ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે
ભુજઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તા.૨૪/૦૭/૨૦૨૫ ગુરૂવારના રોજ એક કચ્છ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીશ્રી ૨૪મીએ સવારે ૯.૩૦ કલાકે પોલીસ હેડ ક્વાટર્સ શિણાય તા.ગાંધીધામ મુકામે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે પોલીસ હેડ ક્વાટર્સ, શિણાય, તા.ગાંધીધામ ખાતે લોકદરબારમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે ૧૩.૪૫ કલાકે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી.કંપની, લાકડીયા તા.ભચાઉ ખાતે (નાર્કોટીક જથ્થાના નાશ માટે) ઉપસ્થિત રહેશે.
૦૦૦૦૦

Comments