Trending News
સ્થાનિક સમાચાર

ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોનો પદગ્રહણ સમારોહ યોજાયો

22 July



ભુજ : ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો વર્ષ ૨૦૨૫- ૨૬ માટે ડીસ્ટ્રીક સેક્રેટરી રચના શાહની ઉપસ્થિતિમાં પ્રમુખ વિશ્વા ધલ, મંત્રી ફાલ્ગુની પારેખ, વાઈસ પ્રેસિડેન્ટ શારદા ઠક્કર, ખજાનચી આરતી શાહ, આઈએસઓ શાંતુ મહેશ્વરી, સીસી વર્ષા ઠક્કરે પદભાર સંભાળ્યો હતો. 
 આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો સાથે થયેલ હતો. રાજગોર સમાજવાડીમાં આયોજિત પદગ્રહણ સમારોહમાં એગ્રો સેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચૈતન્ય શ્રોફ, પૂર્વ ડીજીઓ જ્ઞાનેશ્વર રાવ, ભરતભાઈ ધોળકિયા, હર્ષદભાઈ ઉદેશી, આરસીસી ગવર્નર રાજેશ પલણ, રિજીયોનલ કો-ઓર્ડીનેટર મિલિંદ વૈદ્ય અને ઇન્નરવ્હીલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહ ઉપસ્થિત હતા. વિદાય લેતા પ્રમુખ નેહા પુજારાએ વિતેલા વર્ષના પ્રોજેક્ટનો ચિતાર આપ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ વિશ્વા ધલે નવા વર્ષના ગોલની માહિતી આપી. ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહનો પરિચય દીપાબેન શાહે આપ્યો હતો. ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહે પોતાના હોમ ક્લબની સર્વિસ અને એકતાને બિરદાવ્યા હતા. પ્રારંભમાં રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ પ્રાર્થન અંજારિયાએ સ્વાગત કર્યું. પૂર્વ મંત્રી જયરાજસિંહ જાડેજાએ વિતેલા વર્ષના પ્રોજેક્ટનો ચિતાર રજૂ કર્યો હતો. નવા વર્ષના ગોલની માહિતી ધવલભાઇ પાઠકે આપી હતી કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ મહેતાએ અને જ્યોતિધર ધોળકિયાએ જ્યારેે આભાર દર્શન મંત્રી દિનેશ રામાનુજે કર્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM