Trending News
સ્થાનિક સમાચાર

આદિપુર-ગાંધીધામમાં બુટલેગરો શરૂ કરી હોમ ડીલીવરી : પૃથ્વી ઉર્ફે લાલો-ટીચકુ-ગોલુ-રાહુલ-તરૂણનો ધીકતો ધંધો..!

27 July




જોડીયા નગરોમાં ટુ વ્હીલર્સ વાહનોથી થોડી થોડી બોટલો ડીમાન્ડ અનુસાર વેંચવાનો કીમીયો શરૂ : આદિપુરમાં સંતોષી માતાનામંદીર, રાજનગર, જનતા કોલોની, મણીનગર-કેસરનગર-જીઆઈડીસી સહિતના એરીયામાં બુટલેગરો કયાંક સ્કુટી તો કયાંક એકસેસ બાઈક પર માંગો તેવી ડીલીવરી દારૂની કરી દીધી છે બિનધાસ્ત : ખાખી કેમ અંધારામાં?

આદિપુરમાં પૃથ્વી ઉર્ફે લાલાના દારૂના અડ્ડા પર તો એસએમસી પણ ત્રાટકી ચૂકી છે, છતા બેખોફીથી હજુ પણ તે કરી રહ્યો છે વેંચાણ : કોની છત્રછાયા?



ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર દારૂબંધીની સજજડ અમલવારીના પ્રયાસો કરી રહી છે તો બીજીતરફ ઠેર ઠેર કરોડોનો દારૂનો જથ્થો ઝડપાતો હોવાથી દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. કચ્છમાં પણ હાલમાં પશ્ચીમ કચ્છમાં વીક્રમજનક કરોડોના દારૂના જથ્થા પકડાયા છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છમાં જોડીયાનગર આદિપુર અને ગાંધીધામમાં પણ દારૂની રેલમછેલ થવા પામતી હોવાનીચર્ચાઓ સામે આવી રહી છે. એટલુ માત્ર જ નહી પણ ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ હવે તો અમુક બુટલેગરોએ જોડીયાનગરમાં હોમ ડીલીવરી કરવાની શરૂ કરી દીધી હોવાનુ પણ ચર્ચાય છે. 
કહેવાય છે કે આદિપુરમાં પૃથ્વી ઉર્ફે લાલાનો મોટો અડ્ડો ચાલી રહ્યો છે. સંતોષી માતાના મંદીરના વિસ્તારની આસપાસમાં આ પૃથ્વી ઉર્ફે લાલો પોઈન્ટ રાખી અને હોમડીલીવરીની સેવાઓ પણ કરી રહ્યો છે. જાણકારો કહે છે કે, એસએમસી થોડા સમય પહેલા જ આદિપુરમાં આ પૃથ્વી ઉર્ફે લાલાના પોઈન્ટ પર સફળ કેસ કરી ચૂકી છે. છતા તેને કોઈ ફર્ક પડયો નથી. ઉપરાંત આખા આદિપુરમાં એકટિવા પર કમલુ ડીલીવરી આપવા જતો હોવાનુ કહેવાય છે. જયારે કે ગોલુ નામનો બુટલેગર એકસેસ બાઈક પર ડીલીવરી કરી રહ્યો છે. રાજનગરમાં ડીગુ, રવિવારજ જયારે જનતા કોલોની વિસ્તારમાં તરૂણ ઉર્ફે ટીચકું ડીલીવરી કરી રહ્યો હોવાનુ મનાય છે. મણીનગર-કેસરનગર વિસ્તારમાં જીગર ટુ વ્હીલરથી દારૂની માંગો તેવી ડીલવરી કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. જીઆઈડીસી એરીયામાં રાહુલ જે ટીવીએસ સ્કુટીમાં દારૂનું વેંચાણ કરીરહ્યો છે. અહી સવાલ એ થાય છે કે આ તમામ દારૂની હોમડીલીવરી કરનારાઓના નામ-ઠામ સામાન્ય પ્યાસીઓ પાસે ફરી રહ્યા છે પરંતુ લાગતા વળગતા ખાખીધારીઓ તેનાથી અજાણ  દર્શાય છે? તેના પાછળનું રહસ્ય શું છે?


 

Comments

COMMENT / REPLY FROM