Trending News
સ્થાનિક સમાચાર

અંજારના દેવળિયાનાકા પાસે વાહન હડફેટે આધેડનું મોત

26 July



જવાહરનગરની કંપનીમાં સીડી પરથી પટકાતા આધેડનો જીવ ગયો 

ભુજ : જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે. જેમાં અંજાર શહેરના દેવળિયાનાકા પાસે વાહન હડફેટે આધેડનું મોત થયું હતું, જ્યારે ગાંધીધામના જ્વાહરનગરની કંપનીમાં સીડી પરથી પટકાતાં આધેડનો જીવ ગયો હતો.
આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ દેવળિયાનાકા પાસે ગત ૧ર જુલાઈના રાતના ૧રઃ૩૦ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી અજાણ્યા ૪પ વર્ષિય આધેડને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. ઓળખ ન થતા પોલીસે સરકાર તરફે ફેટલનો ગુનો દાખલ કરાવ્યો છે. ઓળખ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 
દરમિયાન ગાંધીધામ તાલુકાના જવાહરનગરમાં સ્ટાર ગોલ્ડ કંપનીમાં બનાવ બન્યો હતો. મૂળ બિહારના પ૮ વર્ષિય નેપાલી ભાનુસિંહ ઠાકુર 
રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં કંપનીની સીડી પરથી પડી ગયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થતા એ-ડિવિઝન પોલીસમાં એડી દાખલ કરવામાં આવી હતી. જિલ્લામાં વધી રહેલા અપમૃત્યુના બનાવો ચિંતાજનક બાબત છે.

Comments

COMMENT / REPLY FROM