ભુજમાં ધનાઢ્ય પરિવારનો સગીર દીકરો ઘરેથી નીકળી ગયો, અમદાવાદ એરપોર્ટ પર બોર્ડિગ અટકાવી શોધી લેવાયો
ઘરમાંથી રૂપિયા લઈ મિત્ર સાથે ગોવા જવાના હતા પરંતુ બાદમાં કોલકત્તા જવા નીકળ્યા ત્યાં ભુજ પોલીસના ઈન્પુટના આધરે ઝડપી લેવાયા : બન્નેની પુછપરછ શરૂ કરાઈ
૧ શખ્સ ભુજ એસટી વર્કશોપ તથા હંગામી બસ સ્ટેશન આસપાસના વિસ્તારના રહેવાસી તો બીજો શખ્સ કોડકી રોડ પટ્ટાનો રહેવાસી હોવાની છે ચર્ચા : આટલી બધી રોકડ રકમ આ શખ્સો પાસે આવી કયાંથી?
અમદાવાદ : ભુજના ધનાઢ્ય પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી ત્યારબાદ આ રૂપિયા લઈને તે તેના મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો. જેમાં પૈસા હોવાથી તેનો મિત્ર પણ તૈયાર થઈ ગયો હતો. પહેલા તેઓ ભુજથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ગોવા જવાના હતા. આ વચ્ચે પોલીસ પકડી લેશે તેવા ડરે તેઓએ ટિકિટ કૅન્સલ કરાવી અને કોલકાતા જવા નીકળ્યા હતા. જોકે, આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને બન્ને જણા અમદાવાદ એરપોર્ટ પર હોવાની માહિતી મળતા અમદાવાદ એલસીબીએ બોર્ડિંગ અટકાવી તેઓને શોધી લીધા હતા. ભુજ શહેરમાં રહેતા
પરિવારનો દીકરો તેના મિત્ર સાથે ઘરેથી નીકળી ગયો હતો. ઘરમાંથી લાખો રૂપિયા લઈ સગીર નીકળી ગયો હતો. આટલા બધા રૂપિયા લઈને ક્યાંય જવું એના કરતાં તેણે ભુજમાં એક જગ્યાએ આ રૂપિયા મૂક્યા હતા. ત્યારબાદ ટ્રાવેલ એજન્ટ મારફતે ગોવા જવાની ટિકિટ કરાવી હતી. સગીર અને તેનો મિત્ર અમદાવાદથી ગોવા જવાના હતા, અમદાવાદ આવીને એક હોટેલમાં રોકાયા હતા. આ તરફ ભુજમાં સગીર ગુમ થઈ જતા પરિવારજનોની શરૂઆત કરી હતી. ઘરમાંથી રૂપિયા પણ ગાયબ હતા, તેથી પરિવારની ચિંતા વધી ગઈ હતી. આ સમગ્ર મામલે પરિવારજનોએ સ્થાનિક પોલીસને સંપર્ક કર્યો અને તે સમયે ત્યાં હાજર એક પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાલુંકેને આ ગંભીર વાતની ખબર પડતા તેમણે બન્નેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બન્ને મિત્રો થોડી-થોડી વારે
પોતાનો ફોન બંધ કરી દેતા હતા, એટલે તેમને મળવું મુશ્કેલ હતું. પરંતુ તેમની ગોવાની ટિકિટ અને ટ્રાવેલ એજન્ટનો એક નંબર વિશે ખબર પડતા ટ્રાવેલ એજન્ટે તેમના રોકાવાની એક હોટેલ વિશે જણાવ્યું હતું, જેથી ત્યાં
પહોંચતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યુ કે, બન્ને જણા એરપોર્ટ જવા નીકળી ગયા હતા.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમેે એરપોર્ટ પોલીસ સ્ટેશન એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો અને બોર્ડિંગ અટકાવી બન્નેને શોધી લીધા હતા. ભુજ પોલીસ અને પરિવારને જાણ કરી દેવામાં આવી હતી. પરિવારે બન્નેનો કબજો લઈ લીધો હતો. બન્ને કયા કારણોથી ઘરેથી નીકળી ગયા, ક્યાં જવાના હતા ? શું પલાન હતો ? તે સહિતની પુછપરછ કરવામાં આવી છે.

Comments