Trending News
સ્થાનિક સમાચાર

મોઢામાં મગ ભરીને આપણે બેસીએ! કચ્છીજનો, તો  પછી ગૃહમંત્રીશ્રી અને સરકાર પણ કરે તો શું કરે? 

25 July

જિલ્લામાં ખાખીના વહીવટદારોના સડ્ડા અંગેની રજુઆતની હાથ વગી તક ચુકી ગયા કે નહી?



કદમાં વામન પરંતુ વ્યકિતત્વમાં વિરાટ, જેનું નામ સાંભળીને પણ ભારતના દુશ્મન દેશોમાં બેઠેલા ડ્રગ્સ માફીયાઓથી નાપાક ધુસપેઠીયાઓ થર થર કાપી ઉઠે છે તેવા ગૃહ રાજયમત્રી હર્ષ સંઘવી ગાંધીધામમાં આમપ્રજાજનોથી રૂબરૂ થવા આવ્યા, આગમના ૪૮ કલાક પહેલા ખુદ ટવિટ કરી અને લોકસંવાદ યોજવાની પણ જાહેરાત કરી દીધી, છતા પણ પોલીસ બેડામાં વકરી ગયેલા વહીવટદારના લુણા સંદર્ભે કોઈ જ ધ્યાન દોરવા કે રજુઆત કરવા આગળ જ ન આવે તેમાં કોનો વાંક..? : કચ્છના સાચા હિચેત્છુ અથવા તો કોઈ પણ રાજકિય આગેવાને પણ આવી ઘર આગણે મળેલી તક ગુમાવી દીધી?

ગૃહમંત્રીશ્રી ખુદ ભગવાન તો છે નહીં? કે તેઓ બધી જ બોર્ડર રેન્જ અને તેમાં વકરી ગયેલા સડ્ડાનું આત્મજ્ઞાન પામી જાય, રાષ્ટ્રની સલામતી માટે મહત્વૂર્ણ કચ્છ 
બોર્ડર રેન્જમાં વહીવટદારો અને તેમના વણથંભ્યા બની રહેલા ઘટનાક્રમો દાખલારૂપ કીરીટસીંહના કારનામાઓ, તથા વર્તમાન પીઆઈ પણ ખુદ બબ્બે વખત જેલમાં જઈ આવ્યા છતા આજે પણ વહીવટદાર તરીકે જ ગોઠવાઈ ગયા સંદર્ભે કેમ ગૃહમંત્રી સમક્ષ કોઈએ સાચુ ધ્યાન દોરતી રજુઆત જ ન કરી?


યે પૈસા બોલતા હે..! : જે અમુક જણા રેન્જમાં સેવા આપી રહ્યા છે તેમને આઈજીપીએ કચ્છ બહાર બદલી કરાવી નાખેલ હતી અને તે લોકો પાછા પૈસાના જોરે ફેરબદલી કરાવીને કચ્છમાં આવી ગયા અને રેન્જમાં જ ગોઠવાઈ ગયા, બોલો પૈસા બધુ કરાવી આપે છે...!




ગાંધીધામ : ગુજરાત રાજયના પ્રજાવત્સલ ગૃહમંત્રી હર્ષ સંઘવી તમારા ઘર આંગણે તમને સાંભળવા આવ્યા, લોકદરબાર યોજયો, સંવાદના માધ્યમથી સમસ્યાઓ ઉકેલવાની આવી સરસ તક તમને આપી, પરંતુ 
ગૃહમંત્રી સમક્ષ કોઈ રજુઆત કરવા જ ન પહોચે, તેઓ આવ્યા ત્યારે બધાય મોઢામાં મગ ભરીને જ બેઠા રહ્યા, તો પછી ગૃહમંત્રીશ્રી અને સરકાર પણ કરે તો શું કરે..? કચ્છમાં કરોડોના દારૂના કટીગ હાલમાં જ બબ્બે સફળ દરાડેા એસએમસીએ પાડી દીધા છે, તેમાં મોટા મોટા ફાટીને ધુમાડે ગયેલા બુટલેગરોપુનો-અનોપ-રામો-નવધણ જેવાઓના નામો અને તેમની સાથે વહીવટદાર રહેલાઓના પણ નામો ખુબ ચર્ચામાં આવ્યા હતા, તે બાદ મોટી જુગાર કલબ પર પણ એસએમસીએ જ રેઈડ કરી અને તેમાં પણ મોટા વહીવટદારોની ભુંડી ભુમિકા ખાખીની ચર્ચામા આવી જવા પામી હતી, કચ્છ જિલ્લો પાકીસ્તાનની સરહદને અડીને આવેલો હોવાથી અહી કચ્છ બોર્ડર રેન્જની મહત્વતા ઘણી વધી જવા પામી જાય છે. આવા જિલ્લામાં બોર્ડર રેન્જમાં જ બની બેઠલા વહીવટદારોના કારનામાઓ સતત બહાર આવવા પામે તે ખુબજ ચિંતાજનક વિષય વીશાળ જમસમુદાયના હિતમાં કહી શકાય તેમ છે. ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી કચ્છમાં પધાર્યા, ગાંધીધામ મધ્યે તેઓ લોકદરબાર પણ યોજનારા છે તેવુ આગમનના ૪૮ કલાક પહેલા ખુદ ટવિટ કરીને પણ કહે છે, છતા પણ કચ્છ બોર્ડર રેન્જને ખુબજ બારીકાઈથી નીહાળવાની જરૂર છે, બનેલા ઘટનાક્રમો અને તેમાં આ સાઈબર ક્રાઈમ સેલના વહીવટદારોના ગંભીર પ્રકારના ગુનાઓ સતત બનવા પામી રહ્યા છે તે જોતા અહી મોટી ધાક બેસાડતી ફેરફાર કરતી કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે તેવુ કોઈએ રજુઆત કરી હોવાનુ ન દર્શાયુ..! 
ગૃહમંત્રી ખુદ ઘર આંગણે ફરીયાદો સાંભળવા આવ્યા હતા, પરંતુ એ સમયે આપણે ખુદ જ જો મોઢામાં મગ ભરીને બેસી રહીએ, તો પછી સરકાર અને ગૃહમંત્રી પણ કરે તો શું કરે? 
ગૃહમંત્રીશ્રીકોઈ ભગવાન તો નથી કે તેમને આત્મજ્ઞાન થઈ જાય કે સાઈબર ક્રાઈમ સેલના કીરીટસિંહ જેવા પૂર્વ્‌ ઉપરાંત અમુક હાલના બની બેઠલા વહીવટદારો કેટલી હદે મોટા મોટા ગુનાઓને અંજામ આપી રહ્યા છ.ગૃહમંત્રી સમક્ષ ખરેખર રજુઆત કરવી જોઈતી હતી કે બોર્ડર રેન્જના સાયબર સેલમાં સાફસુફી કરો, નહી તો દેશની સલામતી જોખમતા પણ વાર નહી થાય. તેનો દાખલો કચ્છ બોર્ડર રેન્જના એક પૂર્વ સાયબર ક્રાઈમના એએસઆઈ કીરીટસિંહનો દાખલો મોજુદ જ કહી શકાય તેમ છે. આ કીરીટસિંહ અગાઉ આડેધડ કરોડોના દારૂના કટીંગ કરાવતો ફરતો હતો, એથી ઓછુ હતુ તો તેણે મુંદરામાં સ્ગમલીંગ યુકત સોપારીના પ્રકરણમાં પોણા ચાર કરોડની તોડ કરતા વિચાર ન કર્યો,  અને એ બધાયથી તેની ભુખ ન સંતોષાઈ હોય તેમ હવે ગાંધીધામના એક પ્રતિષ્ઠીત વેપારીના અહપરણના ગંભીર પ્રકારના ગુનાને પણ અંજામ આપી દીધો અને તેમાં ન માત્ર સાયબર ક્રાઈમના આ પૂર્વ એસએસઆઈનો નામ ખુલ્યુ બલ્કે ધરપકડ પણ થવા પામી ગઈ છે. વિચાર કરો, પ્રતીબંધિત સોપારી દેશમાં આવી ગઈ , તેને છોડી મુકવા માટે કચ્છ બોર્ડર રેન્જના સાયબર ક્રાઈમના જ આ પૂર્વ કર્મીએ પોણા ચાર કરોડની તોડ કરી લીધી, તો કીરીટસિંહ જેવા બીજા આવા ભ્રષ્ટ તત્વો હાલમાં સાયબર ક્રાઈમમાં અન્ય કોઈ ગંભીર ચીજવસ્તુઓ દેશમં ઘુસી આવ્યા બાદ પણ તોડ કરતા નહી અચકાયા હોય અથવા તો નહી અચકાય તેની શું ખાત્રી? જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં વર્તમાન એક પીઆઈ પણ કીરીટસિંહના ગુનાઓનેપણ હળવા ગણાવી દે તેવા રહેલા છે. અને તે પણ એક નહી બબ્બે વખત જેલની હવા ખાઈ અવેલા છે. તેઓની કચ્છમાથી અગાઉ બદલી પણ થવા પામી ચુકી છે.
 વિચાર કરો, આવા પીઆઈ સરહદી કચ્છની શું ભલીવારી કરવાના હતા? આવાઓ તો કચ્છમાં સેવાના નામે મેવા જ ખાધા હોયતેમ દેખાય છે.  આ કિસ્સાઓમાં વધુ સવાલ તો એ પણ થાય છે કે, એક વખત જેમને કચ્છ જિલ્લાથી બહાર બદલી દેવામા આવ્યા હતા, તેઓ ફરી ફરીને કચ્છમાં એ જ મોક્કાની એટલે કે સારા મોભાદાર પદો પર કેવી રીતે ગોઠવાઈ જાય છે? 
ગૃહમંત્રી સમક્ષ આ વાત પણ રજુ થવા પામી શકે તેમ હતી. અગાઉ બદલી જેઓએ કરી હતી તેઓ મુૃખ હતા કે જિલ્લા બહાર આવા ભ્રષ્ટ તત્વાને બદલી દીધા હતા કે પછી હાલમાં જે પરત લઈ આવ્યા છે તેઓ અગાઉ આવા તત્વો સામે થયેલી કાર્યવાહીથી અજાણ છે? ગૃહમંત્રીશ્રી સમક્ષ ખરેખર બળાપો ઠાલવી શકાય તેમ હતો, કે બોર્ડર રેન્જમાં ગોઠવાઈ જતા અમુક વહીવટદારો થકી જિલ્લામાં પોલીસ વડાઓને પણ કાર્યવાહી કરવામાં ટેન્સન જ રહેતુ હોય છે. તેઓ પણ વીચારતા જ હોય છે કે, અમે કાયદાના હિતમાં કોઈ મોટી કાર્યવાહી કરીશુ તો ઉપરથી રેન્જવાળા અમુક વહીવટદારો તેમાં માથુ મારશે જ મારશે.!કચ્છમાં હાલમાં બન્ને એસપી કડક અને તટસ્થ અધિકારીની છધી ધરાવી રહ્યા છે, બન્ને યુવા અધિકારી છે, કાયદાનિષ્ઠ અધિકારી છે, હાલમાં કચ્છ જિલ્લામાં જે ડીટેકશન સારૂ થવા પામી રહ્યુ છે તે પણ આ બને અધિકારીઓની કાબેલીયતને જ આભારી છે, બાકી રન્જ કક્ષાએથી જિલ્લા બહાર બદલીને કચ્છમાં ફરીથી ગોઠવાઈ જનારા અમુક તત્વાએ તો વહીવટ-ભ્રષ્ટાચાર સીવાયકેાઈએ કંઈ મોટુ કાયદાના હિતમાં ઉકાળી લીધુ હોય તેવો કિસ્સો સમ ખાવા પુરતો પણ નથી જોવાયો,તેથી ઉલ્ટુ જરા સહેજ પણ ડર-ભય-ખૌફ વીના એક પછી એક ગંભીર ગુનાઓને બીનધાસ્ત અંજામ આપવામા લાગી જાય છે અને કીરીટસીંહ તેનો તાજો દાખલો જકહી શકાય તેમ છે. ગૃહમંત્રીશ્રી સમક્ષ એ પણ રજુઆત કરીશકાયતેમ હતી કે ૪-૪ કરોડોના તોડની હિમંત કરનાર એસએસઆઈ કક્ષાના કીરીટસિંહ જેવાઓને છાવરતુ કોણ હતુ? પરંતુ એ આપણી કમનશીબી કહીએ કે પછી ઉદાશીનતા પરંતુ ગૃહમંત્રીશ્રી ગાંધીધામ-કચ્છમાં ઘરઆંગણે હોવા ઉપરાંત પણ આપણે આ બધી જ રજુઆતો કરી અને જિલ્લામાં વકરી ગયેલા વહીવટદારના સડ્ડાને ડામવાની દીશામાં કાર્યવાહી થાય તેવુ ગૃહમંત્રીનું ધ્યાન દોરવાની હાથ વગી તક ગુમાવી જ હોય તેમ હાલતુરંત વર્તારો દર્શાય છે.

Comments

COMMENT / REPLY FROM