ક્ષેત્ર યાત્રા દરમિયાન વિષ્ણુ ધર્મ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌશાળાની મુલાકાત લીધી
ભુુજ : વિષ્ણુ ધર્મ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રે યાત્રા દરમિયાન ગૌશાળામાં પ્રાણીઓ ખાસ કરીને ગાયો પ્રત્યે પ્રેમ અને કરુણા કેળવવા અને બાળકોને તેમના સાંસ્કૃતિક, પર્યાવરણીય અને ભાવાત્મક મહત્વને સમજવામાં મદદ કરવા માટે ‘વિષ્ણુ ધર્મ’ સ્કૂલના પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓના એક જૂથે તેમના પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે ભુતનાથ મંદિર ખાતે નજીકની ગૌશાળાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતનો હેતુ જીવંત પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમનું આદર કરવાનો પ્રત્યક્ષ અનુભવ પ્રદાન કરવાનું હતો. આ મુલાકાતમાં દયા, નમ્રતા અને પ્રાણીઓની સંભાળ રાખવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાળકોને પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તવા અને તેમને ક્યારેય નુકસાન ન પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગાયો પર્યાવરણીય સંતુલન જાળવવામાં કેવી રીતે મદદ કરે છે તે સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું. ગૌ શાળાની ક્ષેત્રે યાત્રા ફક્ત શૈક્ષણિક પ્રવાસ જ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ માટે એક સુંદર ભાવાત્મક અનુભવ પણ હતો. ભવિષ્યના જવાબદાર અને દયાળુ નગરીકોને ઘડવામાં આવી મુલાકાતો મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ દ્વારા ગાય માટે ઘરેથી બનાવેલ રોટલી તેમજ બેનર પણ લઈ જવામાં આવેલ હતા. આ કાર્યક્રમ શાળાના એમડી હેતલબેન બારોટ, શાળાના એડવાઇઝિંગ મેમ્બર હિમાંશુભાઈ બારોટ અને આચાર્ય દીપાબેન નાયરના માર્ગદર્શનથી સફળ રહ્યો હતો.
------

Comments