Trending News
સ્થાનિક સમાચાર

પુરીથી ગાંધીધામ આવતી ટ્રેનમાં મહારાષ્ટ્રના ભંડારા પાસે ૬.૩૪૮ કિલો ગાંજો ભરેલી બિનવારસુ બેગ પકડાઈ

27 July



ટ્રેનમાં આરપીએફ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે બિનવારસુ બેગમાં માલ મળ્યો : અવાર-નવાર ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં ગાંજાની હેરફેરના મામલા સામે આવી ચૂક્યા છે 

ગાંધીધામ : પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં અવાર-નવાર ગાંજો, ચરસ, હેરોઈન સહિતના ડ્રગ્સ પકડાય છે. ખાસ કરીને ટ્રેન મારફતે ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરી થવાના મામલા અનેક વખત સામે આવી ચૂક્યા છે ત્યારે પુરી - ગાંધીધામ વીકલી એક્સપ્રેસમાં એક બિનવારસી બેગમાંથી છ કિલો ૩૪૮ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. 
રેલ્વે પ્રોટેક્શન ફોર્સના ઇન્સ્પેક્ટર જનરલ કમ ચીફ સિક્યુરિટી કમિશનર મુન્નાવર ખુર્શીદ, રેલ્વે પ્રોટેક્શન ફોર્સના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર દીપચંદ્ર આર્ય, સાઉથ-ઇસ્ટ-મધ્ય રેલ્વે, નાગપુર ડિવિઝન, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ થાણા ભંડારા રોડના ઇન્સ્પેક્ટર એલિઝાબેથ પવાર, તેમના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ ઇશાંત દીક્ષિત, આર.કે. શ્રેષ્ઠા, આર. ખાપ્રે સાથે ટ્રેનમાં તપાસ કરતા હતા ત્યારે ટ્રેન નંબર ૧૨૯૯૪ પુરી-ગાંધીધામ વીકલી એક્સપ્રેસના સ્લીપર કોચ નંબર જી/૦૩ બર્થ નંબર ૩૩ હેઠળ શંકાસ્પદ અને બિનવારસી સ્થિતિમાં એક મરૂન રંગનો બેગ મળી આવ્યો. તે સમયે ટ્રેન ભંડારામાંથી પસાર થઈ રહી હતી. ટ્રેન નાગપુર સ્ટેશન પહોંચતા તેને નીચે ઉતારી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંજા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. તપાસ શરૂ કરતાં ૬ કિલો ૩૪૮ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો. તેની કિંમત ૧ લાખ ૨૬ હજાર ૯૬૦ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM