સરહદી વિસ્તારના દરેક ગામમાં પાંચ કાર્યકર્તાઓની સમિતિ બનાવે : રત્નાકર
રાપર તાલુકાની પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે લીધી મુલાકાત
રાપર : તાલુકાના વ્રજવાણી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા સરહદી વિસ્તારના ભાજપના કાર્યકરોને સંગઠીત બનવા માટે હાકલ કરી હતી.
પ્રદેશ મહામંત્રી રત્નાકર દ્વારા ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારોને જણાવ્યું હતું કે, રાપર વિધાનસભામાં રાપર અને ભચાઉ તાલુકાના સરહદી વિસ્તારમાં દરેક ગામમાં ઓપરેશન સિંદૂર વખતે દરેક ગામમાં પાંચ કાર્યકર્તાઓની સમિતિ બનાવેલા છે. સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન પર ભાર મૂક્યો હતો.યોજાયેલા બેઠકમા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, મંત્રી વિકાસ રાજગોર સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા, માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, રાપર તાલુકા ભાજપના મહામંત્રીઓ મહેન્દ્રસિંહ વાઘેલા, મહાદેવભાઈ તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આયોજન દરમિયાન ઉમેશભાઈ સોની, નશાભાઇ દૈયાએ વ્યવસ્થા સંભાળી હતી.

Comments