Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં બીએપીએસ મહિલા પાંખ દ્વારા ચાતુર્માસ નિમિત્તે પારાયણ યોજાયું 

21 July



ભુજ : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખ દ્વારા ચાતુર્માસ નિમિત્તે એક દિવસીય પારાયણનું આયોજન ગુણાતીત ચોક પ્રમુખસ્વામી નગર મધ્યે કરવામાં આવ્યું હતું. મેઘરાજાએ પણ ભુજમાં પધરામણી કરીને જાણે કે આ પારાયણ પૂર્વે વાતાવરણમાં શીતળતા રેલાવી હતી. હરિભક્તો પણ આ તનની શીતળતા સાથે મનની પણ શીતળતા પામવા હરખભર્યા ગુણાતીત ચોક મધ્યે પારાયણમાં ઉમટ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ધૂન, પ્રાર્થના, સ્તુતિ ગાન, કીર્તન,  પૂજનવિધિ દ્વારા કરવામાં આવી હતી. લક્ષ્મીબેન ચૌહાણ દ્વારા સંકીર્તન સાથે પ્રવચન કરીને બહેનોને સાચા ગુરુની પ્રાપ્તિના કેફમાં તરબોળ કરી દીધા હતા. વંદનાબેનના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો.
એકપાત્રીય અભિનય હંસાબેન મહેતા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. ગીતાબેન ઝાલા એ કહ્યું હતું કે અહીં જે જાણ્યું જોયું સાંભળ્યું તેનું ઘરે જઈને મનન કરવાનું છે તો વળી પરમ ભગવદીય મંજુલાબેન ઠક્કરે જણાવ્યું હતું કે વરસાદ તો આવશે પણ છત્રી જેમ આપણને વરસાદથી રક્ષણ કરે છે તેમ જીવનમાં મુશ્કેલીઓ આવવાની છે પરંતુ પ્રાપ્તિનો કેફ હશે તો મુશ્કેલીઓમાં પણ આપણે ટકી રહેશું. ભાવનાબેન બુસા દ્વારા મહિલા યુવતી બાલિકા ત્રણેય પાંખના  સંપથી આવું સુંદર કાર્ય થાય છે વળી ભુજ આંગણે નિર્માણાધીન મંદિર પ્રવૃત્તિના કાર્યને વધુ વેગ મળે અને પ્રમુખસ્વામીનગરનો આપણો સત્સંગ વધુને વધુ દ્રઢ બની પ્રવૃત્તિમાં સિંહફાળો છે. બહેનોમાં સત્સંગ વધુને વધુ દ્રઢ બને એવી આશા વ્યક્ત કરાઈ હતી. સંયોજક ભાવનાબેન બુસા તેમજ નિર્દેશક જ્યોત્સનાબેનના માર્ગદર્શનમાં પારાયણનો સંપૂર્ણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.  આભારવિધિ જ્યોત્સનાબેન ચેવડાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. 
----------

Comments

COMMENT / REPLY FROM