Trending News
સ્થાનિક સમાચાર

ભદ્રેશ્વર ગ્રામ પંચાયતમા સામાજિક  ન્યાય સમિતિની રચનાનો ઠરાવ રદ્દ

20 July

મુંદરા ટીડીઓનો ધાક બેસાડતો હુકમ




તાલુકા વિકાસ અધિકારીએ સમિતિની વરણમાં તલાટી સહમંત્રીની ગંભીર બેદરકારીના તારણ સાથે કરી કાર્યવાહી



ગાંધીધામ : મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગ્રામ પંચાયતની સામાન્ય સભામા સામાજીક ન્યાય સમીતીના ચેરમેન તરીકે રેહાના દાઉદ માંજલિયા અને સભ્ય તરીકે સરપંચ અને કો ઓપ્ટ સભ્ય તરીકે નાનબાઈ ખમુ મહેશ્વરીની વરણી કરવામા આવી હતી. જે  ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથેની અરજી મુંદરા તાલુકા પંચાયતના ગામના નીતાબેન જગદીશ પારીયા દ્વારા કરવામા આવી હતી.
મુંદરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉકત અરજી બાબતે તા. ૧૯મી જુલાઈના તલાટી સહમંત્રીને સામાન્ય સભાની ઠરાવ બુક અને એજન્ડા રજીસ્ટર વગેરે અસલરેકૃડ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે બોલાવ્યા હતા. આ રેકર્ડની ચકાસણી કરતા તા. ૧૯મી જુલાઈની સામાન્ય સભાનો એજન્ડા ૧૧-૭ના સરપંચની સહી સાથે બહાર પાડવામા આવ્યો હત. ઠરાવ બુકની ચકાસણીમા બહુમતીથી રામિતીની રચના કરાયાનો ઠરાવ મળ્યો હતો. અરજદારે જણાવ્યુ હતુ કે, પોતે વેાર્ડ ન. ૧૦ના ચુટાયેલા સદસ્ય હોવાથી તેમની અધ્યક્ષ તરીકે તેઓએ દરખાસ્ત રજવુ કરી હતી જેને ધ્યાને લીધા વિના કે કોઈ ચુંટણી પ્રક્રીયા કે કાર્યવાહી કર્યા વગર જ સમીતીની રચના કરાઈ હતી. તેવી સમીતીની રચના કરાઈ હતી તેવી સમીતીને રદ કરવા તેમણે માંગ કરી હતી. મુંદરા તાલુકા વિકાસ અધિકારીએ રેકર્ડની ચકાસણી કર્યા બાદ આ કાર્યવાહીમા તલાટી સહ મંત્રીની ગંભીર બેદરકારીના તારણ સાથે તા. ૧૮-૭ની સામાન્ય સભાનો ઠરાવ ન. ૪(૧)જે ભદ્રેશ્વર ગ્રામ પંચાયત સામાજીક ન્યાય સમીતીની રચના કરી સમીતીના અધ્યક્ષની વરણી કરવામા આવેલ તે ઠરાવને રદ કરવાનો હુકમ 
કર્યો હતો.

...........

Comments

COMMENT / REPLY FROM