Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજ અને પ્રસાદી મંદિર ખાતે કલાત્મક હિંડોળાનો પ્રારંભ

21 July


ભુજ : દેશ અને વિદેશોમાં વસ્તા હરિભકતોમાં હિંડોળાનું ખુબજ મહત્વ છે. જ્યાં સુધી કચ્છ દેશની વાત કરીએ તો નરનારાયણ દેવ તાબા હેઠળના ભુજ અને પ્રસાદી મંદિરો ખાતે કલાત્મક હિંડોળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સદગુરુ સ્વામી દેવકૃષણદાસજી, સ્વામી શ્રીહરીદાસજી, રામસ્વરૂપદાસજી, જગતપાવનદાસજી, ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી વેદાંતસ્વરૂપદાસજી, સુખદેવ સ્વરૂપદાસજી આદિ વડીલ સંતોએ પ્રેરણાસ્વરૂપ યશશ્વી યજમાનોની હાજરીમાં ભવ્યાતિ ભવ્ય હિંડોળાનું ઉદ્દાટન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની શરૂઆત શ્રીમદ્દ ભાગવત કથાના પ્રસંગો અને સંતોએ હિંડોળા ઉત્સવનો મહિમા સમજાવ્યો હતોે. ભક્તિ સંપ્રદાયની પરંપરા અનુસાર દર વર્ષે હિંડોળા ઉત્સવ અષાઢવદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી દરેક મંદિરોમાં ઉજવવામાં આવે છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાન શ્રીહરીને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અણમોલ અવસર. હિંડોળા મહોત્સવ એટલે ભગવત ભક્ત વૈષ્ણવો માટે ભગવાનની સમીપે જઈને પોતાના મનમાં રહેલા સર્વે લાડકોડ પૂર્ણ કરવાનો ઉત્સવ. એટલે હિંડોળા ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાયની દરેક હવેલીઓ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરો હોય આ તમામ સ્થળે ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવાય છે.
આ હિંડોળા મહોત્સવ આપણા સૌના હૃદયમાં ભક્તિભાવ ભગવાન પ્રત્યેની લાગણી નિષ્ઠાનું પ્રતીક છે. સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના સમય દરમિયાન અનેક ભક્તોના ભાવ હિંડોળામાં બિરાજમાન થઈને પૂર્ણ કર્યા હતો
હિંડોળા પ્રારંભ પ્રસંગે ભુજ, માંડવી, રાપર તેમજ ગુરુકુળોમાંથી  વલ્લભદાસજી, પુરષોત્તમચરણદાસજી, નારાયણ મુનીદાસજી, અક્ષર પ્રકાશદાસજી, પરમહંસ દાસજી, સિદ્ધેશ્વરદાસજી આદી મંડળ ધારી સંતો તેમજ સાથે બહોળી  સંખ્યામાં સંતો સાથે કેતન ઠક્કર તથા નિલેશભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં હરિભકતો  પધાર્યા હતા. સંતો ,ભક્તો સાથે તમામ યજમાનોએ મુખ્ય ડોમમાં અને મંદિર માં રહેલ હિંડોળાનું ઉદ્દઘાટન કર્યું હતું. કલાત્મક હિંડોળામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દીખંડ, ઓપરેશન સિંદુર, બ્રહ્માંડ દર્શન, ૬ દરબાર ગઢ સાથોસાથ ત્રણે મંદિરોમાં ૫૧ હિંડોળા અને અનેક કલાત્મક વિવિધ હિંડોળાઓ બનાવવામાં આવ્યા છે. 
સોમવારે એકાદશીનો પવિત્ર દિવસ હોઈ ભુજ, માંડવી તેમજ કચ્છના અનેક ગામડાઓમાંથી બહુ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને કૃત કૃત્ય થયા હતા. એક મહિના સુધી ચાલનાર હિંડોળા ઉત્સવમાં સંત ભક્તિ પ્રકાશદાસજી, પૂર્ણપ્રકાશ દાસજી, આનંદપ્રિય દાસજી,  દેવપ્રસાદ દાસજી તથા સેવક તરીકે કાનજી શિવજી ભુવા હિંડોળાની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 
-------


 

Comments

COMMENT / REPLY FROM