અબડાસા પ્રાંતે ખીરસરા (વિં) પ્રાથમિક શાળા સરપ્રાઈઝ વિઝીટ કરી
નલિયા : અબડાસા તાલુકાના નાયબ કલેકટર શ્રી વાઘેલાએ અબડાસા તાલુકામાં પ્રાથમિક શિક્ષણની પરિસ્થિતિ જાણવા સરપ્રાઈઝ વિઝીટ કરવા ખીરસરા (વિં) ગામની પંચાયતી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે પણ સવાલ જવાબ કર્યા હતા અને શિક્ષકો સાથે પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ મજબુત બને, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એવું પાયો મજબૂત કરવા ભલામણ કરી હતી. નાના ભુલકાઓને શાઈનિંગ બોર્ડ પર ગણીતના દાખલા લખીને જવાબ લખનાર વિદ્યાર્થીઓને રોકડ ઈનામથી નવાઝીને ભુલાકાઓનો હોંસલો વધાવ્યો હતો. પ્રાંત અધિકારીની અચાનક મુલાકાતની જાણ ગામના સરપંચ આદમભાઈ હિંગોરાને થતાં તેમણે અન્ય આગેવાનોને બોલાવીને પ્રાંત અધિકારી શ્રી વાઘેલાનું અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ રજાકભાઈ હિંગોરા, અબડાસા તાલુકા પંચાયતના સદસ્ય અને માજી ચેરમેન જાફરભાઈ હિંગોરા, ગામના વડીલ હાજી અબ્દુલ્લાભાઈના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
ગામના સરપંચ આદમભાઈ હિંગોરા દ્વારા વિવિધ સ્કૂલમાં ખુટતા સ્ટાફની રજૂઆત કરાઈ હતી. જાફરભાઈ હિંગોરા દ્વારા ગામમાં આવતા સિમાડાનું પાણી બારો બાર ટાળવા અને અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરાએ સાથણીમાં મડેલ જમીન ટાવર્સ ૧૩૯માં ૧૭ ખેડૂતોને કબજો સોંપીને ગામની જમીનનો પ્રમોલોગેશન કરવા રજૂઆત કરવામાં આવી હતી. વિઝીટ સમયે ગામના તલાટી મંત્રી સતારભાઈ કુંભારને પંચાયતનો તમામ દફતર નિયમ મુજબ ક્લીઅર રાખવા નાયબ કલેકટર શ્રી વાઘેલાએ ભલામણ કરી હતી.
----------

Comments