Trending News
સ્થાનિક સમાચાર

સંવાદના માધ્યમથી વિવાદ ઉકેલવા સંકલ્પ લઈએ : માલતીબેન મહેશ્વરી

20 July



પોલીસ પ્રજાનો મિત્ર છે : સાગર બાગમાર

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક, ગાંધીધામ ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતીમા આદિપુરમા બે પોલીસ ચોકીનું કરાયુ લોકાર્પણ : લોકોની સુરક્ષા સુવિધામા થયો વધારો : સ્થાનીક અગ્રણીઓ, લોકો રહ્યા હાજર


ગાધીધામ : આજ રોજ આપણા આ કાર્યક્રમને ખુદ ઈંદ્ર દેવ પણ વધાવી રહ્યા છે, આપણે સૌ બિનજરૂરી પોલીસના પગથિયા ન ચડવા પડે તે માટે સમાધાનકારી વલણ અપનાવી, સવાદના માધ્યમથી કોઈ પણ વિવાદને ઉકેલીએ અને જરૂર પડે તો તેમા પોલીસના માનવીય અભિગમને પણ મદદમા રાખીએ તેવી અપીલ અને અનુરોધ આજ રોજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આદિપુરમા બે પોલીસચોકીઓના લોકાર્પણના કાર્યક્રમ વખતે ઉદબોધન કરતા કહ્યુ હતુ. પોલીસ ચોકી નિર્માણ માટે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ટીમને અભિનંદન પાઠવી અને મદદરૂપ થનારા દાતાઓનો આભાર ધારાસભ્યશ્રીએ વ્યકત કર્યો હતો. આ તબક્કે પૂર્વ કચ્છ એસપીશ્રીએ કહ્યુ હતુ કે, પોલીસ પ્રજાનો મિત્ર છે. આ ઉકિતને સાર્થક કરવા અમે સદાય કટિબદ્ધ છીએ. પોલીસ ચોકી નિર્માણથી હવે સ્થાનિક આસપાસના લોકોને નાની મોટી સમસ્યાઓના નિરાકરણ માટે ત્વરિત સેવા ઉપલબ્ધ થવા પામી જશે. તેઓએ ચોકી નિર્માણમા મદદરૂપ દાતાઓનો પણ ઋણ સ્વીકાર કર્યો હતો. આજ રોજ આદિપુર પોલીસ સ્ટેશન હસ્તકની એ ફોર બીટ પોલીસ ચોકી તથા એ સી બજાર પોલીસ ચોકીનુ ઉદઘાટન તથા લોકોર્પણ કરવાના કાર્યક્રમમા  ડ્ઢરૂજીઁ સાહેબ મુકેશ ચૌધરી, ૈઁં એમ.સી.વાળા સાહેબ, અંબાજી ગ્રુપ, રાજાણી પરિવાર, વેપારી મંડળ, પ્રભુભાઇ પ્રજાપતી,મહેશ ગઢવી. તેજસ શેઠ. મનોજ મુલચંદાની. વિજય પરમાર. મીનાક્ષી ભટ્ટ, સ્થાનિકના અગ્રણીઓ, મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા.
.......

Comments

COMMENT / REPLY FROM