Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાંથી ડ્રગ્સ માફીયાઓ સામે હર્ષ સંઘવીનુેં હુંકાર

24 July

ખબરદાર..ડ્રગ્સના દુષણકારો.! 





કચ્છમાં માદકપદાર્થ સામે ગૃહમંત્રીની ઐતિહાસીક જંગ



ગુજરાત રાજયના ગૃહમંત્રીશ્રીએ ગાંધીધામના શિણાયમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ વખતે વિશાળ જનસમુદાયને કર્યુ સંબોધન : કચ્છની ખુમારી-મોદીજીનો કચ્છ પ્રેમ-કચ્છ બોર્ડર રેન્જ-પૂર્વ પશ્ચિમ કચ્છ પોલીસની ઐતિહાસીક કામગીરીને બીરદાવી : લાકડીયા મધ્યે કરોડોની કીમંતના ડ્રગ્સનો વૈજ્ઞાનિક ઢબે કર્યો નિકાલ : કચ્છના છેવાડાના ગામોના લોકોને સતર્ક રહી શંકાસ્પદ હિલચાલની માહીતીઓ પોલીસને ઝડપથી પહોંચાડવા કર્યો અનુરોધ


ગાંધીધામ : ડ્રગ્સમુકત ગુજરાતના નિર્માણમાં યશસ્વી કામગીરી કરનાર રાજયના 
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજ રોજ કચ્છના ગાંધીધામના શિણાય મધ્યે જાહેર મંચ પરથી ડ્રગ્સ માફીયાઓને પડકાર ફેકીને કહ્યુ હતુ કે, ખબરદાર ડ્રગ્સના દુષણકારો, મારા દેશના યુવાનોને નશાના રવાડે ચડાવવાનો વિચાર શુદ્ધા પણ કર્યો તો, તમારી એવી અવદશા કરીશુ કે, તમારા માવતર પણ તમને ઓળવાની ના પાડી દેશે. આજ રોજ ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ શિણાય પોલીસ હેડકવાર્ટર ખાતે વિવિધ વિકાસકામોના પ્રકલ્પોનો લોકાર્પણ કર્યા બાદ જાહેર જનસભાને સંબોધન કર્યુ હતુ. તેઓએ કહયુ હતુ કે, હું આજે કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર, કચ્છ જિલ્લા પોલીસને ખુબ ખુબ અભિનંદન આપું છુ. આ અભિનંદન જે મને અપાયા છે તે ખરેખર જેમનો હકક છે તેમને પાછા આપી રહ્યો છેે. હુ તો માત્ર માધ્યમ છુ, પરંતુ ગાંધીધામ અને ભુજ બન્ને પોલીસ બેડામાં થયેલી કામગીરી બદલ આભાર માન્યો છે તે માત્ર સારૂ લગાડવા માટેનો નહોતો તમારા દિલની ખુશીને હુ સમજી શકુ છુ. હુ ખાત્રી આપું છેે કે તમારો સહયોગ આવી જ રીતે રહ્યો તો કચ્છના તમામ ગામડાઓમાથી નિરાકરણ લાવવામા આપણે સફળતા મળશે. આજે કચ્છ જિલ્લામાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કરવામા આવ્યા છે. અનેક પ્રકલીપોના ખાતમુહર્ત કરવામ આવ્યા છે. આપણો કચ્છ જિલો જયા ભુકંપ બાદ જે પ્રકારની પરીસ્થિતી આપણે સૌએ જોઈ છે, હું નતમસ્તક કચ્છીજનોને નમન કરુ છુ કે કચ્છની ખુમારી, ઈમાનદરાી અને મહેનત સાથે દેશના લોકપ્રિય વડાપ્રધાન મોદીજીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ અને તમાર સૌ પ્રત્યેનો લગાવ, કેવુ કચ્છ હતુ અને આજે આપણા કચ્છને લોકો દુનીયાભરથી માણવા આવે છે. કચ્છમાં આટલો મોટો ફર્ક લાવવા બદલ વહીવટીતંત્ર અને સૌ નાગરીકોને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. તેઓએ કહ્યુ કે, પર્યટન, શિક્ષણ, ઉદ્યોગ, તમામ ક્ષેત્રોે કચ્છએ ઐતિહાસીક વિકાસ કર્યો છે. અશેીયાના કોઈ પણ જિલ્લામાં આટલો જોરદાર વિકાસ ઓછા સમયમાં દુનીયાની અંદર નહી થયો હોય. એટલો વિકાસ કચ્છમાં થવા પામ્યો છે તે માટે કચ્છના નાગરીકો અને દેશના લોકપ્રીય વડાપ્રધાન મોદીને આભારી છે. આજના મુખ્ય કાર્યક્રમમા સૌ પ્રથમ હું જિલ્લા પોલીસને એટલે અભિનંદન આપું છુ કે, સામાન્ય રીતે શહેરોમાં પોલીસ મથકો, લોકો રહેતા હોય ત્યા પોલીસ મથકની માંગ માટે તો તમામ જિલ્લાઓ આવતા હોય પણ કચ્છ જિલ્લા દ્વારા આજે બાલાસર પોલીસ મથકનું જે લોકાર્પણ કરવામા આવ્યુ છે તેના થકી રાષ્ટ્રીય સુરક્ષાનીદ્રષ્ટીએ ખુબજ મહત્વપૂર્ણ સાબિત થશે. કચ્છના સરહદી ગામ, જેણે દુર સુધી રહીને પોતાની ફરીયાદ નોધાવી પડતી હતી તેવા ગામોમાં સીધા જ હવે નજીકમાં પોલીસ મથક પ્રાપ્ત થવાના કારણે ગુનાઓ પર નિયંત્રણ આવશે. ગુજરાત એક અભિયાન નહી પરંતુ એક જંગ લડી રહ્યો છે. દેશના લોકપ્રીય પીએમ મોદીજી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગત ત્રણ વરસોમાં ભારત-પાક.ની સીમા હોય, દરીયાની તેજ લહેરોની વચ્ચે પાકીસ્તાનના ડ્રગ્સના અનેક અનેક કારોબારીઓને પકડવાની વાત હોય,  ગુજરાત પોલીસ રાત દીવસ એક કરી અને હજારો કરોડના ડ્રગ્સ પકડવાની સફળતા પ્રાપ્ત થઈ છે ૭પ પાકીસ્તાનીઓને પકડી પાડયા છે, ગુજરાતથી દેશમાં જવાના એ ડ્રગ્સને પકડવાનુ કામ કર્યુ છે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં વાત છે કે ગુજરાતથી જવુ એટલે ડ્રગ્સ પણ જાય અને માણસો પણ જશે એટલે કઈક ડ્રગ્સ માફીયાઓએ રસ્તો બદલી દીધો છે. ગુજરાત પોલીસે અનેક શહેરો, અલગ અલગ રાજયોથી ડ્રગ્સ રેકેેટને ખુલ્લા પાડવાનું કામ કર્યુ છે. આજે હજારો કરોડોનો ડ્રગ્સ, જે મળવા પામ્યો છે તેને કચ્છ જિલ્લામાથી નાશ કરવામા આવશે અને ખાસ કહેવાનુ કે આજના જ દીન કચ્છ એકમ દ્વારા જે ડ્રગ્સ પકડાયો, અંદાજીત ર૮ કેસોમાં પકડાયો તેનો નાશ કરવામા આવશે અને આ દુષડને એક સંકલ્પ સાથે નાશ કરાશે, કે આ સડ્ડાને જે ગુજરાતમાં ઘુસાડવાની કારસો રચશે તેને જીંદગી ભર યાદ રહેશે કે, ગુજરાત પોલીસ શું છે? ડ્રગ્સ લાવનાર એક એકનો અમે હિસાબ કરીશુ. હીસાબ એવુ હશે કે મા-બાપ પણ એાળખી નહી શકે. જે મારા રાજયના યુવાનોને નશાના રવાડે ચડાવવાની કોશીષ કરશે તેમને બરબાદ કરવાની જવાબદારી અમારી છે અને આ કામ ગુજરાત પોલીસ માત્ર પોતાની ડયુટી સમજીને નથી કરતી, પણ સમાજની જવાબદારી સમજીને અમે કામ કરીએ છીએ. ૩પ૧.૬રપ કીલ્લો તથા ૮૯૮૬ લીટર જેટલા માદક પદાર્થોને તેની જ સાથે કચ્છમાથી નાશ કરવામા આવશે. આ એક ઐતિહાસીક કદમ છે. શ્રી સંઘવીએ કહયુ કે, તમે બધા સરહદી ગામોમાં રહો છેો, તમે કોઈ પણ સરહદે રહેતા હો, તમારી પાસે માહીતી હોય તો પોલીસને ઝડપથી આપો. આજ રોજ આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યશ્રીઓ માલતીબેન મહેશ્વરી, ત્રીકમભાઈ છાંગા, કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ઉપરાંત કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર, પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડા, કલકેટરશ્રી ધવલ પટેલ, સહિતના અધિકારીગણ તથા મરીન ટાસ્કના ડીઆઈજીશ્રી આર ટી સુશ્રા, કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, સૌ સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, છેવાડાના ગામડાઓથી મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા.


.............



કચ્છબોર્ડર રેન્જ અને કચ્છના બન્ને એસપીશ્રીઓને
હું ખાસ અભિનંદન આપું છુ : હર્ષ સંઘવી

વ્યાજખોરોની સામે ગુજસીટોકની કલમ ગાંધીધામ પોલીસે દાખલ થવા પામી છે, હવે આખો દેશ તેને અનુસરી રહ્યો છે, આ માટે ગાંધીધામ પોલીસને વીશેષ અભિનંદન


ગાંધીધામ : ગૃહમંત્રીશ્રીએ આજ રોજ ગાંધીધામ શિણાયના મંચથી કચ્છ બોર્ડર રેન્જ અને પૂર્વ કચ્છ એસપીશ્રીની પ્રસંસા કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, રાજયમાં કયારે નહી થયુ હોય તેવી એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.રાજય પોલીસ દ્વારા ૧૦૦ કલાકની એક યાદી બનાવવામાં આવી હતી. સાહેબ યાદીમાં નામ આવતા જ અમુકલોકોએ તો બુલડોજર પોતે જફેરવી દીધુ અને ખુબ મોટા પ્રમાણમાં ગુનેગારો કે જેઓએ સરકારી જમીનો પર કબ્જો કર્યો હતો તેઓના ઘરો પર બુલડોજર ફેરવી દીધા હતા. તે માટે હુ બન્ને એસપીશ્રીને અભિનંદન આપુ છુ. હું જો રેન્જની વાત કરૂ તો સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જનો નંબર સૌથી વધુ અસામાજીક તત્વોની સામે લાલઆંખ કરવામાં આવ્યો છે અને તે માટે કચ્છ બોર્ડર રેન્જને પણ અભિનંદન પાઠવું છે. વ્યાજખોરીના દુષણને પણ ડામવમાં કચ્છ પોલીસની કામગીરી સારી છે. 


 

Comments

COMMENT / REPLY FROM