હું તો મરૂં તને વિધવા કરૂં : મથુરાનો ચોબો તો કુકર્મે કપાયો જ, અન્ય ચારની પણ તેના લીધે થઈ ગઈ બાદબાકી..!
દિલકે અરમાન આંસુઓ મે બહે ગયે.!
ગદ્વાર આણી ટોળકીના વધુ એક હવાતીયા પર પાણીઢોળ : હવે શેરહોલ્ડર્સ ઘણા જાગી ગયા છે, સરકારી ડાયરેકટરો પણ હવે જાગૃત અને કડક આવી ગયા છે, સભ્યોની નિમણુકનો ઠરાવ રદ થવાથી તમારી હવે કરીયાણાની દુકાનવાળો વહીવટ અહી નહી ચાલેનો પણ અપાઈ ગયો કડક સંદેશ
મહાનકંપનીમાં ડાયરેકટર પદ મેળવાના સપના કોના-કોના રોડાયાં..! : ગદ્વારના છાના ખેલ પર દિલ્હીના જાગૃત-બાહોશ-પ્રજાનિષ્ઠ સભ્યએ પાણી જ ફેરવી દીધું : હાલો, હાલો મારી રીક્ષામાં બેસી જાવ, કંપનીમાં તમને ડાયેકટર પદ અપાવી દંઉ, આવી હરખપદુડાવેળા કરનાર નારદમુનીની એકાદ મહીનાની મહેનત પર પણ ફરી ગયું પાણી : હવે તો ચૂંટણી પ્રક્રીયાઓમાંથી પસાર થવુ પડશે અને આ બધાયનું પાણી મપાઈ જશે : પાછલા અમુક સમયથી આચરેલા ભ્રષ્ટાચારનો હિસાબ લેવા શેરહેાલ્ડર્સ પણ થઈ ગયા છે જાગૃત
ગાંધીધામ : જાનમાં કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ બની ફરતા ગદ્વાર અણી ટોળકી અને ગદ્વારનો મુખ્ય કાંધીયો બની ફરતો મથુરાનો ચોબા સહીતનાઓને માટે લપડાક સમાન ઘટના ગત રોજ બનવા પાહી હોવાની ચર્ચા સંકુલમાં થવા પામી રહી છે. આ બાબતે વાત કરીએ તો શહેર-સંકુલની મહાન કંપનીમાં ડાયરેકટર બનવા મોઢું ધોઈને બેઠેલા મથુરાના ચોબાના મોઢે જાણે કે કાળો મેચ જ ચોપડાઈ ગયો હોય તેવી રીતે તેના સપના રોડઈ ગયા હોવાનો ઘટનાક્રમ બન્યો છે. વાત જાણે એમ બની છે કે, સંકુલની પ્રતિષ્ઠીત કંપનીમાં ગદ્વારના ચેલા અને મુખ્ય કાંધીયા સમાન મથુરાના ચોબા હું તો આ સંસ્થામાં ડાયરેકટર બની જ ગયો છુ તેવી ફાંકાફોજદારી કરતો ફરતો હતો, પરંતુ શિપીંગ વિભાગના કેન્દ્રીય સ્તરના જાગૃતઅને તટસ્થ તથા બાહોશ સરકારી ડાયરેકટર દ્વારા આ મથુરાના ચોબાની હવા ભરેલા ફુગ્ગાને જાણે કે ટાંકણી મારી દીધી હોય તેમ તેને ફોડી નાખ્યો છે. મથુરાનો ચોબો આ સંસ્થામાં ડાયરેકટર બનવાના અભરખાં ધરાવતો હતો, પોતાના ગુરૂગંટાલ ગદ્વારના મલીન ઈરાદાઓને પાર પાડવા મથુરાનો ચોબો અહી ડાયરેકટર તરીકે ગોઠવાઈ જાય તેવી છાની હરકતો આદરીને બેઠો હતો પરંતુ ગત રોજની આ કંપનીની બેઠકમાં સરકારી ઉપરાંતના ત્રણ ડાયરેકટરો દ્વારા આ બાબતે વિરોધ મત આપી અને ઐતિહાસીક તથા હિમંતભર્યુ કામ કરી દેખાડયુ છે અને તેનાથી મથુરાના ચોબાના અરમાન ડાયરેકટર બનવાના અધુરા જ રહી જવા પામ્યા છે. અહી સંકુલમાં ફિટકાર વરસાવતી વાત તો એ જ બની રહી છે કે, ન માત્ર મથુરાનો ચોબો બલકે તેની સાથે અન્ય ચાર ડાયરેકટર બનવા ઈચ્છુકોની વરણી પ્રક્રીયા પણ અટકી જવા જ પામી હોવાની સ્થિતી બની છે. આ પ્રકારના નિર્ણય મોકુફ થવા પાછળ મથુરાનો ચોબો જ કારણભુત બની જવા પામ્યો છે. ગદ્વાર અને મથુરાના ચોબા બન્નેના કુકર્મો તો આખુય સંકુલ જાણે છે, આવી મહાન પ્રતિષ્ઠીત કંપનીમાં મથુરાના ચોબા જેવા ગોઠવાઈ જાય તો પછી તો તેનુ નામુ નંખાઈ જવા માટે બાકી જ શું રહે..? આવી વિગતો કેન્દ્રીય સ્તરે સચોટ રીતે પહોચી જતા મથુરાના ચોબાને તો ડાયરેકટર પદે મુકતા અટકાવી જ દેવાયા છે પરંતુ તેની સાથે અન્ય ચારની પણ ઈચ્છાઓ આ મથુરાના ચોબા થકી અધુરી રહી જવા પામી હોય તેમ દર્શાય છે. હવે આ બધાયને આગામી એકાદ માસમાં જ આવી રહેલી ચુંટણી પ્રક્રીયાઓમાથી પસાર થવાની નોબત આવી ગઈ હોવાનુ દર્શાય છે. અને ચુંટણી જંગમા મથુરાનોચોબો ઉભો રહે તો તેનુ તો જાગૃત શેરહોલ્ડર્સજોડાના હારથી સ્વાગત કરવા
થનગની જ રહ્યા છે તે ખુદ મથુરાનો ચોબો બરાબરનુ સમજી રહ્યો છે એટલે ચુટણીમાં તો તેને ખુબજ ખરાબ હાર ખમવાનો વારો આવી શકે તેવી સ્થિતી છે. અને એટલે જ આ મથુરાના ચોબાના દિલના અહરમાન હવે આંસુઓ બનીને વહી રહ્યાની સ્થિતી સર્જી
રહ્યા છે.

Comments