Trending News
સ્થાનિક સમાચાર

કાલે રાજય ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસેૃ

23 July

ઓપરેશન સિંદુર બાદની પ્રથમ મુલાકાત




ગૃહમંત્રીશ્રીએ ટવિટ કરીને આપી માહીતી : શિણાય હેડ કવાટરમાં નિર્માણધીન નવી લાયબ્રેરી , મરીન ટોસ્કફોર્સ ભવન તથા બાલાસર પોલીસ મથક, મુંદરા પોલીસ લાઈન, ધોળાવીરા અને હાજીપીર પોલીસ ચોકીનું ગૃહમંત્રીના હસ્તે થશે વર્ચ્યુઅલી લોકાર્પણ 

પૂર્વ કચ્છ શિણાય હેડકવાર્ટરમા કાર્યક્રમ પૂર્ણ કરી અને પૂર્વ-પશ્ચિમ કચ્છ તથા મોરબી વિસ્તારમાં એનડીપીએસ એકટ તળે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાનો લાકડીયા ફેકટરી મધ્યે શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કરાશે નિકાલ : ગૃહમંત્રીશ્રી ત્યાથી મોરબી જવા કરશે પ્રસ્થાન : જો કે, સત્તાવાર કાર્યક્રમની હજુ છ ઈંતેજારી

ગૃહમંત્રીશ્રી સાથે ઉચ્ચ અધિકારીશ્રીઓનો કાફલો રહેશે ઉપસ્થત : પ્રજાહિતમાં પોલીસને મદદરૂપ થનારા નાગરીકોના સન્માનનો પણ ગોઠવાતો તખ્તો : અરજદારો-રજુઆતકર્તાની સાથે ગૃહમંત્રી યોજશે સંવાદ

રાજયભરમાં સંભવત પ્રથમ પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા સંચાલિત ગૌશાળાનું કરશે લોકાર્પણ



ગાંધીધામ : ગુજરાત રાજયની સલામતી અને સુરક્ષાની જવાબદારી બખુબી નિભાવી રહેલા અને આમપ્રજાજનોની શાંતી અને સુખાકારી માટે સદાય સતર્ક રહેલા રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારથી કચ્છના પ્રવાસે પધારી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
આજ રોજ ગૃહમંત્રીશ્રીના ઓફશિયલ સોશ્યલ મીડીયા એકસ માધ્યમ પરથી મળતીમાહીતી અનુસાર તેઓ આવતીકાલે પૂર્વ કચ્છનીમુલાકાતે આવી રહ્યા છે. અરજદારો અને નાગરીકોની સાથે સંવાદ પણ કરશે તેવુ જણાવાયું છે. જો કે, હજુ સુધી અ અંગે કચ્છમાં કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો નથી.
આ અંગે આધારપુત્ર સુત્રોમાથી મળતી માહીતી અનુસાર ગૃહમંત્રીશ્રી આવતીકાલે સવારે કચ્છ આવશે અને અહી પૂર્વ કચ્છ પોલીસ હેડકવાર્ટર મધ્યે કાર્યક્રમ યોજાશ તેવી તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે. શિણાય મધ્યે રાજયભરની સંભવત પ્રથમ કહી શકાય તેવી પોલીસતંત્રથી સંચાલિત ગૌશાળાનું તેઓ ઉદઘાટન કરવાના છે. તેની સાથોસાથ જ શિણાય રેાડ પર જ બનેલ પોલીસનુ મરીન ટાસ્કફોર્સ તથા બાલાસર પોલીસ મથકનું ઉદઘાટન કરશે. તે ઉપરાંત પશ્ચીમ કચ્છમાં મુંદરા પોલીસ લાઈન ભવનનું અને હાજીપીર તથા ધેાળાવીરા મધ્યે પોલીસ ચોકીનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરવાના છે.  રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, જિલ્લા પોલીસવડા સાગર બાગમાર, વિકાસ સુંડા તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહેશે.હર્ષભાઈ સંઘવી પાસે 
ગૃહ ઉપરાંત વાહન વ્યવહાર, રમતગમત સહિતના વિભાગો છે. જેથી આરટીઓ સહિતના વિભાગો પણ હરકતમાં આવી ગયા છે. પોલીસ, વાહન વ્યવહાર, રમતગમત સહિતના વિભાગોમાં તંત્રને મદદરૂપ થનાર નાગરીકો અને શ્રૈષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવાના હોવાની વિગતો પણ બિન સતાવાર ધોરણે પ્રાપ્ત થઈ છે.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગૃહમંત્રીશ્રીની હાજરીમાં પૂર્વ અને પશ્ચીમ કચ્છ તથા મોરબી વિસ્તારમાં એનડીપીએસ એકટ હેઠળ ઝડપાયેલા માદક પદાર્થોનો નાશ લાકડીયા વિસ્તારમાં આવેલી ફેકટરી મધ્યે કરવામાં આવશે અને અહીથી શ્રી હર્ષ સઘવી મોરબી જવા પ્રસ્થાન કરશે. જો કે, વહીવટીતંત્ર કચ્છ દ્વારા હજુ સુધી કોઈ જ સતાવાર કાર્યક્રમની જાહેરાત કરવામા આવી નથી.



............................


 

Comments

COMMENT / REPLY FROM