Trending News
સ્થાનિક સમાચાર

ભુજની જ્વેલર્સ પેઢીના વિવાદમાં નવો વળાંક : ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદ સ્થગિત

25 July


ભુજ : શહેરની જાણીતી જવેલર્સ પેઢીના ભાગીદારે ૧૦ વર્ષ જુના કિસ્સામાં દિવાની તકરારને ફોજદારી સ્વરૂપ આપી કરેલ ફરિયાદની કાર્યવાહીને હાઈકોર્ટે સ્થગિત કરી હતી. 
આ કેસની વિગતો મુજબ શહેરના હોસ્પિટલ રોડ ઉપર આવેલ સોની પ્રેમજી ગોવિંદજી નામની પેઢી તથા બીજી કે.જે. જવેલર્સના નામની પેેઢી જે હોસ્પિટલ રોડ ભુજ ખાતે સોના-ચાંદીના દાગીના બનાવવાનું અને વેંચવાનું કામકાજ વર્ષોથી કરતા આવેલ છે. બંને પેઢીમાં કિશોર પ્રેમજી સોની તેમના પત્ની તથા પુત્ર અને નાનાભાઈ જયેશભાઈ પ્રેમજી સોલંકી તેમના પત્ની અને પુત્ર પરિવારના સભ્યો ભાગીદાર હતા. વર્ષ ર૦૧૮ના દિવાળીના તહેવાર બાદ પેઢીને લઈ કૌટુંબીક વિવાદ શરૂ થતા પેઢી બંધ થઈ હતી. ત્યારબાદ કુટુંબ અને સમાજના લોકો સમાધાન માટે ગયેલ પરંતુ જયેશ પ્રેમજીએ કબુલ ન કરતા વર્ષ ર૦ર૧માં બંને ભાગીદાર પેઢીમાં તકરાર થયેલ. કિશોર પ્રેમજી હાઈકોર્ટમાં અરજી કરેલ અને બંને પક્ષકારની સહમતીથી આરબીટેટરના એમ.એ. માજી મુખ્ય ન્યાય મૂર્તિના મુંબઈ અને કલકતા હાઈકોર્ટની નિમણુંક કરવામાં આવી હતી. તેઓ નિવૃત્ત થતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના સ્થાનેના અભીલાસ કુમારી, ચીફ જસ્ટીસ મણીપુર નિવૃત્તની નિમણુૃક કરવામાં આવી હતી, તેઓ લવાદની કાર્યવાહીમાં છે. દરમ્યાન કિશોર સોલંકી તરફથી ભુજ બી. ડીવીઝન પોલીસમાં અંદાજીત પ૪ કિલો સોનું તેમજ અંદાજીત ૧૧૪ કિલો ચાંદીને રોકડ રૂા. ૪૦,૦૦,૦૦૦ ની ચોરીની ફરિયાદ તેના નાનાભાઈ જયેશ સોલંકી અને રાઘવ જયેશ સોલંકી સામે નોંધાવી હતી. 
આ બાબતે પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરાઈ હતી અને આ પાલારા જેલમાં રહ્યા બાદ બન્નેને ના. ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતોને આધિન જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. ર૦રરથી બંને પેઢીની તકરાર આરબીટેટમાં મેટર ચાલુમાં છે. તેમ છતાં જયેશ સોલંકી દ્વારા ૧૦ વર્ષ બાદ તેમના મોટાભાઈ કિશોર પ્રેમજીને આરબીટેટ કરી સાહેદ ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી પર વિશ્વાસઘાતને ઠગાઈનો કેસ કર્યો હતો, જેમાં તેમના નિકળતા રૂા. ૧ કરોડ આપતા નથી તેવી ફરિયાદ કરી હતી. આવા લેણા સંબંધે કોઈ બુકસ કે આધાર ન હોવા છતાં ગુન્હો નોંધાવતા કિશોર પ્રેમજીએ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. તમામ પક્ષકારોને સાંભળી હાઈકોર્ટ આ ફરિયાદના અનુસંધાને આગળની કાર્યવાહી સ્થગિત કરાવી ચાર્જશીટ ન કરવા હુકમ કર્યો હતો. ઉપરાંત સાહેદ ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી સામે પણ ગુન્હો નોંધાતા તેમણે એડી. સેસન્સ જજ ભુજની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે તમામ પક્ષકારોને સાંભળી આગોતરા જામીન મંજુર કરેલ છે. 
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ રદ્‌ કરવાને કિશોરભાઈ તરફે જાલ ઉનવાલા કાઉન્સીલ તરીકે તથા સિનીયર એડવોકેટ પી.પી. મજમુદાર તથા મુર્ગેશભાઈ બારોટ હાજર રહ્યા હતા. તેમજ આગોતરા જામીન સંબંધે સીનીયર એડવોકેટ ડી.વી. ગઢવી, વાય.બી. વોરા, અતુલ નેમચંદ મહેતા, એચ.કે. ગઢવી, એસ.એસ. ગઢવી હાજર 
રહેલ હતા.

Comments

COMMENT / REPLY FROM