Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન 

25 July



  પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :-

  ટ્રેન નંબર ૦૯૫૪૫/૦૯૫૪૬ ભુજ-રાજકોટ-ભુજ ત્રિ-અઠવાડિક સ્પેશિયલ (કુલ ૫૪ ફેરા)


ભુજ;  ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૩૦ જુલાઈ ૨૦૨૫ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ભુજ થી  દરેક બુધવાર, શુક્રવાર અને રવિવારે ૨૩.૧૫ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૫.૫૦ કલાકે રાજકોટ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૯ જુલાઈ ૨૦૨૫ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી દરેક મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાજકોટ થી ૨૨.૩૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૫.૦૦ કલાકે ભુજ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માલિયા-મિયાણા, દહિંસરા તથા મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ નું બુકિંગ ૨૬ જુલાઈ ૨૦૨૫ से થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે. 

 

Comments

COMMENT / REPLY FROM