રાપર તાલુકાના બાલાસર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણા અને સાંસદ વિનોદભાઈ ચાવડા રહ્યા ઉપસ્થિત
રાપર : ૨૬ જુલાઈના દિવસે કારગિલ યુદ્ધ વખતે ભારતીય સેનાએ વિજય મેળવી તિરંગાને લહેરાવ્યો હતો. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર ખાતે સામાજીક સંસ્થાઓ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણા, સાંસદ અને ભાજપ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા મામલતદાર એચ.બી વાઘેલા, બાલાસર પીએસઆઇ વી.એ. ઝા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા, કૌશિક બગડા, કિશોર મહેશ્વરી, રામભાઈ ચૌહાણ, માયાભાઈ પૂંજાભાઈ ધૈડા, રાજેન્દ્યદ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા, ધૈડા દિલીપભાઈ, માયાભાઈ, રામજીભાઈ, રમેશભાઈ સહિત શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તેમજ આસપાસના સરપંચો, સામાજીક સંસ્થાઓ તથા ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા તથા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.
----------

Comments