લખપતમાં સીએમ ગૌમાતા પોષણ યોજનામાં સબસીડી ઘોટાળામાં ગાંધીનગરથી તપાસ ટુકડીઓ ત્રાટકી..!
યોજનાની યોગ્યતાઓ ન હોવા ઉપરાંત પણ રપ લાખથી વધુની સબસીડી ચુકવાઈ ગયાના અહેવાલો રાજય સરકાર, પશુપાલન વિભાગ કક્ષાએ પડઘા પડતા ત્રણ સભ્યોની ટીમે છેવાડાના લખપત વીસ્તારની લીધી મુલાકાત : જિલ્લાના પશુપાલન વિભાગને જાણ કર્યા વિના જ ટીમો પહોચતા સર્જાયા કઈક તર્કવિતર્કો : સૌથી મોટો પ્રશ્ન તેઓને સરપ્રાઇજ ચેકીંગમાં ગૌશાળામાં પશુઓ જ જોવા ન મળ્યા, અવાડા સહિતની માળખાગત સુવિધાઓની તો વાત જ પછીની રહી.! જે પશુઓ માટે સબસીડી અપાઈ એ જ ન દેખાય તે તો કેટલુ આંચકાજનક કહેવાયય!
આથી બે દીવસ પહેલા જ જિલ્લા પશુપાલન કક્ષાએથી લીંપાપોતી કરવા રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તાલપત્રીનો શેડ પશુઓ માટે હોવાનુ ફોટામાં
દેખાડી દેવાયુ હતુ
શ્રી કાપડીયા, શ્રી આર કે પટેલ તથા ગુજરાત ગૌશાળા વિકાસ બોર્ડ-ગાંધીનગરના સભ્ય મળીને ત્રણેયની કમીટીએ લખપતમાં વહેલી સવારે જ નાખ્યા હતા ધામા : સ્થળ પર ચકાસણી બાદ કરાયું રોજકામ-પંચનામુ, ગાંધીનગર અહેવાલ સુપરત થયા બાદ વછુટી શકે છે કડક આદેશ
જે-તે પાંજરાપોળના ટ્રસ્ટીઓ સામે લ્યો કડક પગલા લાખોની રકમની કરો રીકવરી, સરકારની સાથે છેતરપીંડી કરનારાઓની સામે ફોજદારી દાખલ કેમ ન થાય?અને સરકાર તરફે બેદરકારી દાખવનાર પશુપાલન વિભાગના જિલ્લાકક્ષાના અધીકારીની કચ્છ બહાર કરવી જોઈએ તત્કાળ બદલી અને તે બાદ તેમની સમો ખાતાકીય તપાસના આપવા જોઈએ કડક આદેશ
ખાટલે મોટી ખોટ : વરસાદ પડી ગયો છે, હવે અમને સરકારી સહાય નથી જોઈતી, આવુ કહેનારાને પુછો કે, તો બે દીવસ પહેલા તા.૧૭મી જુલાઈના જયારે લખપતમાં જિલ્લાની ડો.નાથાણીની ટીમો આવી તે વખતે કેમ તાલપત્રીઓ બાંધી શેડ દેખાડી દીધી? : પશુઓ કેમ હાજર રાખેલા દેખાડયા હતા? વરસાદ ગાંધીનગરની ટીમો અને કચ્છની ટીમો તપાસમાં આવી એ બે દીવસ વચ્ચે જ પડયો હતો? વરસાદ તો કચ્છમાં વહેલો સારો પડી ગયો? તો ડો.નાથાણીની રૂબરૂ વિઝિટ વખતે જ કહી દેવુ હતુ કે, અમને સહાય નથી જોઈતી, તે વખતે કેમ ન બોલ્યા? ઉપરાંત ત્રીજા હપ્તાની વાત આવે છે તો આ પાંજરાપોળોમાં અગાઉ જિલ્લાકક્ષાની નિરિક્ષણ તપાસ ટીમે જે નકારાત્મક અહેવાલ રજુ કર્યો હતો તેમાંના ઓર્ડરમાં કયા એવુ ચોખ્ખુ લખેલુ જ હતુ કે, ત્રીજો હપ્તો ચુકવવો કે નહી તે માટેની આ ટીમ છે? ઉલ્ટા ચશ્મા ગમે તેટલા પહેરાવવાના પ્રયાસ કરો, ગાંધીનગરકક્ષાએથી રીકવરીની ફટકાર તો લાગશે જ લાગશે, રપ લાખ રૂપીયા સરકારમાં જમા કરાવવા જ પડશે..!
ગાધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા સીએમ ગૌમાતા પોષણ યોજનાનો આરંભ કરવામા આવ્યો છે જેમાં પાંજરાપોળને નીતી નિયમો આધારીત પશુ દીઠ સબસીડી આપવાની વ્યવસ્થઓ કરવામા આવી છે. આ યોજનાના સારા ઉદેશ્ય પર કેટલાક ભેજાબાજ તત્વો દ્વારા સ્થાનિક ભ્રષ્ટ અમુક તત્વોને સાચવી અને ભ્રષ્ટાચાર અથવા તો ગેરરીતી આચરવામા આવતી હોવાની ઘટનાની ચકચાર કચ્છના છેવાડાના લખપત વિસ્તારમાં પણ ઉઠવા પામી ચુકી છે.
લખપતમાં પણ આવી બે પાજરાપોળમાં સબસીડી આપવા પાત્ર નથી થતી તેવો અહેવાલ જિલ્લાકક્ષાની તપાસ નિરિક્ષણ સમીતીએ ફેબ્રુઆરીમાં જ આપી દીધો હતો તેમ છતા પણ તાલુકાકક્ષાએથી ફરીથી તેનો અહેવાલ સકારાત્મક આપી અને તેને રપ લાખથી વધુની સરકારી તિજોરીમાં પડેલી પ્રજાના ટેક્ષની રકમ પધરાવી દેવામા આવી હોવાની ફરીયાદ ઉઠી હતી. જેના અહેવાલનો પડઘો ગાંધીનગર કક્ષાએ પડવા પામ્યો હોય તેમ તાજેતરમાં જ સચિવાલય પશુપાલન વિભાગમાથી ત્રણ તજજ્ઞ સભ્યોની એક તપાસ ટીમ છેવાડાના લખપત વિસ્તારમાં આ જ બાબતે તપાસર્થે ત્રાટકી હોવાની વાત સામે આવી રહી છે. આ ટીમો આવી હતી તેવુ સમર્થન તો સ્થાનીક લખપતના પશુપાલન વીભાગના વીઓએ પણ કહ્યુ છે પરંતુ તેઓ સ્થળ નિરિક્ષણમાં શુ જોઈ ગયા, કેવી ચુકો સામે આવી છે, અથવા તો કેટલો તેમને તે ગૌશાળામાં સંતોષ દર્શાવ્યો છે, કે પછી તાલુકા કક્ષાએથી કેવા કેવા પુછાણાઓ ગાંધીનગરથી ટીમે લીધ છે, તે તમામ વાતાનું રહસ્ય હજુ પણ અકબંધ જ રહી જવા પામ્યું છે. તો વળી આ બાબતે લખપત તાલુકાના પશુપાલન અધિકારીશ્રી બોડાતને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ગાંધીનગરથી ત્રણ અધિકારીઓની ટીમો આવી હતી, તેઓએ ગૌશાળાની સ્થળ મુલાકાત કરી છે, અમને સાથે રાખ્યા હતા, તેઓનો સ્થળ નિરિક્ષણ-ઈન્સપેકશન તેઓની કક્ષાએથી કર્યુ છે અને તેમનો અહેવાલ જીલ્લા અથવા તો રાજયકક્ષાએ તેઓ સુપરત કરશે એથી વિશેષ હું કંઈ જ પણ કહેવા અસમર્થ છુ તેમ લખપત પશુપાલન અધિકારી શ્રી બોડાતે જણાવ્યુ હતુ.
અહી સવાલ તો એ થાય છે કે, ગાંધીનગરથી ટીમે તપાસ કરી ત્યારે પશુઓ હતા કે નહી? માળખાગત સુવિધાઓનો અભાવ દેખાયો છે કે નહી? પ૦૦ પશુઓની જગ્યાએ ૩૦ ફુટનો એક અવાડો બનાવી દેવાયા હોવાની નવાઈ આ ટીમને જણાઈ હતી કે કેમ? હવે ગાંધીનગરની ટુકડીના તપાસ અહેવાલમાં જે ગૌશાળાઓમાં તપાસ આદરાઈ છે અને રપ લાખથી વધુની સબસીડીની રકમ ચુકવાઈ ગઈ છે તેમા સ્થાનિક મહેસુલી વિભાગના જવાબદારો, જિલ્લા પશુપાલન વિભાગ સહિતનાઓની સામે કોઈ કડક દીશા નિર્દેશો વછુટે અથવા તો કાર્યવાહી કરવામ આવે તો નવી નવાઈ નહી કહેવાય.
............

Comments