Trending News
સ્થાનિક સમાચાર

ભુજ લોહાણા મહાજન દ્વારા ત્રેવીસમો દ્રષ્ટિ સેવા કેમ્પ યોજાયો

24 July



ભુજ : લોહાણા મહાજન દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજનાં સંયુક્ત ઉપક્રમે સર્વે જ્ઞાતિ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા નિઃશુલ્ક મોતીયા, વેલ, ઝામર અને પડદાના ત્રેવીસમા ચેકઅપ કેમ્પનું આયોજન નાનજી સુંદરજી સેજપાલ ભુજ લોહાણા મહાજનવાડી ખાતે કરાયું હતું,  જેમાં ભુજ તથા ભુજની આસપાસના ગામડામાંથી આવેલ ૧૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર મહિને યોજાતા કેમ્પમાં નબળા પડદા ધરાવતા તથા અન્ય આંખના રોગની આધુનિક મશીન દ્વારા દર્દીઓની તપાસણી કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોતીયા વેલના ૬ દર્દીઓના ઓપરેશન વિનામુલ્યે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતેે કરવામાં આવશે. આંખના નંબર પણ હોસ્પિટલ  ખાતે કરી આપવામાં આવશે. સામાન્ય આંખના દર્દીઓને દવા (આઈ ડ્રોપ્સ) અને ઓપરેશન કરાવનાર દર્દીઓને પંદર દિવસની દવા અને કાળા ચશ્મા ફ્રી આપવામાં આવશે. આ કેમ્પમાં લાયન્સ હોસ્પિટલના સંજયભાઈ ભાટી તથા સુરેશ ચંદેએ સેવા આપી હતી.
આ કેમ્પમાં ભુજ લોહાણા મહાજનનાં પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, મંત્રી હીતેશભાઈ ઠકકર, આરોગ્ય સમિતિના ચેરમેન ચેતનભાઈ ઠકકર, હર્ષદભાઈ ઠકકર (હકી), ગોવિંદભાઈ ઠકકર, દિનેશભાઈ દૈયા, કમલભાઈ કારીઆ, સુરેશભાઈ ઠકકર, જગદીશભાઇ ઠકકર, ધિરજભાઈ ઠકકર, દિલીપભાઈ ઠકકર, બાલકૃષ્ણભાઈ ઠકકર , ગિરધરભાઈ ઠકકર, રશ્મિકાંતભાઈ ઠકકર તથા આ કેમ્પને સફળ બનાવવા માટે મહાજનના સ્ટાફગણ વ્યવસ્થામાં સાથે રહ્યા હતા. અલ્પાહારની વ્યવસ્થા જગદિશભાઈ ઠકકર તરફથી કરવામાં આવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM