરીથી કોઈ મોટી મુસીબત ઉભી ન કરવી હોય તો આંગડીયા સંચાલકના અપહરણકારોને ગાંધીધામની જેલથી અન્યત્ર જ રાખવાની દીશામાં વિચાર કરવો જોઈએ.



....................


ગાંધીધામ વેપારી અપહરણકાંડમાં તપાસ ગતિમય

આંગડીયા માલિકના અપહરણ કેસમાં મુખ્ય સુત્રધાર સહિતનાઓ પકડવાની કવાયત શરૂમાં : બે શખ્સો જેલ હવાલે, એક રીમાન્ડ હેઠળ, પુછતાછ સાથેની આગળની ટેકનીકલ તપાસ ચાલુમાં


ગાંધીધામ : તાજેતરમાં જ ગાંધીધામમાં આંગડીયા સંચાલકની ભરબપોરે ભરચક વિસ્તારમાથી બંદુકના નાળચે અપહરણ કરવમાં આવ્યુ હતુ. જેમાં પૂર્વ્‌ કચ્છ પોલીસે સંકનલભરી કામગીરી કરી અને ગણતરીના કલાકમાં વેપારીને અપહરણકારોની ચુંગાલમાથી છોડાવી અને આરોપીઓને પણ પકડી પાડયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી પૂર્વ એએસઆઈ કીરીટસિંહ ઉપરાંત અન્ય બેને પોલીસે દબોચી લીધા છે. જેમાથી બે શખ્સો જેલહવાલો છે જયારે એકના નવ દીવસના રીમાન્ડ ચાલી રહ્યા છે. આ મામલે તપાસનીશ અધિકારીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ટેકનીકલ અન્ય આરોપી તથા મુખ્ય સુત્રધાર હિતુભા સહિતનાઓને પકડવાની કવાયત પુરજોશમાં ચાલી રહી છે. પોલીસ તમામ એંગલથી આ કેસમાં આગળની તપાસ ચાલાવી રહી હોવાનુ એ ડીવીઝનના પીઆઈ શ્રી ચૌધરીએ જણાવ્યુ હતુ. 

Comments

COMMENT / REPLY FROM