અણુવ્રત સમિતિ ભુજનો હરિયાળી માટે અનોખો પ્રયાસ
ભુજ : અણુવ્રત સમિતિ ભુજ દ્વારા તાજેતરમાં કુદરત પ્રત્યે પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. "ઘરે બનાવો ઓર્ગેનિક ખાતર - ઘરોને હરિયાળું બનાવો" અભિયાન અંતર્ગત ઘરગથ્થું રસોડાનું કચરો અને છોડોની સુકી પાંદડીઓનો ઉપયોગ કરીને ગમલાંમાં ઘરેજ કમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.
અભિયાનને સફળ બનાવવા માટે અણુવ્રત સમિતિના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતા તથા તેમની સંપૂર્ણ ટીમની આગેવાનીમાં વિશિષ્ટ યોગદાન આપનાર સભ્યોમાં નરેન્દ્ર મહેતા, અશોકભાઈ ખંડોર, વાડીલાલભાઈ મહેતા, ભારતીબેન શાહ, વર્ષાબેન દોશી, દિનેશભાઈ મહેતા, જયશ્રીબહેન ખંડોર, જાગૃતિબેન બાબરીયા અને મોતીભાઈ શાહ સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ વિવિધ ઘરોમાં ગમલાંમાં ઓર્ગેનિક ખાતરથી હળદર, ભીંડા, લીંબડો, ગુલાબ વગેરે છોડ ઉગાડવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ છાંયાવૃક્ષો અને ઔષધિય છોડ પણ લગાડવામાં આવ્યા છે. પરિણામે ઘરોમાં શીતળતા અને હરિયાળપનાનું તાજગીભર્યું વાતાવરણ સર્જાયું છે.
સમિતિના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, આ અભિયાન માત્ર એક પર્યાવરણીય પ્રયાસ નથી, પણ એક નૈતિક અહેસાસ છે કે પૃથ્વી માટે આપણે શું કરી શકીએ છીએ. આ કાર્યશાળાઓનું માર્ગદર્શન અણુવ્રતના સૌ સભ્યો દ્વારા આપવામાં આવશે. ખાસ કરીને બાળકોને છોડ વાવો - ભવિષ્ય બચાવો મંત્ર સાથે પત્રિકા વિતરણ અને પ્રતીકાત્મક રોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સહયોગ આપનારી અન્ય સંસ્થાઓનો પણ મહત્વનો સહયોગ મળી રહ્યો છે.
---------

Comments