Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસતંત્ર ન રહે ગાફેલ.! :  બારાતુ ગુંડાઓ કચ્છમાં ન સર્જી દે ગુંડારાજ 

22 July

બી-રોલની કામગીરીની જિલ્લાવ્યાપી ઉપાડો ઝુંબેશ



મધ્યપ્રદેશ-રાજસ્થાનની મોટી મોટી ગુનેગાર ટોળકીઓએ પૂર્વ-પશ્ચિમ કચ્છમાં દેખાડી છે હાજરી : કચ્છમાં સમયાંતરે કુખ્યાત ગુનેગારો અને અન્ય રાજયોમાં ફરાર રહેલા માથાભારે શખ્સો ઝડપાયતા હોવાથી આવા શિરજોરો માટે સરહદી જિલ્લો આશ્રયસ્થાન બની રહ્યોહોવાનો દેખાય છે વર્તારો : તાજેતરમાં જ પણ મુંદરાથી આંતરરાજય ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ઈનામી વોન્ટેડ ફરાર ઝડપાયો : તો વળી રાજસ્થાનગાંધીધામમાં રાજસ્થાનની ઈનામી ગુનેગારની ગેંગે વેપારીના અપહરણને અંજામ આપ્યાની ચર્ચા વખતે સુચક ઈશારો : આંતરરાજય ઘરફાડે ચોરીઓ, વાહન તસ્કરી, અપહરણ કાર ટોળકીઓના વધી રહ્યા છે આતંક

કચ્છ માથાભારે ગુનેગારો માટે આશ્રય સ્થાન તો નથી બની રહ્યું ને? અગાઉ બિશ્નોઈ ગેંગના સાગરીતો - મેન્ડ્રેક્સ જેવા જથ્થા પણ મુન્દ્રામાંથી પકડાયા છે.? રોહીંગ્યા અને બાંગ્લાદેશીઓ પણ મુન્દ્રામાંથી જ દબોચાઈ ચુક્યા છે!

પોલીસતત્ર બી-રોલ ફરજીયાત કરી, તમામ આવા તત્વોનો રેકોર્ડ ચકાસે તો અડધોઅધડ આવા માફીયા-ગુનેગારો કચ્છમાં આવતા આપોઆપ જ અટકી જશે, રહેતા હશે તે કચ્છ છોડીને અન્યત્ર ભાગી જશે 

સરહદી જિલ્લાના રેન્જ આઈજીશ્રી પણ ક્રાઈમ કોન્ફરન્સ સહિતની બેઠકોમાં બન્ને જિલ્લાઓના પોલીસ વડાને આપે સચોટ માર્ગદર્શન, કાર્યવાહીનું સમયાંતરે કરે રીવ્યુ-સમીક્ષા : વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બીંગની પણ બોલાવી જોઈએ તવાઈ : કંડલા-અબડાસા, વાગડ, અંજાર-ભુજ સહિતમાં કઈક આવા ગુંડાઓ, હથિયારો સહિતના જથ્થા-જખીરાઓ થશે બરામદ : જાણકારોનો ઈશારો




ગાંધીધામ : ખેતીપ્રધાન કચ્છ જિલ્લો હવે ઔદ્યોગીક વિસ્તારની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકયો છે. અહી આવેલા બે મહાકાય બંદરોના લીધે પણ વીકાસની તેજ હવા ફુકાઈ જ રહી છે ત્યારે આ વિસ્તારમાં પાછલા અમુક સમયથી દેશભરના અલગ અલગ રાજયોના ફરાર અને વોન્ટેડ કુખ્યાત મોટા મોટા ઈનામી આરોપીઓ આશરો પામી રહ્યા છે. આવુ એટલા માટે કહી શકાય કે અન્ય પોલીસ. કચ્છમાંથી આવી અને આવા વોન્ટેડને દબોચી જાય છે. કયારે ગાંધીધામના કાર્ગો વિસ્તારમાથી આવા શખ્સોને ઉઠાવાય છે તો કયારે મુંદરા પટ્ટામાથી દબોચી લેવામ આવતા હોય છે. હકીકતમાં કુખ્યાત અને માથાભારે ગુનેગારો આ રીતે બિનધાસ્ત કચ્છમાં આવીને આશરો પામી જાય છે તે ચિંતાજનક વાત જ કહી શકાય તેમ છે. આ બાબતે કચ્છ પોલીસને ગંભીર બની અને કચ્છમાં આવા માથભારે તત્વોના ડેરાતંબુની સ્થીતી બનતી અટકાવી હોય તો સૌ પ્રથમ બીરોલની કામગીરી ફરજીયાત કરવી જોઈએ. કચ્છ સીમાવર્તી વિસ્તાર છે અને આ જિલ્લામાં અન્ય રાજયોમાં ૧૦થી વધુ ગુનાઓના વોન્ટેડ અને ઈનામી ગુનેગારો અહી આવીને છુપાઈ જાય તે આ જિલ્લાની સાથોસાથ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ ખતરારૂપ બની શકે તેમ છે. જો બી રોલની કાર્યવાહી કડકાઈથી અને વધારે સજજડ રીતે કરાવમા આવે તો આ શખ્સોના ચારિત્રય ઈતિહાસ, ગુનાહિત ભુગોળ બધુ જ સામે આવી જાય અને અહી આવા તત્વો આવતા પહેલા જ સો વાર વિચાર કરે તથા જે અહી આવીને આસરો પામી ગયા હોય તેઓને પણ કચ્છ છોડીને જવાની નોબત આવી પડે. 
તાજેતરમાં જ કચ્છમાંથી આંતરરાજય ચડ્ડી બનિયાનધારી ગેંગનો સરદાર અને મધ્યપ્રદેશ  પોલીસીનો ઈનામી ગુનેગાર તથા કર્ણાટકની જેલના ભાગેડુ એવા કુખ્યાત આરોપીને સ્થાનીક પોલીસે ઝડપી પાડયો છે.  સુરમ ઉર્ફે સુરેશ કાલિયા મીના નામના શખ્સની ધરપકડ કરવામા આવી છે. આ શખ્સ તેના સાગરીતો સાથે મુંદરામાં ચડી બનિયાન ધારી ટોળકી રચી અને ચોરી-તસ્કરીને અંજામ આપતા ઝડપાઈ ગયો હતો. આ શખ્સ કોઈ નાનો સુનો ગુનેગાર નથી, તેની સામે ગુજરાત-મહારાષટ્ર, મધ્યપ્રદેશ-કર્ણાટક જેવા વિવિધ રાજયોમાં ધરફોડ ચોરી, જેવા બારથી વધુ ગુનાઓ નોધાયેલ હોવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી પણ તે કર્ણાટકની જિલ્લા જેલમાં છ વર્ષની સજા ભોગવતો અને વર્ષ ર૦ર૩થી ભાગેડું છે. આ ઉપરાંત ઉદયગઢમાં તથા અન્ય રાજયોમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ પણ છે. એમપી પોલીસ દ્વારા આ શખ્સને પકડવા માટે પાંચ હજારનું ઈનામ પણ જાહેર કર્યુ છે. વિચાર કરો, આટલો મોટા કુખ્યાત ગુનેગાર મુંદરામાં આવીને વસવાટ કરી રહ્યો હતો? કોની બલિહારી? આ તો ચોરીની ઘટનાને અંજામ આપવા જતા તે પકડાઈ ગયો, પરંતુ આવી અન્ય કેટલી ચોરીઓને તેણે અંજામ નહી આપ્યો હોય અથવા તો અન્ય ગુનાઓને કચ્છમાં અંજામ નહી આપી દીધા હોય તેની શું ખાત્રી? તે કેટલા સમયથી કચ્છના મુંદરામાં પડયોપાથર્ય રહ્યો હતો? અને તેના સાગરીતોને પણ રાખી બેઠો હતો? આવા અનેક સવાલો આ તબક્કે ઉઠવા પામી રહ્યા છે. મુંદરામાં આ ચડ્ડી બનીયાનધારી ગેગના શખ્સો ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાંથી પણ દિનદહાડે જે વેપારીનું અપહરણ કરવામા આવ્યુ હોવાની વાત છે તેમાં પણ કયાંક ને કયાંક બારાતું ગેંગ જ ચર્ચાઓ સામે આવી છે. એટલે આવા પ્રકારના ગંભીર ગુનાઓમાં બારાતુ ગેગો કચ્છમાં આયોજનબદ્ધ ષડયંત્ર અને કારનામાઓ રચી અને અંજામ આપી રહ્યા છે તેવુ તો સ્પષ્ટ અહી ફલિત થવા પામી રહ્યુ છે. મુંદરામાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો શખ્સ મુખ્ય સુત્રધાર પકડાયો છે એ કોઈ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ગાંધીધામના કાર્ગો વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો, દિલ્હીના ફરાર કે પંજાબના મોટા મોટા ડ્રગ્સ પેડલરો અહી આશરો પામી ગયેલી અવસ્થામાંથી અન્ય પોલીસ ઝડપી જતી હોય છે. ખરેખર આ પ્રકારની સ્થીતી ઔદોગીક કચ્છને માટે ભારે ચિંતાજનક આલબેલ સમાન જ કહી શકાય તેમ છે. આવા તત્વો માટે કચ્છને આશ્રયસ્થાન બનતુ અટકાવવુ હોય તો પોલીસે પારદર્શિતા રીતે બીરોલની કાર્યવાહી ઝુંબેશરૂપ જિલ્લા વ્યાપી રીતે ચાલુ કરવી જોઈએ. આ ઉપરાંત સરહદી જિલ્લો છે ત્યારે અહી કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી ચિરાગ કોરડીયાએ પણ આવા ગુનેગારો અહી ઝડપાવવાની ઘટનાઓ અંગે સતર્ક બની અને બન્ને જિલ્લા પોલીસ વડાને આ અંગે જરૂરી દીશા નિર્દેશ આપી અને બીરોલની કામગીરી મામલે રીવ્યુ 
સમીક્ષાઓ પણ ફરથી કરવી જોઈએ. તેની સાથોસાજ અબડાસા-વાગડ-ભુજ-ગાંધીધામ-મુંદરા જેવા વિસ્તારોમાં સરપ્રાઇજ કોમ્બીંગની તવાઈ પણ એક વખત બોલાવી જેઈએ. જાણકારો કહી રહ્યા છે કે, જો એ થશે તો આવા ગુનેગારો ઉપરાંત તીક્ષ્ણ હથીયારોના જથ્થા પણ પોલીસને અલગ અલગ જગ્યાએથી મળી આવવા પામે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM