જુના કટારિયા બ્રીજ નીચે વાહન ચેકિંગમાં આધાર પુરાવા વિનાનું યુરિયા પકડાયું
લાકડિયા પોલીસે બોલેરોમાં લઈ જવાતા ર હજાર લિટર સાથે રાજસ્થાનના શખ્સની કરી અટકાયત
ભચાઉ : લાકડિયા પોલીસની ટીમ જુના કટારિયા અંજતા બ્રીજ નીચે વાહન ચેકિંગમાં હતી ત્યારે મહિન્દ્રા બોલેરો નંબર જીજે૧ર - બીએક્સ - ૭૯૬૯ નીકળતા તેને અટકાવી બોલેરોમાં બે પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ ર હજાર લિટર યુરિયા કેમિકલ બાબતે આધાર-પુરાવા માંગતા ચાલક રજૂ કરી શક્યો ન હતો. રાજસ્થાનના બાલોત્રાના ચાલક વેહનારામ ગોર્ધનરામ જાટ પાસે કોઈ બીલ કે આધાર-પુરાવા ન હતા જેથી મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાનું માની પ૦ હજારનું કેમિકલ અને ૩ લાખની ગાડી કબજે કરી લાકડિયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ જે.એમ. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
..............

Comments