બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે યોજાયેલ જનરલ સર્જરી કેમ્પમા ૨૦ ઓપરેશન કરાયા
બિદડા : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતેે જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામના નિષ્ણાંત જનરલ સર્જન ડો. કિશન કટુઆ તથા ડો. સપના કટુઆ દ્વારા દર્દીઓની તપાસણી કરી ઓપરેશન યોગ્ય ર૦ દર્દીઓના ઓપરેશન નવનીત સર્જીકલ ઓપરેશન થીયેટર મધ્યે કરવામાં આવ્યા હતા, જે પૈકી ર સારણગાંઠ, ૨ એપેન્ડીકસ, ૧ સ્ત્રીના સ્તનમાં ગાંઠ, ૧ હોઠ, ૧ નાક, ૧ પગમાં કપાસીયા, ૮ નાની મોટી ગાંઠો અને ૪ અન્ય ઓપરેશન ટ્રસ્ટના નવનીત સર્જીકલ ઓપરેશન થીએટર મધ્યે રાહત દરે કરવામાં આવ્યાં હતા.
ડી. કિશન કટુઆએ જણાવ્યું હતું કે, કેમ્પ દરમ્યાન જનરલ તથા લેપ્રોસ્કોપી દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આરોગ્યલક્ષી માર્ગદર્શન સત્ર યોજાયુું હતુ. તેમને ખાસ કરીને લેપ્રોસ્કોપિક સર્જરીનાં ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ડો.કિશન કટુઆએ જણાવ્યું કે, લેપ્રોસ્કોપિક પધ્ધતિથી પેટમાં નાનું છીદ્ર કરી સર્જરી કરવામાં આવે છે જેના કારણે દર્દીને ઓછી પીડા, ઓછું ઈન્ફેકશન અને હોસ્પિટલમાં ઓછું રોકાવવાની જરૂરીયાત અને ઝડપી સ્વસ્થતા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ પદ્ધતિ વડે એપેન્ડીક્ષ, પીતાશય, ગર્ભાશયની ગાંઠો અને અન્ય પેટની સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવે છે. ડો.કિશન કટુઆએ દર્દીઓની આધુનિક મિનિમલ ઈન્વેસિવ સર્જરી અપનાવવા પ્રેરણા આપી અને જૂની માન્યતાઓમાંથી બહાર આવવા સંદેશ આપ્યો હતો.
કેમ્પ દરમ્યાન એનેસ્થેટીક ડો. શિવાની દલાલે સેવાઓ આપી હતી. સંસ્થાના સ્થાનીક ડો. નરોતમ ભાનુશાલી, ડો. દિક્ષિત વેલાણી અને ડો. કનકસિંહ મોરીએ દર્દીની પ્રી અને પોસ્ટ ઓપરેશન સંભાળ રાખી હતી. ઓટી વિભાગમાં અરવિંદ મારવાડા, નરેશ મહેશ્વરી, દિનેશ મહેશ્વરી, ભાવેશ ગોહિલ, પરેશ સંજોટ અને શિવજી મહેશ્વરીએ જવાબદારી સંભાળી હતી. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે, ડો. કિશન કટુઆ દર શનિવારે બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે આવી દર્દીઓની તપાસણી કરે છે અને ઓપરશેનની જરૂરત હોય તેવા દર્દીઓના ઓપરેશન દર મહિને રાહત દરે ટ્રસ્ટ મધ્યે કરવામાં આવે છે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા અને ડો. મયુર મોતાએ ડોક્ટર્સ અને સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
-----

Comments