કચ્છના વિનાશક ભૂકંપની જૂની યાદો મોદીની યુકે મુલાકાતમાં તાજી થઈ
ર૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કચ્છના ભૂકંપ દરમિયાન મદદ કરવા બદલ આભાર માનવા માટે યુકે ગયા હતા
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમની બે દિવસીય મુલાકાતે છે, ત્યારે તેમના ‘યુકે ડાયસ્પોરા કનેક્શન’ ની એક જૂની ઘટનાની યાદ તાજી થઈ છે, જ્યાં તેમણે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોનો કચ્છ અને ગુજરાતને, ખાસ કરીને ૨૦૦૧ માં કચ્છમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં અસરગ્રસ્તોનેે આપેલી સહાય માટે આભાર માનવાનો ખાસ પ્રયાસ કર્યો હતો.
જાન્યુઆરી ૨૦૦૧ માં, કચ્છમાં ૬.૯ ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા. યુકેમાં ભારતીય ડાયસ્પોરા પ્રત્યે
પીએમ મોદીના “આભાર”નો દાખલો ટ્વીટર પરના લોકપ્રિય સોશિયલ મીડિયા હેન્ડલ મોદી આર્કાઇવ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ભૂકંપ પછી ભુજના વિનાશ અને
પુનર્વસનનું વર્ણન કરતા, તે કહે છે કે કચ્છના ભૂકંપે ગુજરાતને હચમચાવી નાખ્યાના બે વર્ષ પછી ઓગસ્ટ ૨૦૦૩ ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયસ્પોરા માટે એક ખાસ સંદેશ સાથે યુનાઇટેડ કિંગડમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત, જે મુખ્યત્વે ભારતીય ડાયસ્પોરાનો આભાર માનવા માટે હતી, તેમાં મુખ્યમંત્રી મોદીએ ૨૦૦૧ ના ભૂકંપ દરમિયાન ગુજરાત માટે ટેકો, સહાય અને સંસાધનો એકત્રિત કરનારા હજારો ભારતીયોને સંબોધિત કર્યા હતા. તમે બધા ગુજરાતના ખરા મિત્રો છો, અને હું વફાદારીનો બદલો આપવા આવ્યો છું. અમે
મૃત્યુની ગલીમાં સૂઈ ગયા છીએ અને આજે હું તે લોકો પ્રત્યે મિત્રતાનું ઋણ ચૂકવવા આવ્યો છું જેમણે અમારી જરૂરિયાતના સમયે અમને મદદ કરી હતી,” તેમણે વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં ભરચક સભાને કહ્યું. તેમણે
ડાયસ્પોરાની માત્ર ઉદારતા માટે જ નહીં, પરંતુ ભારત સાથેના તેમના ભાવનાત્મક જોડાણ માટે પણ પ્રશંસા કરી, તેમને “ગુજરાતના સાચા મિત્રો” ગણાવ્યા હતા. મુલાકાતમાં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી
વાજપેયી સાથેની મુલાકાત પણ સામેલ હતી, જે તે સમયે લંડનમાં હતા.

Comments