કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યોજ્યો લોક દરબાર : નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ
મંત્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી : બિલ્ડર પાસે ફસાયેલા નાણાં માત્ર એક કલાકમાં અરજદારને પરત મળી ગયા
ગાંધીધામ : કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજ્યો હતો, જેમાં એક નોંધપાત્ર ઘટનામાં એક અરજદારે જણાવ્યું કે, તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને ૫૨,૦૦૦ રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી. મંત્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પરિણામે માત્ર એક કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ. આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ લોકદરબારથી નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગૃહ રાજ્ય મંત્રીની તત્પરતા અને સંવેદનશીલતા સ્પષ્ટ થાય છે, જેનાથી કચ્છના લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.
----

Comments