Trending News
સ્થાનિક સમાચાર

ભાનુશાલી નગર સ્થિત ભવનાથ મંદિરનો ૨૮મો પાટોત્સવ ઉજવાયો

24 July


ભુજ : શહેરના ભાનુશાલી નગર સ્થિત આવેલ ભવનાથ મંદિરનો ૨૮મો પાટોત્સવ ભવનાથ મહાદેવ મંદિર સમિતિ તરફથી અમાસના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. દિવસની શરૂઆત આરતી તેમજ પૂજન અર્ચનથી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે રાખેલ હવનનો પ્રિયા ચિરાગ ઠક્કર અને સોનલ હિતેષ ઠક્કરે લાભ લીધો હતો. હવન પૂર્ણાહુતિ બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો, જેમાં આશરે ૧૫૦૦થી વધારે રહેવાસીઓએ સહ કુટુંબ લાભ લીધો હતો.
જયંતીભાઈ ઠક્કર (પ્રમુખ), હિંમતભાઈ લીલાધર દામા, બળવંતસિંહ જાડેજા, ભારતીબેન દેવાનંદ શેઠ, રાજુભાઈ મહેતા,વિષ્ણુભાઈ માવાવાળા, અશ્વિનભાઈ ચંદન, હરેશભાઈ અનમ, રમેશચંદ્ર સુંદરજી તન્ના, અતુલભાઈ કતિરા, કિશોરભાઈ ઠક્કર, મહેન્દ્ર લાલજી બારૂ, જશોદાબેન જેઠાલાલ ઠક્કર, જયંતીલાલ એમ. કેલાવાળા દ્વારા ૫૧૦૦ અથવા તેથી વધુની રકમનો આર્થિક સહયોગ સાંંપડ્યો હતો. મહેન્દ્રભાઈ ઠક્કર એડવોકેટ તરફથી દહીં - છાસ તથા ચિંતનભાઈ રૂપારેલ તરફથી શાકભાજીનો સહયોગ રહ્યો હતો. ધાર્મિકવિધિ સંજયભાઈ પંડ્યા તથા નિપુલ ગોરે કરી હતી. જીજ્ઞા રેસ્ટોરન્ટવાળા જીતેન્દ્રભાઈ (જીતુભાઈ) જે. ઠક્કર તરફથી મહાપ્રસાદ વિનામૂલ્યે તૈયાર કરી આપવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંદિર સમિતિના પ્રમુખ જયંતીભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM