કચ્છની ઐતિહાસિક ધરોહરો પ્રેરણાના સ્ત્રોત સમાન : રત્નાકરજી
ઓપરેશન સિંદુરની સફળતા બાદ કચ્છના પ્રવાસે આવેલા ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રીએ વ્યકત કર્યો ઉદ્ગાર : પૌરાણિક તિર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરે કર્યા પૂજન - અર્ચન
ભુજ : કચ્છની ઐતિહાસિક ધરોહરો પ્રેરણાના સ્ત્રોત સમાન છે. કચ્છની સરહદે ભગવાન કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવરમાં ભગવાન ત્રિકમરાયજી મહારાજ અને માતાનામઢમાં દેશદેવી માં આશાપુરાના પવિત્ર સ્થાનકો આવેલા છે. આ પવિત્ર તિર્થસ્થાનો અને સરહદી વિસ્તારમાં રહેતા કચ્છવાસી ઓ સરહદના સાચા સંત્રી છે તેવું પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યુંં હતું.ઓપરેશન સિંદુરની સફળતા બાદ કચ્છના સરહદી વિસ્તારની મુલાકાતે આવેલા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કચ્છના પૌરાણીક તિર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વર ખાતે ભગવાન ત્રિકમરાયજી મંંદિર અને કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સકલ વિશ્વના કલ્યાણાર્થે પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી. આ વેળાએ તેમણે સરહદી વિસ્તારમાં રહેતા લોકો, યુવાનો સાથે મુલાકાત કરી હતી. ભારત - પાક. વચ્ચે સંઘર્ષ વચ્ચે સુરક્ષા દળો સાથે સંકલનમાં રહેનાર સરહદી વિસ્તારના કચ્છીજનોની પીઠ થાબડી હતી. આ વેળાએ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સ્થાનીક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા.
ગઈ કાલે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી કચ્છની સરહદોમાં
વિવિધ બેઠકોનું આયોજન કરી રહ્યા છે. દરમ્યાન જ તેઓએ ગત રોજ ખાવડા મધ્યે પણ સ્થાનિક લોકો સાથે સંગોઠષ્ઠી યોજી હતી. તો વળી ખાવડાના જ દત્ત શિખરે મંદીરે દર્શન-પુજા અર્ચના કરી શિષ ઝુકાવ્યુ હતુ. અહી તેઓને આવકાર-કચ્છી પરંપરાગત અનુસાર સન્માન પણ કરવામા આવ્યુ હતુ. આ પ્રવાસમાં રત્નાકરજી સાથે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તથા મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા ભીમજીભાઈ જોધાણી સહિતનાઓ પણ સાથે જોડાયા હતા.
......................
કચ્છના ટ્રાન્સપોર્ટ અગ્રણીની પુણ્યતિથિએ આપી અંજલિ
ભુજ : કચ્છના પ્રવાસે આવેલા ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કચ્છ જિલ્લાના દિવંગત ટ્રાન્સપોર્ટ અગ્રણી અને અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના ભાઈ સ્વ. પ્રહલાદસિંહ જાડેજાની ૧૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી. નખત્રાણાના મોટી વિરાણી ખાતે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. અબડાસા વિધાનસભા વિસ્તારની પ્રવર્તમાન સ્થિતિ અંગે પરામર્શ સાથે સદ્ગત સ્વ. પ્રહલાદસિંહ જાડેજાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Comments