કચ્છ બોર્ડર રેન્જમાં સાયબર ક્રાઈમ સેલ એટલે ભ્રષ્ટચારનો અડ્ડો ? : પ્રબુદ્ધવર્ગની લાલબત્તી
એક આઈજી આવે, આ સેલમા અમુક બની બેઠલા વહીવટદારોને જિલ્લા બહાર બદલી કરે, અને ફરી-ફરીને આવા અમુક તત્વો એની એ જ જગ્યાએ ગોઠવાઈ જાય, તો વળી અમુક આઈજી ખુદને સારા માણસ દેખાડવા માટે જિલ્લા બહાર બદલી કરેલા કર્મીઓને પુનઃ એ જ જિલ્લામાં મોક્કાની-સારી જગ્યાએ પદ-સ્થાન ન આપવાનો પરિપત્ર જાહેર કરે, તેની અમલવારી થાય છે કે નહી, તે કોઈ જોતુ નથી, પણ આવો પરિપત્ર જાહેર કરી અને ખુદ દુધના ધોયેલા હોય તેવો તાલ કરતા જાય છે..
જિલ્લા બહાર બદલી દેવાયેલા જો પાછા મુળ મોક્કાની જગ્યાએ
ગોઠવાઈ જ જતા હોય તો પછી બદલાવ્યા શેના માટે હતા? શું આવા તત્વોની બદલી કરનારા અધિકારીઓ મુર્ખ હતા?
વર્તમાન સમયે પણ બોર્ડર રેન્જના બની બેઠલા વહીવટદાર બબ્બે વખત જેલમાં જઈ આવ્યા છે, કચ્છમાથી તેમની બદલી પણ થવા પામી ચુકી છે, હવે કચ્છના વહીવટની કમાન તેમના જ હાથમાં ફરીથી હોવાની છે ચર્ચા
ગાંધીધામ : પોલીસ બેડામાં બોર્ડર રેન્જ હસ્તગત અગાઉનું આર આર સેલ જે હવે સાયબર ક્રાઈમ સેલના નામે ઓળખાય છે તેના અમુક બની બેઠેલાઓ તેને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી રહ્યા હોય તેવા ઘટનાક્રમો સાથે અંતરંગ વર્તુળોમાં ચર્ચાઓ ેવેગ પકડી રહી છે. આવુ જાણકારો એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે, કચ્છ બોર્ડર રેન્જમાં એક આઈજીશ્રી આવે અને અમુક બની બેેઠેલાઅને જિલ્લા બહાર બદલી કરે, પરંતુ આ જિલ્લા બહાર બદલી પામેલાઓ પૈસાના જોરે ફરીથી એની એ જ મુળ મોક્કાની જગ્યા(સાઈબર સેલ)એ કચ્છમાં ગોઠવાઈ જાય. ફરીથી અહી ગોઠવાઈને વહીવટદાર બનીને વહીવટની ભુમિકાઓ શરૂ કરી દેતા રહ્યા છે. તેવામાં વળી અમુક આઈજી તો પોતાને સારા માણસ તરીકે બતાવવા નીતનવા તરકટો પણ કરતાગયા છે. કહેવાય છે કે, આવા અમુક આઈજીએ તો પરિપત્ર જાહેર કરી અને તમામ મુખ્ય શખાઓ, મોટો પોલીસ મથકો સહિતના સ્થાનો પર જેઓની જલ્લા બહાર બદલીઓ કરવામા આવી હોય તેઓે ગોઠવવા નહી, જિલ્લા બહાર બદલોયેલા કર્મીઓને એલસીબી-એસઓજી, ઉપરાંતના મહત્વપૂર્ણ પદો, તથા મુખ્ય પોલીસ મથકો પર ફરજ ન સોપવી તેવો પરિપત્ર પોતાના હસ્તાક્ષરથી સહી કરી અને પૂર્વ તથા પશ્ચીમ કચ્છ જિલ્લામાં તેને મોકલવામા પણ આવ્યો હતો. આવા પરીપત્ર જાહેર કરવા પાછળનું તે આઈજીનું રહસ્ય શું હતુ? શું તે આઈજીશ્રી પોતે દુધથી ધોયેલા હતા ખરા? એવી રીતે જાણકારો કહી રહ્યા છે કે, જો હાલમાં પણ તપાસ કરવામા આવશે તો કચ્છ રેન્જના વહીવટદાર બબ્બે વખત જેલવાસ ભોગવી ચુકેલાછે., બબ્બે વખત જેલમાં રહી આવ્યા છે એટલુ માત્ર જ નહી પણ તે વહીવટદારને તેમની આવી રીતી નીતીઓના લીધે જ અગાઉ કચ્છમાંથી પણ બદલી નાખવામા આવ્યા હતા. મજાની વાત તો એ છે કે ફરી પાછા આવા જ તત્વો વહીવટદાર બનીને બેઠા છે? બે વખત જેલમાં ગયા, ભ્રષ્ટ રીતીનીતીઓ થકી જેને કચ્છમાથી બદલાવ્યા, હાલમાં કચ્છના વહીવટની કમાન જ તેમના હાથમાં રહેલી હોવાનુ ચર્ચાય છે.હવે અહી સવાલ થઈ રહ્યો છે તે પણ સમજવાની જરૂર છે, જો આવા તત્વો સારા જ હતા તો તેમને જીલ્લા બહાર બદલવામા શા માટે આવ્યા? અને જો તેઓ ફરીથી કચ્છમાં વહીવટદાર તરીકેની મોટી ભુમિકામાં ગોઠવાઈ જ ગયા, સારૂ પદ-સ્થાન મળી જ ગયુ, તો પછી જે તે વખતે તેમે બદલાવનારા અધીકારીઓ મુર્ખ હતા? અહી યાદ અપાવી શકાય કે, આવા તત્વોને જે તે વખતે જેમણે બદલી કરી હતી તે તો હાલમાં ટોંચના સારા પદો પર સેવા બજાવી રહ્યા છે. અને સરકારની પણ ગુડબુકમાં રહેલા છે? એટલે સ્વભાવીક જ કહી શકાય કે, જિલ્લા બહાર બદલી કરનારા અધિકારી તો બાહોશ અને હોશીયાર જ હતા? તો પછી ફરી ફરીને કચ્છમાં ગોઠવાઈ ગયેલા આ વહીવટદારની પૈસાની મોહીની કે અન્ય કોઈ જેક કામ કરી જાય છે કે શું? જિલ્લા બહાર બદલી દીધા હોવા બાદ પણ ફરીથી કચ્છમાં ગોઠવાઈ જાય અને કચ્છની ભલીવારી કદાચ કરતા હોય તો આવકારી પણ શકાય, આવા વહીવટદારોએ કચ્છમાં ફરીથી આવીને -ગોઠવાઈ જઈને કોઈ મોટો ડ્રગ્સનો જ્થો પકડયો હોય, અથવા તો દેશને સલગતા સુરક્ષાના કોઈ મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો હોય તેવુ તો આ વહીવટદારોના નામે કયાં
લખાયેલુ નથી? કચ્છ સરહદની સુરક્ષા માટે જોખમરૂપ જ આવા બની બેઠલા
વહીવટદારો બની જતા હોય છે..! આ બધાય પાછળનુ રહસ્ય શું? જાણકાર અને પ્રબુદ્વવર્ગમાં આ પ્રકારની ચર્ચાઓ ભારે તેજ બનેલી જોવાઈ રહી છે.
.........................
કાલે ગૃહમંત્રી પધારે છે, કચ્છનો કોઈ સાચો
હિતેચ્છુ કે રાજકારણી શ્રી સંઘવીનું ધ્યાન દોરશે ખરો ?
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ ભારતની સુરક્ષા માટે અતિ સંવેદનશીલ મનાય છે. ભારતનો સૌથી મોટો દુશ્મન પાકીસ્તાનને આ જિલ્લાની ભુમી-જળ અને વાયુ એમ ત્રણેય સરહદ લાગુ પડે છે. તેવા મહત્વપૂર્ણ જિલ્લાની બોર્ડર રેન્જમાં વહીવટદારનો સડ્ડો કેવી રીતે ચલાવી લેવાય? અહીથી એકવાર બદલી દેવામા આવ્યા હોય તે ફરી ફરીને અહી જ ગોઠવાઈ જાય અને વહીવટદારની ભુમિકા ભજવતા પણ શરૂ થઈ જાય, તે ચિંતાજનક વીષય કહેવાય. જાણકારો કહે છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી કાલે કચ્છ પધારી રહ્યા છે, તો શુ આ બાબતે તેઓને અવગત કરવા, ધ્યાન દોરવા કચ્છનો સાચો હિતેચ્છુ કોઈ આગળ આવશે ખરો? ગૃહમંત્રી સમક્ષ કચ્છ-ગુજરાત અને ભારતની સલામતી સામે મોટુ જાખેમ બની જતા જિલ્લા બહાર ફેકાયેલા ભ્રષ્ટાચારીઓને ફરીથી કચ્છમાં સ્થાન ન મળે તે જોવા કોઈ રાજકારણી રજુઆત કરશે ખરો?
......................
૪-૪ કરોડનો તોડ કરનારા કિરીટસિંહને છાવરનાર કોણ હતુ? અને તેના જેટલા હજુય કચ્છમાં કેટલા?
એએસઆઈ કક્ષાનો એક કર્મચારી સ્મગલીંગયુકત સોપારીના જથ્થામાં પોતા ચાર કરોડ જેટલી તોડ કરવાની હિંમત કોના જોરે લાવ્યો? તોડ બાદ કીરીટે વેપારીના અપહરણકાંડમાં ભજવી ભુંડી ભુમિકા
ગાંધીધામ : પોલીસતંત્ર અને ખાખી પર ડાગ સમાન કૃત્ય અગાઉ આચરી ચુકેલ કિરીટસિંહ વધુ એક વખત આ ખાખીને ક્ષેોભજનક સ્થિતીમાં મુકતી ઘટનાને અંજામ આપી દીધો છે. ગાંધીધામના વેપારીના અપહરણકાંડમાં આ કીરીટસિંહનો જ હાથ સામે આવવા પામ્યો છે. આ કેસમાં તેની ધરપકડ પણ થવા પામી છે. આથી પહેલા સોપારીમાં પોણાચોર કરોડની તોડકાંડમાં પણ કીરીટ જ સુત્રધાર રહી ચૂકયો હતો. આવા સમયે જાણકારો પુછી રહ્યા છે કે, આ કીરીટસિંહને છાવરી કોણ રહ્યુ છે અથવા તો છાવરી કોણ રહ્યુ હતુ? કારણ કે એકલા એએસઆઈ કક્ષાના કર્મચારીમાં ચાર કરોડની તોડ કરવાની હિમંત ન આવે, જરૂરથી તેની સાથે ટોંચના ઉચ્ચ રેન્જના કોઈને કોઈ ભ્રષ્ટ અધિકારી રહેલા જ હોવા ઘટે. કીરીટને આગળ કરી અને ભાગબટાઈ કોણે ખાધી હતી?
....................
એસીબી આવા વહીવટદારો સામે કેમ નથી કરતી તપાસ?
ખાખીના અમુક વહીવટદારો આજે કરોડોના મકાનો-પ્લોટસ-મોંધીદાટ મોટરકારો સહિતની સંપત્તી ધરાવતા થઈ ગયા છે? આવે કયાથી છે? સરકાર જે પગાર આપે એ તો તેમની ૪૦-પ૦ લાખની ગાડીઓના ડિઝલમાં જ વપરાઈ જાય તેમ હોય છે..!
ગાંધીધામ : એન્ટી કરપ્શન બ્યુરો, એસીબી કેમ તપા નથી કરતી? આવો સવાલ પણ થવા પામી રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, એસીબીએ વહીવટદારો તરફ વક્રદ્રષ્ટી કરવી જોઈએ. આ બની બેઠલા વહીવટદારો આજે કરોડોના મકાનો, પ્લોટસ, તથા ૪૦થી પ૦ લાખની મોંઘીદાટ મોટરકારો ફેરવતા થઈ ગયા છે? આટલી સંપત્તી તેમની પાસે આવે છે કયાંથી? તેમના આવકના એવા તો કયા સ્ત્રોત છે? સરકાર જે પગાર આપે એ તો તેમની ૪૦થી પ૦ લાખની મોંઘીદાટ મોટરકારના પેટ્રોલ-ડીઝલ્ના ખર્ચામાં જ પુરી થઈ જાય તેમ હોય છે.

Comments