માંડવીમાં ચોરાઉ ઘંઉ-ચોખા પ્રકરણમાં અનેક ભેદભરમ ઝડપાયેલ તોફીકના લ્યો કડક રીમાન્ડ : ઘણું ખુલશે..?
પશ્ચીમ કચ્છ એલસીબીની ટીમે કરેલી કાર્યવાહી સરાહનીય, પુરવઠા વિભાગ કેમ અંધારામાં? બીલ અને આધાર-પુરાવા વિનાના પ૦૦ કીલોથી વધુ ચોખા અને ર૦૦ કીલો ઘંઉનો જ્થથો ઝડપાયેલ શખ્સ લાવ્યો કયાથી હતો? કોના કહેવાથી લાવ્યો હતો? વેચવા માટે કયાં લઈ જતો હતો? આ આધાર-પુરાવા વિનાનો માલ ખરીદનારાઓ કોણ છે? કોડાય પાસે આ પહેલા પણ લાખોનો સરકારી અનાજનો જ્થથો સગેવગે કરવાનાપ્રકરણનો થયો હતો પર્દાફાશ : રેશનીંગનો જથ્થો હતો તો કોણે કરી છે આવી કાળાબજારી? તોફિક આ રીતે અગાઉ કેટલી વખત આધાર પુરાવા વિનાના ઘંઉ-ચોખાન ખેપ મારી ચૂકયો છે?
એલસીબીને આવા આધારપુરાવા વિનાના અનાજની હેરફેરની માહીતીઓ મળે છે, તો સ્થાનીક પોલીસને કેમ તે બધુ નથી દેખાતું?
ગાંધીધમા : એકતરફ સરકાર દ્વારા કેાઈ પણ જરૂરીયાતમંદ અને ગરીબ વ્યકિત ભુખ્યા પેટે ન સુવે તે માટે ખાદ્યાન્ન સુરક્ષા કાયદા જેવી કડક જોગવાઈ કરી રહી છે તો બીજીતરફ તહેવારો સહિતના સમયે આવા જરૂરીયતમંદોને નિશુલ્ક ખાદ્યાનની ચીજવસ્તુઓ આપવાની પણ વ્યવસ્થાો કરતી હોય છે પરંતુ કયાંક ને કયાંક સરકારના આવા સારા હેતુને અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વો ભાંગી જ રહ્યા હોય તેવા સરકારી અનાજના કાળા બજારના ઘટનાક્રમો સામે આવવા પામતા રહે છે. દરમ્યાન જ પશ્ચીમ કચ્છ એલસીબીએ તાજેતરમાં જ માંડવીમાંથી ચોરાઉ અથવા તો આધારપુરાવા વિનાના ચોખા-ઘંઉનો જથ્થો પકડી રહ્યો છે. એક શખ્સ, વાહન અને જથ્થો એલસીબીએ ઝડપ્યો છે ત્યારે આ પ્રકરણને લઈને વિવિધ ભેદભરમ સર્જતા સવાલો પણ ઉભા થવા પામી
રહ્યા છે.
જાણકારો કહી રહ્યા છે કે, જે એક શખ્સ તોફીકને વાહન સાથે પકડવામા આવ્યો છે તેના કડક રીમાન્ડ લેવા જોઈએ,પુછતાછ કરવી જોઈએ કે, આધાર પુરાવા વિનાનો અનાજ તે લાવ્યો કયાંથી હતો? કયા લઈ જતો હતો? કોના કહેવાથી આ રીતે અનાજની આધાર પુરાવા વિના હેરફેર કરવામા આવી છે? આ પહેલા તોફિક દ્વારા આવી કેટલી ખેપ મારવામા આવી છે? સ્થાનિક ગુના શોધક શાખાને માંડવી સુધી આવા આધાર પુરાવા વિનાના અનાજની હેરફેરની બાતમીઓ મળી જાય છે તો પછી સ્થાનિક પોલીસને કેમ આ બધુ નથી દેખાતુ?આ ઉપરાંત સવાલ તો પુરવઠા વિભાગના જવાબદારો તરફ પણ થાય જ, પોલીસ પકડી રહી છે તો પુરવઠાના સુપરવાઇજર સહિતના જવાબાદરોને કેમ આવી શંકાસ્પદ વસ્તુઓની હેરફેર જોવામા નથી આવતી? જો તોફીકની કડક પુછતાછ થશે તો આ પ્રકરણમાં ધણુ બધુ ખુલવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.

Comments