ભુજના આલાવારા કબ્રસ્તાનમાં દફન કરાયેલો દેહ બહાર કાઢવામાં આવ્યો
સપ્તાહ અગાઉ આધેડના મોત બાદ તેના પરિવારજનોએ જ માર મારી હત્યા કર્યાની પોલીસ સ્ટેશનમાં અરજી થતા તપાસ તેજ : આજે સવારે પ્રાંત, મામલતદાર, પોલીસ સહિતના પંચોની હાજરીમાં દેહને બહાર કાઢી ફોરેન્સીક પીએમ માટે જામનગર મોકલાયો
ભુજ : શહેરમાં રહેતા રિક્ષા ચાલક આધેડના મોત બાદ તેમના માતાએ હત્યાનો આક્ષેપ કર્યો હતો જે બાબતે એ-ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે આધારે પોલીસ દ્વારા આજે સવારે આલાવારા કબ્રસ્તાનમાંથી દફન કરાયેલો દેહ બહાર કાઢી ફોરેન્સીક પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જાણવા મળતી વિગતો મુજબ ભુજના ભીડગેટ પાસે ર એ- ડિવિઝન પોલીસમાં રજૂઆત કરી હતી કે, તેમના દિકરા રિક્ષા ચાલક એવા અબ્દુલાનું સપ્તાહ અગાઉ મોત થયું હતું. પરિવારે હાર્ટ એટેકથી મોત થયાનું કહી અંતિમવિધિ કરી નાખી હતી. પરંતુ માતાએ આક્ષેપ કર્યો છે કે, હતભાગી દિકરાની પત્ની, તેના દિકરા એટલે પૌત્ર અને તેની પત્ની પૌત્રવધૂએ ભેગા મળી માર મારી હત્યા નિપજાવી છે. લાઈટ બિલ ભરવા બાબતે તકરાર બાદ આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે અરજીની ગંભીરતા સમજી પ્રોટોકોલ પ્રમાણે દફન કરાયેલો દેહ બહાર કાઢી જામનગર ફોરેન્સીક પીએમ માટે મોકલાવ્યો છે. આજે સવારે આલાવારા કબ્રસ્તાન ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર, એ-ડિવિઝન પોલીસ સહિતના હાજર રહ્યા હતા. પરિવારજનોની હાજરીમાં પ્રોટોકોલ સાથે દેહ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યો છે. જામનગરથી અભિપ્રયા આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
......

Comments