Trending News
સ્થાનિક સમાચાર

મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર પ્રથમ વખત ડીજીપીની ક્રાઈમ કોન્ફરન્સ : સહાયને અપાયું ગાર્ડ ઓફ ઓનર

19 July



ડાંગના સાપુતરા ખાતે રાજયના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં મંથલી ક્રાઈમ કોન્ફરન્સનો આરંભ : ગુજરાત રાજયના તમામ રેન્જ આઈજીશ્રીઓ, પોલીસ કમિશ્નરશ્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર

ગાંધીનગર : ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા માસિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામા આવતુ હોય છે. આ વખતની આ ક્રાઈમ કોન્ફરન્સ ડાંગના સાપુતારા ખાતે યોજવામા આવી રહી છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ રહી હોય તેવો આ પ્રથમ પ્રસંગ જ બની રહ્યો છે. રાજય પોલી વડાને ડાંગની હોટેલ તોરણ મધ્યે શિષ્ટાચાર અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ. આજ રોજ અહી યોજાઈ રહેલી કોન્ફરન્સમાં રાજયભરના બોર્ડર રેન્જ આઈજીશ્રીઓ, પોલીસ કમીશ્નરશ્રીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM