- તો માંડવીના વાંઢપટ્ટાની લો-ગ્રેડ બોકસાઈડ ચોરીકાંડમાં કચ્છના પૂર્વ IAS અધિકારી સુધી રેલો લંબાય!
ખનીજવિભાગ કડક-તટસ્થ-સરકાર હિતની કામગીરી કરે
પાવરનામાની ચકાસણીકરો, ભાગીદારોમાં કોણ કોણ છે?
જો ખરેખર કચ્છમાં સેવા બજાવી ગયેલા આઈએએસ અધિકારીની આ ખનીજચોરીમાં સીધી કે પરોક્ષ કાગળ પર પણ સંડોવણી આવતી હોય તો તેઓ જયારે કચ્છમાં ફરજ બજાવતા હતા તે સમયની જુની ફાઈલો પણ ખોલવી જોઈએ, હાલમાં આવી પ્રવૃતીઓમાં હોય તો સેવા બજાવતા હશે ત્યારે કેવા કેવા કાંડોને અંજામ આપ્યા હશે?
કચ્છ જિલ્લાનો વિકાસ કરનારા કયા પૂર્વ આઈએસએસ અધિકારીને ખનીજ તસ્કરીના બેનામી ધંધામાં પોતાનો વિકાસ કરવાની ઈચ્છા જાગી ગઈ? : જાણકારોમાંથી ઉઠતા સવાલા
રાજય સરકારમાં સનદી કક્ષાએ સેવાઓ કચ્છમાંથી જ ટોચના હોદાઓ પર બજાવી ચુકેલા અધિકારી પણ સરકારને જ ચુનો ચોપડવાની પ્રવૃતીઓમાં લીપ્ત હોય તે કેવી રીતે ચલાવાય? આ તો જથ્થો પકડાયો, જો આ રીતે અહી ખનીજ કાઢવાના કામ ત્રણ ચાર વરસથી ચાલતુ હશે તો તે ખનીજચોરીનો આંક જતો કેટલે હશે? : ભુજની પાર્ટીની સાથે મોરબીનો કયો શખ્સ સંકળાયેલ છે? અને મુળ મોરબી પાસેના ગામના જ કચ્છમાં સેવા બજાવી ગયેલા કયા આઈઅએસ અધિકારીની પણ સાયલન્ટ ભાગીદાર તરીકે રહી છે ભુમીકા? : જાણકારોમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો
લેટરાઈટ ખનીજચોરી મંજુરી લિઝ બહાર કરવામાં આવતી હોવાના કૌભાંડનો પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગે કર્યો હતો પર્દાફાશ : ૪ મશીનો, એક ટ્રક, અને ખનીજનો જથ્થો સિઝ કર્યાના પ્રકરણમાં ઉઠતા વિવિધ સવાલો
ગાંધીધામ : કચ્છના પેટાળમાં અલભ્ય ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે પરંતુ તેમાથી સરકારને જે આવક થવી જોઈએ એનાથી તો અનેક ઘણી રોયલ્ટી ચોરીઓ થવા પામી રહી છે. અને કચ્છમાં પણ આવા ઘટનાક્રમો સતત સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ તાજેતરમા જ માંડવી વિસ્તારના વાંઢ પટ્ટામાંથી ખાણખનિજ વિભાગ પશ્ચીમ કચ્છ દ્વારા પણ દરોડો પાડી અને ચાર મશીનો, એક ટ્રક અને ૧ર૦૦ ટન જેટલા લેટરાઈટનો જથ્થો પકડી પાડવામા આવ્યો હતો. આ પ્રકરણની તપાસ ચાલી જ રહી છે, પરંતુ વાહનો પર દંડની વસુલાત કરી લેવાઈ છે અને તેને મુકત કરી દેવાયા છે જયારે કે લીઝ બહાર થયેલ ગેરકાયદેસર ખનનવાળા લેટરાઈટનો જથ્થો હજુ પણ સિઝ જ રહેવા પામ્યો છે. આ લેટેરાઈટના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામા આવ્યા હોવાનુ દર્શાવાય છે.
તો વળી સમગ્ર પ્રકરણમાં બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, ૧૬ લાખનો દંડ જે કરાયો છે તે તો પાસેરામા પુણી સમાન જ બની રહેશે. અહી આ રીતે ખનીજ ખનન તો લાંબા
સમયથી ચાલીરહ્યુ હતુ. અને લો ગ્રેડ બોકસાઈટ દર્શાવાય છે પરંતુ બોકસાઈટ ખનીજ ગેરકાયદેસર ખનન કરવામાઆવતુ હોવાનુ જ ચર્ચાય છે. જો આ બાબતે કડક અને ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો કચ્છમાં
અગાઉ સેવા બજાવી ચૂકેલા એક પૂર્વ આઈએસએસ અધિકારી સુધી રેલા લંબાવવા પામી શકે તેમ છે. જાણકારો અહી કહી રહ્યા છે કે, સરકાર અધિકારી તરીકે જિલ્લામાં શિરમોર સ્થાન પર સેવાઓ બજાવી હોય અને તે જ અધિકારીનું નામ ખનીજચોરી જેવા પ્રકરણમાં ચર્ચામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય? જો કેસમાં પણ સચોટ-કડક કાર્યવાહી થશે, કોઈની પણ શેરશરમ રાખવામાં નહી આવે તો કચ્છ જિલ્લાનો વિકાસ કરનારા પૂર્વ આઈએએસ અધિકારી સુધી ચોકકસથી તપાસનો રેલો લંબાય? અહી જાણકારો તો એમ પણ કહે છે કે, આટલા ઉચ્ચ હોદા ધરાવતા અધિકારીઓ જો સીધા કે સાયલન્ટ રીતે ખનીજચોરી જેવા બેનામી ધંધાઓમાં લીપ્ત હોય તો પછી અન્યોનું તો કહેવુજ શું?
....................
મશીન - વાહન પેટે ૧૬ લાખનો દંડ ફટકારાયોે : ખનીજ વિભાગ
મશીનો-વાહનો પેટે દંડ વસુલાયો છે, ખનીજના સેમ્પલો મોકલેલા છે, તે હજુય સિઝ જ રહેશે
ગાંધીધામ : વાંઢ વિસ્તારમાં ખનીજચોરીની કાર્યવાહી કરનાર પશ્ચીમ કચ્છ ખાણખનીજ વિભાગના શ્રી દેવેન્દ્ર બારીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વાહનો-મશીનો પેટે ૧૬ લાખનો દંડ કરાયો છે અને તે પેનલ્ટીની રકમ ભરપાઈ પણ થવા પામી ગઈ છે. આજ રોજ જયેન્દ્રસિંહ જાલાએ આ રકમનો દંડ ભરી નાખ્યો છે અને સિજ કરેલા મશીન-વાહનો મુકત કરવાનો આદેશ અપાઈ ગયો છે.
.....................
ખનીજ લેટરાઈટ છે કે બોકસાઈટ?
જો જો ગાંધીનગર લેબમાં સેમ્પલ બદલી ન જાય!
ગાંધીધામ : વાંઢ વિસ્તારમાં જયારે ખનીજની ટીમો ત્રાટકી તે વખતે ગેરકાયદેસર રીતે કઢાયેલ ખનીજ લેટરાઈટ હોવાનુ બતાવી દેવામા આવ્યુ છે. હકીકતમાં તો બોકસાઈટનો જ આ જથ્થો હોવાની આશંકાઓ દર્શાવાઈ રહી છે. આ માટે ખાણખનિજ વિભાગ પશ્ચીમ કચ્છ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લીધુ છે અને તે સેમ્પલ ગાંધીનગર ખનીજ વિભાગની
પૃથકરણ લેબમાં મોકલી આપવામા આવ્યુ છે. જે બાદ પકડાયોલ જથ્થો લેટરાઈટ છે કે બોકસાઈટ તેનો સ્પષ્ટ ખુલાસો થવા પામશે અને આ જથ્થો ત્યા સુધી સિજ જ થયેલો રહેશે. જો બોકસાઈટ હોવાનુ બહાર આવશે તો દંડની રકમનો આંક ઘણો ઉંચો જવા પામી શકે છે. જો કે, જાણકારો કહે છે કે, આવી રીતે સેમ્પલનાપૃથકરણમાં લેબ કક્ષાએ સેમ્પલ બદલી દેવાના પણ ઘણાકારસ્તાનો થતા રહે છે. આ કીસ્સામાં પણ કઈક આવુ જ થઈ ન થાય તેની તકેદારી રાખવાની ટકોર પણ જાણકારો કરી રહ્યા છે.
........................
ખનીજવિભાગ કુલડીમાં ઘોળ ન ભાંગે :
સેટેલાઈટ મેપીંગથી ખાડાનું કરો સર્વે..!
ખનીજની ટુકડી સ્થળ પર ગઈ ત્યારે વિશાળ મહાકાય ખાડામાં વરસાદનુ પાણી ભરેલ હોવાથી આ માપણી કેમ કરવી? તેમ માનીને પરત આવી ગઈ હોવાની છે ચર્ચા : પરંતુ ખનીજ તંત્ર પાસે સેટેલાઈન મેપીંગની વ્યવસ્થા છે જ, ર૦ર૪ અને રપના ડેટા મેચ કરો, બધી જ ખનીજચોરી આપોઆપ પકડાઈ જશે
ગાંધીધામ : વાંઢ વિસ્તારમાં ખનીજની ટીમ દરોડો પાડયો તે વખતે સ્થળ પર જ વાહનો-મશીનો અને ૧ર૦૦ ટન લેટરકાઈટનો જ્થો મળી આવ્યો હતો હવે તેના પેટે કાર્યવાહી ચાલી રહી છે આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જે જથ્થો મળી આવ્યો છે તેને જ સીજ કરવાના બદલે તેની આસપાસમાં સરકારી જમીનમાં જેટલા પણ મોટા મોટા ખાડાઓ થયેલા છે તે સહિતની માપણીઓ કેમ કરવામાં ન આવી? મંજુર લિઝની બહાર જેઓ ખુદ સ્વીકારીને કહે છે કે ૧૩૦૦નુ ખનન રોયલ્ટી વિના કરેલુ જ છે તો પછી આસપાસના ખાડાઓનો પણ સર્વે કેમ ન થાય? ખનીજ વિભાગ પાસે તો સેટેલાઈટ મેપીંગ હોય જ છે, ર૦ર૪નો ખાડો અને ર૦રપનો એ ખાડો કેટલો વધઘટ થયો છે એટલુ જુએ તો પણ બધુ જ ખ્યાલ આવી શકે તેમ છે. ખેરખર આ કેસમાં પણ સેટેલાઈટ મેપીંગ ખનીજ વિભાગે કરવુ ઘટે.

Comments