Trending News
સ્થાનિક સમાચાર

હવે માંડવીના વાંઢપટ્ટામાં ખનીજવિભાગ ત્રાટકયું : લો-ગ્રેડ બોકસાઈટ ખનન ઝડપાયું : ટીમ બારીયાની કડક કાર્યવાહી!

23 July


પશ્ચીમ કચ્છ એલસીબીએ આ જ વિસ્તારમાંથી બે દીવસ પહેલા પરોઢે ૮૧ લાખનો મુદામાલ બોકસાઈટ સાથે કબ્જે કર્યા બાદ ગત રોજ બપોરે ૩ વાગ્યે ખાણખનીજ વિભાગના શ્રી દેનેન્દ્ર બારીયાની ટીમ સ્થળ પર ધસી જઈ લેટરાઈટનું ચોરીનું કૌભાંડ ઝડપયું

માહીતીના આધારે તપાસણી કરી હતી, લીઝ વિસ્તાર બહાર માઈનીંગ ઝડપાયુ છે, વાહનો-મશીનો સિઝ કરાયા છે, આગળની કાર્યવાહી ચાલુમાં છે : શ્રી દેવેન્દ્ર બારીયા(સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ)



ગાંધીધામ : કચ્છના પેટાળામાં અલભ્ય ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો પડયો છે. આ ખનીજ પેટે સરકારને જે આવક થવી ઘટે તેનાથી તો અનેકધણી રોયલ્ટી ચોરી આ પટ્ટામાં થવા પામી રહી છે. ખનીજચોરો બિનધાસ્ત બની અને કચ્છના પેટાના મોંઘાદાટ ખનીજોની ચોરી કરી અને સરકારની તિજોરીને કરોડોનો આર્થિક ધુમ્બો ફટકારી રહી છે. જો કે, પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં વર્તમાન સમયે સિનિયર ભુસ્તરશાસ્ત્રીઓ કડક રાહે કામગીરી કરી રહ્યા હાવેાથી કયાંકને કયાંક ખનીજચોરોમાં ફફડાટ પણ ફેલાયેલો જોવા મળી આવતો હોય છે. 
દરમ્યાન જ બે દીવસ પહેલા માંડવી વીસ્તારના વાંઢ પટ્ટામાં એકતરફ પશ્ચીમ કચ્છ એલસીબીની ટીમે દરોડો પાડી અને બોકસાઈટના ગેરકાયદેસર ખનીજના જથ્થા સાથે ૮૧ લાખનો મુદામાલ પકડી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેના અહેવાલો સમ્યા પણ નથી ત્યાં તો મળતી વધુ વિગતો અનુસાર પશ્ચીમ કચ્છ ખાણખનિજવિભાગની ટીમ દ્વારા આ જ વાંઢ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લેટરકાઈટ એટલે કે લો ગ્રેડ બોકસાઈટના ગેરકાયદેસર ખનના એક મોટા કૌભાંડ પર તવાઈ બોલાવી દીધી છેે. ગત રાજે બપોરે ટીમો અહી ત્રાટકી અને તપાસ કરતા લીજ વિસ્તાર બહાર મોટા પ્રમાણમાં માઈનીંગ પ્રવૃતી થયેલ જોવા મળી આવી હતી અને તેનો જથ્થો સીઝ કરાયો છે તથા તે કામ પેટેના મશીનો અંદાજીત ચારથી પાંચ તથા વાહનો પણ ઝપ્ત કરવામા આવ્યા છે. હાલમાં સ્થળ પર બધો જ મુદામાલ સિજ કરેલ છે અને માપણી સીટ-સર્વે સહતીની કામગીરી આગળ હાથ ધરવામા આવી છે. 
બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી બારીયાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે., માંડવીના વાંઢ વિસ્તારમાથી ગત રોજ બપોરે તપાસ દરમ્યાન લીઝ એરીયા બહારના વિસ્તારમાંથી ખનીજનો જથ્થો ઝડપી લેવામા આવ્યો છે અને તેના કામ પેટેના જ મીશનો અને લોડર સહિતના સાધનો પણ સિજ કરવામા આવ્યા છે. લેટરાઈટનું ગેરકાયદેસર ખનન કરવામા આવ્યુ હોવાનુ પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. આ ઉપરાંતની ધોરણસરની કાર્યવાહી ચાલી રહી છે.


..................................


ગેરકાયદે ખાણમાં કયા બારાતુ કલાસ વન અધિકારીની સંડોવણી?

ગાંધીધામ : માંડવીના વાંઢ વિસ્તારમાં પોલીસે ૮૦ લાખથી વધુના બોકસાઈટ ચોરીના કાંડનો પર્દાફાશ કરી દીધો છે તેની સાથે જ ર૪ કલાકમાં જ ખનીજ વિભાગ પણ અહી ત્રાટકી અને મોટી લો ગ્રેડ બોકસાઈટ ચોરીનો ખુલાસો કરી દે છે. અહી ખનીજમાફીયાઓ કેટલા ફાટીને ફુલેકે ગયા હશે કે તેમને કોઈ જાતનો ડર જ ન હોય તેમ પોલીસે કાર્યવાહી કર્યા બાદ પણ સતત બેફામ બનીને તેઓ ખનીજચોરીને અંજામ આપી રહ્યા છે. ખનીજવિભાગ દ્વારા જે કાર્યવાહી કરાઈ છે તેમાં કચ્છ બહારના કોઈ કલાસ વન અધિકારીના પણ ફોન રણકયા હોવાની ચર્ચાઓ તેજ બની રહી છે. કેવા કારણોસર આ કલાસ વન અધિકારીએ ખનીજચોરી જેવી મેટર પર પ્રેસર લાવવા ફોન કર્યા? તેમની શું ભુમિકા રહેલી છે? કેમ તેઓને આ કેસ સરકાર હિતમાં સ્પષ્ટ રીતે ખુલીને બહાર ન આવે તેમાં રસ હતો?


.....................


- તો આ પ્રકરણની તપાસ 
ભુજ-મોરબી સુધી પહોચશે


ગાંધીધામ : માંડવીના વાંઢ વિસ્તારમાંથી પોલીસતંત્ર તથા ખાણખનિજ વિભાગ દ્વારા બોકસાઈટ-ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન પર કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે અહીથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પડદાની પાછળ પણ કેટલાક નામો ચર્ચામાં આવી રહ્યા છેે. જાણકારો કહી રહ્યા છે કે, ખાણખનિજ વિભાગ દ્વારા કડક તપાસ કરવામા આવશે તો માંડવીના વાંઢ માત્ર પુરતી તે સમીતી નહી રહે બલ્કે ભુજના હિલગાર્ડન-એરપોર્ટ રોડ તથા મોરબી સુધી પહોચવા પામી શકે તેમ છે. 

.......................

બારીયા સાહેબ તપાસ કરો, ખોજાચોરા બોકસાઈટ
ઓવરલોડ કેસનો રેલો પણ કયાંક આ જ તત્વોથી નથીને?


ગાંધીધામ : ખાણખનિજ વિભાગ દ્વારા વાંઢ વિસ્તારમાં લો ગ્રેડ બોકસાઈડ ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે ક ખોજાચોરામાં પણ બોકસાઈટ ચોરીના એક મોટા કાંડનો પર્દાફાશ શ્રી બારીયાની ટીમ દ્વારા જ કરવામા આવ્યો હતો. તો તપાસ એ પણ થવી જોઈએ કે, ખોજાચોરા બોકસાઈટ પ્રકરણમાં સ્ટોકયાર્ડ સુધી બોકસાઈટનો જથ્થો કયાંકને કયાંક આ વાંઢ પટ્ટાના ખનીજચોરો તો નહોતા પહોચાડતા ને ?

...............


મંજુર લીઝની બાજુમાં નહી, સરકારી જમીનમાંથી જ બોકસાઈડ ઉસેડાતો હોવાની છે ચર્ચા :
 ર કરોડનો મુદામાલ કરાયો સિઝ



વિચાર તો કરો ચોરી કેટલી મોટી હશે ? 
૪ મશીનો સાથેનો મુદામાલ થયો જપ્ત.!

૧. ૧ પોર્ટેબલ ક્રસર ર. ૧ ટ્રક ૩. એસ્કેવેટર મીશન (ર મશીન ચાલુ કન્ડીશનમાં હતા, ર બંધ હાલતમાં) ૪. લેટરાઈટનો મોટો જથ્થો



.........................



પશ્ચિમ કચ્છ એલસીબી નાગરેચા પટ્ટામાં-ફરાદી વિસ્તારમાં કેમ નથી ત્રાટકતી? પુરજોશમાં ધમધમે છે ખનીજચોરી..?


ખાણખનિજ વિભાગ પણ અહી કેમ નથી તવાઈ બોલાવી શકતુ?


ગાંધીધામ : પશ્ચીમ કચ્છ એલીસીબીની ટીમ અને ખાણખનિજ વિભાગ દ્વારા માંડવીના વાંઢ વિસ્તારમાં કડક તવાઈ બોલાવી દીધી છે અને અહી ખનીજચોરોમાં ભારે ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, આવી જ રીતે માંડવી પટ્ટાના જ ફરાદીમાં તથા નાગરેચા આસપાસના સીમાડાઓમાં પણ દીવસ-રાત ખુબજ મોટા પ્રમાણમાં ખનીજચોરીનો ધમધમાટ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. જે રીતે વાંઢ વિસ્તારમાં પોલીસ અને ખનીજ વિભાગ ત્રાટકયુ છે તે જ રીતે જો અહી પણ સરપ્રાઇઝ તવાઈ બોલાવાવમા આવશે તો ચોકકસથી મોટા પ્રમાણમાં રોયલ્ટીચોરીનો પર્દાફાશ થવા પામી શકે તેવી વકી જાણકારો દર્શાવી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, ફરાદીમાં તો મોટા મોટા વાહનો મોડી રાતે અહીથી ખનીજના બેફામ રીતે નીકળી રહ્યા હોવાની ચર્ચાઓ થવા પામી રહી છે છતા પણ કોઈ કડક ધાક બેસાડતી કાર્યવાહી જોવા ન મળતા આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે. આ જ રીતે નાગરેચા પટ્ટમાં પણ સરકારી જમીનો પર આડેધડ મોટા પ્રમાણમાં ખનીજ

 

Comments

COMMENT / REPLY FROM