કુખ્યાત ગેંગસ્ટરોની મિલકત જપ્ત કરનાર અંજાર PI અજયસિંહ ગોહિલનું ભવ્ય બહુમાન
અપરાધીઓના હાજા ગગડી જાય તેવી કાર્યવાહી કરનાર અધિકારીની હર્ષ સંઘવીએ પીઠ થાબડી, એસપી સાગર બાગમાર દ્વારા બોર્ડર વડાની ઉપસ્થિતિમાં પ્રશંસાપત્ર અપાયુ
પીઆઈ શ્રીગોહિલની રાજકોટ ગ્રામ્ય એલસીબી પદે પણ પ્રસંશનીય કામગીરી રહી હતી : તત્કાલીન પોલીસ કમિશ્નર મોહન ઝાએ પણ પીઆઈ અજયસિંહ ગોહિલની પીઠ થબથબાવી હતી
ગાંધીનગર : બોર્ડર રેન્જ વડા ચિરાગ કોરડિયા અને કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ કરછ પૂર્વ અર્થાત્ અંજારના ઇતિહાસમાં તમામ પ્રકારના અપરાધો જેના નામે પોલીસ ચોપડે બોલી રહ્યા છે, તેવી ક્રુ વિખ્યાત ગેંગના સભ્યો સામે ગુજસી ટૌકની આકરીકાર્યવાહી કરવા સાથે લાખો રૂપિયાની મિલકત જપ્ત કરવા જેવા નક્કર પગલા લેનાર અંજાર પીઆઈ અજયસિઁહ્ ગોહિલની કામગીરીથી પ્રભાવીત લોકો દ્વારા આ ઘટના વાયરલ કરવાની ઘટનાની ગુંજગાંધીનગર સુધી ગુંજી છે. ખુદ રાજ્ય કક્ષાના ગળમંત્રી હર્ષભાઈ સંઘવી દારા બોર્ડર વડા ચિરાગ કોરડીયાની વિશેષ ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવેલ. જેમના નેતળત્વમાં આ કામગીરી થયેલ છે તેવા કચ્છ પૂર્વના એસપી સાગર બાગમાર દ્વારા પણ પોલીસ ઇન્સ્પેક્ટર અજયસિહ ગોહિલની આવી કાબિલેદાદ કામગીરી પર આફ્રિન પોકારી તેમને વિશેષ પ્રશંસા પત્ર પાઠવવામા આવેલ છે. અત્રે એ યાદ રહે કે સાગર બાગમાર જ્યારે જેતપુર ખાતે શરૂઆતમાં હતા ત્યારે પણ પીઆઇ અજયસિહ ગોહિલ ટીમ દ્વારા અદભુત કામગીરી થયેલ. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચમાં પણ તેમની કામગીરીની તત્કાલિન પોલીસ કમિશનર મોહન ઝા દ્વારા પીઠ થાબડવા સાથે રાજકોટ ગ્રામ્ય ન્ઝ્રમ્ હોય કે રાજકોટ શહેર એકમાં તેમની કામગીરી થી છઝ્રમ્ વડા સાથે લોકોની પણ પ્રશંસા પેળવી હતી.

Comments